થાળી વગાડવાથી મહામારી દૂર નહીં થાય !! કઈક નક્કર પગલાં ભરો અને જનતા ને રાહત આપો !

નવી દિલ્હી : દેશ માં કોરોના મહામારી અને નવા ફેલાયેલા બ્લેક ફંગસ રોગ અને ઉપર થી કામધંધા બંધ થતાં અનેક ધંધા-રોજગાર અટવાયા છે, દેશ માં અરાજકતા જેવો માહોલ છે પેટ્રોલ-ડીઝલ ના ભાવો આસમાને છે મોંઘવારી બેકાબુ છે, દેશ ના પીએમ કોરોના ના મૃત્યુ જાેઈ ભાવુક બની ગયા પણ લોકો એ તેમને ટ્રોલ કર્યા બીજી તરફ કોંગ્રેસ ના રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. આ પહેલા પણ તે ઘણી વાર ટિ્‌વટ કરી ચૂક્યા છે. તેમણે આ પહેલા પણ કહ્યુ હતુ કે, ‘મોદી સિસ્ટમના કુશાસનના કારણે માત્ર ભારતમાં કોરોના સાથે સાથે બ્લેક ફંગસ મહામારી છે. વેક્સીનની કમી તો છે, આ નવી મહામારીની દાવામાં પણ ભારે કમી છે. આની સામે લડવા માટે ઁસ્ તાળી-થાળી વગાડવાની ઘોષણા કરતા જ રહેશે.’ આમ મોદીજી નું ભાવુક થવું કે થાળી વગાડવી કે દીપ જલાવવા જેવી બાબતો અંગે ટિપ્પણીઓ ઉઠતા રાજકીય માહોલ ગરમ છે, પણ બીજી તરફ દેશ ની જનતા પરેશાન છે કે શું કરવું ક્યાંથી પૈસા લાવવા ? ઘર ચલાવવા ના રસ્તા શોધવા સાથે સેંકડો લોકો એ કોરોના માં પોતાના આપ્તજનો ગુમાવતા એક ન સમજાય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે આવા વિપદા માં જનતા ને રાહત આપવા માંગ ઉઠી છે એટલિસ્ટ પેટ્રોલ-ડીઝલ ના ભાવો ઘટે તો મોંઘવારી કાબુ માં આવી શકે તેમ હોવાનું લોકો માં ચર્ચાઈ રહ્યું છે. આમ મોદી સરકાર સામે અનેક પડકાર ઉભા થયા છે અને જનતા માં ભાવ વધારા ઉપર અંકુશ ની માંગ ઉઠી રહી છે.