થેલેસેમીયાને જાગૃતી સાથે ડામી જ શકાય : કચ્છમાં સીંધી ભાનુશાલી સમાજ શ્રેષ્ઠ દાખલો

  • વિશ્વ થેલેસેમીયા ડે પર ૧ અપીલ કચ્છની શાણી પ્રજાને

શિક્ષણ અને જાગૃતીના અભાવે અતી મોંઘીદાટ સારવાર વાળો થેલેસેમીયા આ સમાજમાં મોટાપાયે ઘર કરી ગયો હતો, પરંતુ પાછલા દોઢ દાયકાથી સેન્ટ્રલ સમાજના પ્રમુખ ગંગારામભાઈ ભાનુશાલીની સમગ્ર ટીમ દ્વારા આ મહામારી સામે જાગૃતીભર્યા ઐતિહાસીક કદમ ઉઠાવતા લગભગ-લગભગ આજે સમાજ થેલેસેમીયા મુકતની કગાર પર આવી ગયો : ઠેર-ઠેર સમાજના લોકોમાં ફેલાયો છે મોટો હાશકારો

પહેલા થેલેસેમીયા માટેનો બ્લડ ટેસ્ટ-પછી જ સગપણની નવી પ્રથા શરૂ કરવામાં આવતા સમાજસ્તરે વધી ગઈ ખુબજ જાગૃતી, રૂઢીચુસ્ત વયોવૃદ્ધ મહીલાઓ પણ હવે તો સગપણ પહેલા ટેસ્ટનો રાખે છે આગ્રહ : જો આટલુ થાય તો પણ થેલેસમેીયા મેજર કેસો વધવાના આપોઆપ જ ઘટી જાય

થેલેસેમીયા રોગ નથી આ તો માણસની બેદરકારીથી ઉત્પન્ન થતો રોગ છે. ફકત જાગૃતીની જરૂર છે સગપણ પહેલા ટેસ્ટ કરાવો આ મુક્તિ માટેની સમજ આપવા માટે જરૂર છે

ગાંધીધામ : આજે વિશ્વ થેલેસેમીયા દીવસ છે ત્યારે ગુજરાત સહિત કચ્છમાં પણ આ બીમારીથી લોકો ત્રસ્ત બનેલા છે. થેલેસેમીયા એ કોઈ મોટી બીમારી છે તેવુ માનવાની જરૂરી નથી, હકીકતમાં આ રોગની સામે સહેજ જાગૃતીનો અભાવ હોવાના પગલે તેનો ફેલાવો બીલાડીકદમે મોટાપાયે થઈ જવા પામતો હોવાનો ગંભીર સીનારીયો સામે આવવા પામતો રહ્યો છેંઆજે વિશ્વ થેલેસેમીયા ડે છે ત્યારે કચ્છને માટે અહીના એક સમાજે અન્યોને રાહ દેખાડતો સીમાચિહ્ન રૂપ ઝુંબેશરૂપ લડત આ બીમારી સામે એક ટીમબનીને લડી દેખાડી હોવાનો દાખલો મોજુદ જ રહેલો છે. આજના દીવસે આ સમાજે થેલેસેમીયા સામે છેડેલી સફળતા અને જાગૃતીપૂૃવકની લડાઈની ચર્ચા અને તેમાં મહદઅંશે મેળવેલી સફળતાની વાત કરવી અન્યોને માટે કેડી કંડારનારા જ બની રહે તેમ છે.થેલેસેમીયા આપણે જાણીએ છે કે , અતિ ખર્ચાળ બીમારી છે. શરીર તો વ્યકિતઓના ઘસાઈ જ જાય છે પણ આર્થીક અને માનસિક રીતે પણ આ બીમારી જેને લાગુ પડી જાય તેના ઘર પરીવારને નીચોવી લેતી હોવાની સ્થિતી બની જાય છે. પરંતુ આ બીમારી થલેસેમીયા દુર ન થાય તે પણ માની લેવાની કેાઈ જ જ રૂરીયાત નથી. તેની સામે સામુહીક જાગૃતી આણતી વ્યવસ્થાઓ વિકસાવવાની અને સાચાર હૃદયની લાગણીઓની પણ તેટલી જ જરૂરીયાત રહેલી છે. આજે આપણે વાત કરીએ સીંધી ભાનુશાલી સમાજની થેલેસમેીયા સામે કરેલી પહેલની. આ સમાજમાં આજથી ૧પ વર્ષ પહેલા થેલેસેમીયાની બીમારી સમાજને બરાબરના ભરડામાં લઈ રહી હતી અને એ જ વખતે આ સમુદાયના સેન્ટ્રલ સમાજની કમાન ગંગારામભાઈ ભાનુશાલીને સોપવામા આવતા તેઓએ સમાજને સતાવતી આ વિકરાળ સમસ્યાને નાથવાનો અભ્યાસ શરૂ કરાવ્યો, અને નિષ્ણાંતો સાથે પરામર્શ કર્યા બાદ સમાજની એક યોગ્ય ટીમ ઉભી કરી અને સીંધી ભાનુશાલી સમાજના વિવીધ ઘટકોમાં આ બીમારીને દુર કરવાનો એકશન પ્લાન અમલી બનાવવા જણાવી દીધુ હતુ. નોધનીય છે કે, તેઓની ટીમ દ્વારા આપવામં આવેલ પહેલા થેલેસેમીયા બ્લડ ટેસ્ટ પછી જ સગપણના સુત્રને સમાજે હોશભેર સ્વીકારી, ઘરેડો જુની બધી ત્યજી અને જાગૃતી સાથે અપનાવી લેતા થેલેસેમીયાનો ફેલાવો આ સમાજમાં અટકી જવા પામી ગયો છે અને હર્ષભેર કહી શકાય છે કે, આજે આ સમાજ કે જેમા થેલેસેમીયાએ માજા મુકી હતી તે થેલેસેમીયા બિમારીના રોગથી લગભગ લગભગ મુકત જ થવા પામી ગયો છે. છેલ્લા એક દાયકાથી આ સમાજમાં થલેસેમીયાનો એક પણ બનાવ સામે આવવા પામ્યો નથી. અહી નોધનીય છે કે, સમાજ લેવલે આકરા અને રૂઢીઓને કોરોણે મુકતા નિર્ણયો સર્વસંમિતી લેવાની હિમંત ટીમ ગંગારામભાઈએ દાખવી અને તેનો બાદમાં સર્વસ્વીકાર પણ થવા પામી ગયો હતો. આ જ રીતે અન્ય સમાજો પણ આગળ આવવાની જરૂરી છે. થેલેસેમીયા બીમારીમાં મોટાભાગે બે મેજર હોય તો જ તેમાથી મેજર દર્દી ઉદભવતો હોય છે. એટલે સગપણ પહેલા જ ટેસ્ટ કરાવી નિશ્ચિંતતા કરી લેવાય તો નવા કેસો પણ આપોઆપ વિકસતા જ અટકી જાય. આ પ્રકારની જાગૃતી સમાજમાં એટલી હદે સકારાત્મકતા સાથે આવી ગઈ છે કે, હવે તો અહી ૬૦-૭૦વર્ષના વડીલ-માજીઓ પણ સગપણ કરાવતા પહેલા થેલેસેમીયા ટેસ્ટ માંગવાની પહેલ કરતા થઈ ગયા છે. જે સમાજ આ રીતે થેલેસેમીયા સામે કડક પગલા લે છે ત્યા તે નાબુદ થઈ જાય છે. થેલેસેમીયા કોઈ રોગ નથી, બને પક્ષે બેદરકારી રખાય અથવા અજાણતા હોય તો જ આ બીમારી ફેલાઈ જતી હોય છે. એટલે જરૂર છે સમાજમાં જાગૃતીની. આવા સમયે હકીકતમાં માત્ર ફંડફાળા અને સસ્તીપ્રસિદ્ધીમાં રાચવાના બદલે સમાજના આગેવાનોએ પણ આ બીમારીને નાબુદ કરવાને માટે જાગૃતી કેવી રીતે આવે તે બાબતે પણ વિચારવુ જ જોઈએ