દરીદ્રનારાયણો માટે લીલાશા કુટીયા કોવિડ કેર સેન્ટર સંજીવનીરૂપ બન્યુ : કઈકને મળ્યા નવજીવન

લાખો રૂપીયા આપતા પણ જે સારવાર ન મળી શકે તેવી કોરોનાની તમામ સારવાર-સુવિધાઓ લીલાશા કોવીડ કેર હોસ્પિટલમાં બનાવાઈ છે ઉપલબ્ધ : ગંભીર પ્રકારના દર્દીઓને માટે ઓકિસજન બેડ સહિત ૧૦૦થી વધુ આઈસોલેશન બેડની કરાઈ છે વ્યવસ્થાઓ : દર્દીઓને ચા-નાસ્તો, ભોજન-ઉકાળા-દવાઓ-ઈન્જેકશનો સહિતની અપાય છે સમયસરની સવલતો : કોરોનાના જરૂરી કેસ ડીડાઈમર-સીઆરપીની લેબ પણ આ જ સંકુલમાં કરી દેવાઈ શરૂ : ઓકિસજન સિલિન્ડરના ૩૦૦થી વધુ બોટલ ખુદ સંસ્થાની સમિતીએ જ વસાવી લીધા : છેલ્લા ૧પથી ર૦ દીવસમાં ૪૦૦ જેટલા દર્દીઓ થયા સાજા

લીલાશા કોવિડ આશ્રમના ટ્રસ્ટીઓ- ભારતીય વિકાસ પરિષદ, અગ્રવાલ સમાજ જેવી સંસ્થાના સેવાભાવી સભ્યો, સ્થાનિકના અગ્રણી વેપારીઓ, અંજાર ડે.કલેકટર, ગાંધીધામ મામલતદારબ, ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુતરીયા, આઈએમએના તબીબો, જાહેરજીવનના સ્થાનિક અગ્રણીઓ, સહિતાઓની સહિયારી મહેનતે કોરોનાકાળમાં અનેરૂ સેવામોેડેલ કર્યુ રજુ

ગાંધીધામ : સેવા-સમર્પણ એ જ શકિતના સુત્રને પૂૃર્વ કચ્છના લીલાશા કુટિયા આશ્રમ સેવા ટ્રસ્ટ અને
ટ્રસ્ટીઓના સહયોગથી સંચાલિત કોવિડ હેાસ્પિટલ કેર સેન્ટરમાં સાચા અર્થમાં પાછલા એકાદ માસથી
ચરીતાર્થ થતું જોવાઈ રહ્યુ છે. કોરેાનાની બીજી લહેર અતી ઘાતક નીવડવા પામી છે. સરકારના અનેકવિધ પ્રયાસો બાદ પણ લોકોના ટપોટપ નિધન થયાની ઘટનાઓ બની છે, કેટલાક કુટુંબો પણ સાફ થઈ ગયા છે પરંતુ આવા કપરાકાળમાં પણ લીલાશા કુટીયા કોવિદ કેર હોસ્પિટલ ગરીબ દરીદ્રનારાયણો માટે ખરાઅર્થમાં સંજીવનીરૂપ બનવા પામી હોય તેમ અનેક દર્દીઓ અહીથી સ્વસ્થ અને સાજા થઈને પરત હસ્તા મોઢે ઘરે ગયા છે. મજાની વાત તો એ છે કે, મોઘીદાટ અને ખાનગી હોસ્પિટલમાં લાખો ખર્ચતા પણ જે સેવા-સારવાર-સવલતો ન મળી શકે, તેવી તેવી સેવાઓ આ કોવિદ કેરમાં અહીની સેવાભાવી સમિતીએ ઉપલબ્ધ કરાવી દીધી છે. પથારી નથી મળતીની એકતરફ કાગરોળ મચેલી હતી તો બીજીતરફ આ કોવિદ કેરમાં ગંભીર પ્રકારના દર્દીઓને માટે ઓકિસજન બેડ સહિત અન્ય ૧૦૦થી વધુ આઈસોલેશન બેડની વ્યવસ્થાઓ કરાવાઈ, રેમડેસિવર ઈન્જેકશનો નથી મળતાની બૂમરાડ દરમ્યાન અહીની સમીતીના સભ્યોએ ખુદ દોડધામ સતત કરીને દર્દીઓને ચા-નાસ્તો, ભોજન-ઉકાળા-દવાઓ-ઈન્જેકશનો સહિતની સમયસરની સુવિધાઓ અપાવી હતી, જરૂર પડે ત્યા સમિતીના સભ્યોના લોકો, સ્ટાફ, વાહન બધુ જ તાબડતોડ ફાળવીને ભુજથી ઈન્જેકશનો લઈ આવતા પણ અટકયા નથી, ભુજમાં એક જ જગ્યાએ કોરોના ટેસ્ટ થતા બેકલોક વધી રહ્યા હતા ત્યારે આ સંસ્થાએ કોરોનાના જરૂરી કેસ ડીડાઈમર-સીઆરપીની લેબ પણ આ જ સંકુલમાં કરી દીધી હતી શરૂ, ઓકિસજન માટે બધેય ફાંફા મરાઈ રહ્યા હતા તેવા સમયે આ સંસ્થાની સેવાસમિતીએ વેળાસર જ નિર્ણય લઈ અને ઓકિસજન સિલિન્ડરના ૩૦૦થી વધુ બોટલ ખુદના જ વસાવી લેતા જરૂરીયાતના સિલિન્ડરની સામે ૧૦૦ જેટલા સિલિન્ડર અહી એકસેસ જ તૈયાર રાખવામં આવતા હોવાની હાશકારારૂપ વ્યવસ્થાઓ ઘડવામા આવી ગઈ હતી. આ સંસ્થા કેન્દ્રની વર્તમાન સરકારની  ત્મનિર્ભરતાની પહેલને આબેહુબ અનુસરતી હોય તેમ કહેવુ પણ વધુ પડતુ નહી કહેવાય. છેલ્લા ૧પથી ર૦ દીવસમાં ૪૦૦ જેટલા દર્દીઓ સાજા થઈ અને ઘરે પરત ફર્યા છે. સરકારી તંત્રની સાથે લોકભાગીદારી ભળે તો કેવા કેવા પડકારોનો સરળતાથી અને સહજતાથી સામનો કરી શકાય છે તેનો પણ લીલાશા કુટીયા આશ્રમ શ્રેષ્ઠ દાખલો બની રહે તેમ છે. અહી લીલાશા કોવિદ આશ્રમના ટ્રસ્ટીઓ- ભારતીય વિકાસ પરિષદ, અગ્રવાલ સમાજ, આરએસએસ જેવી
સંસ્થાના સેવાભાવી સભ્યો, સ્વય સેવકો,સ્થાનિકના અગ્રણી વેપારીઓ, અંજાર ડે.કલેકટર, ગાંધીધામ મલતદારબ, ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી, આઈએમએના તબીબો, જાહેરજીવનના સ્થાનિક અગ્રણીઓ, તથા નામી-અનામી દાતાઓ સહિતાઓની સહિયારી મહેનતે કોરોનાકાળમાં અનેરૂ સેવામોેડેલ રજુ કર્યુ છે જે સૌને પ્રેરણા આપી રહ્યુ છે તેમ કહેવુ પણ અસ્થાને નહી કહેવાય.

લીલાશા કુટીયા કોવિડ કેર સેન્ટરમાથી દર્દીઓ સ્વસ્થ-સાજા થઈ રહ્યા છે. ગત રોજ પણ અહીથી કોરોનાની સારવાર લેનારા દર્દીઓએ ડીસ્ચાર્જ થયા ત્યારે અહી સક્રીય સેવાભાવિ સમિતી પ્રત્યે ઋણાનુભાવ-આધાર વ્યકત કર્યો હતો. જે ઉપરોકત તસીવરમાં સ્વસ્થ થયેલા દર્દીઓ, તબીબી સ્ટાફ તથા સેવા સમિતીના સભ્યો દ્રશ્યમાન થાય છે.