તો ગાંધીધામ સંકુલમાં પણઃ ‘સ્પા’ની આડમાં ગોરખધંધાઓનો થાય પર્દાફાશ

તો ગાંધીધામ સંકુલમાં પણઃ ‘સ્પા’ની આડમાં ગોરખધંધાઓનો થાય પર્દાફાશ

  • પોલીસતંત્ર તવાઈ બોલાવે

આદિપુરમાં તો એકાદ - બે વર્ષ પહેલા ‘સ્પા’ના નામે કુટણખાણા ચાલતા હોવાથી સ્થાનિક-લોકલ ધંધાકીય રૂપલલનાઓને ફટકો પડતો હોવાની બબાલ અને તેને લઈને ખુલ્લીને મારપીટ થયાનો કિસ્સો સત્તાવાર રીતે ચડી ચુકયો છે પોલીસ ચોપડે.. : સારા ઘરના નબીરાઓ કે પછી માલેતુરજાર પ્રતિષ્ઠીત વ્યકિતઓ પણ મસાજ - માલીશના નામે ખંજવાળ હળવી કરવા આવા ‘સ્પા’માં જતા હોવાની પણ છે ચર્ચા..

વલસાડમાં જિલ્લા પોલીસવડા શ્રી ઝાલાની ટુકડીએ કરેલી કામગીરી કચ્છમાં ક્યારે ? : વલસાડ એલસીબીએ સ્પાના નામે ચાલતા હાટડા પર દરોડો પાડતા કુટણખાનું ઝડપાઈ ગયુ : ગાંધીધામ સંકુલમાં પણ આડેધડ સ્પાના ધમધમી ઉઠયા છે હાટડા..!

પોલીસતંત્ર ‘સ્પા’ના બેનર તળે ધમધમી રહેલા અડ્ડાઓની સરપ્રાઇજ તપાસ કરાવે તો ગ્રાહકોના રજીસ્ટર મેઈન્ટેન ન થતા હોવાથી લઈ અને અનેકવીધ ભોપાળાઓ આવી શકે છે બહાર : ગ્રાહકોના રજીસ્ટર નિભાવની સાથે આધારો રાખવા પણ છે ફરજીયાત : સીસીટીવી કેમેરા ચકાસવામાં આવે તો પણ ઘણા ખુલાસા થાય

ગાંધીધામઃ પૂર્વ કચ્છના રંગીલા એવા ગાંધીધામ સંકુલમાં સ્પાની આડમાં અનેકવિધ ગોરખધંધાઓ ફરીથી સપાટી પર આવી શકે તેવી ચર્ચાઓ સામે આવવા પામી રહી છે. થોડા સમય પહેલા વલસાડ એલીબીએ સ્પા પર તવાઈ બોલાવતા ત્યાંથી મસમોટું કુટણખાણુ ઝડપાઈ ગયુ અને અનેકવિધ યુવતીઓને બચાવવામા આવી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે પૂર્વ કચ્છ પોલીસ તંત્ર પણ જો આ બાબતે કડકાઈ કરશે તો અહીં પણ સ્પાના ઓથા તળે ગોરખધંધાઓનો પર્દાફાશ થવા પામી જાય તેમ છે.આ બાબતે સહેજ વિગતે વાત છેડીએ તો તાજતેરમાં જ  વલાસડમાં જિલ્લા પોલીસવડા શ્રી રાજદિપસિહઝાલાની ટુકડીએ આવા જ સ્પાના આડમા ચાલતા કુટણખાણાનો ખુલાસો કરીને સ્પાના ગોરખધંધા આચરનારાઓમા ફફડાટ ફેલાવી દીધો છે. વલસાડ એલસીબીએ સ્પાના નામે ચાલતા હાટડા પર દરોડો પાડતા ત્યાથી હાઈપ્રોફાઈલ કુટણખાનું ઝડપાઈ ગયુ હતુ. તેવા સમયે હવે પૂર્વ કચ્છનું રંગીલુ અને પ્રાદેશીક પંચરંગી વસ્તી ધરાવતા ગાંધીધામ સંકુલમાં પણ આડેધડ સ્પાના ધમધમી ઉઠેલા હાટડાઓમાં પણ આવી જ તવાઈની જરૂરીયાત હોવાનુ મનાઈ રહ્યુ છે. ગાંધીધામમાં સ્પાના નામે અન્ય ગોરખધંધાઓ પણ ફુલ્યા ફાલ્યા હોવાની વાત આજની કોઈ નવીનવાઈની નથી. શહેરના રેાટરી સર્કલ પાસે આવેલા બિલ્ડીંગમાં સ્પાના નામે હાઈપ્રોફાઈલ હુક્કાબાર ઝડપાઈ હતું જેમાથી કઈક મોટી માત્રામા નશીલા પદાર્થોના જથ્થા અને નબીરાઓને પણ પોલીસે રંગેહાથ પકડી પાડયા હતા. હાલમા પણ પૂર્વ કચ્છ પોલીસતંત્ર ‘સ્પા’ના બેનર તળે ધમધમી રહેલા અડ્ડાઓની સરપ્રાઇજ તપાસ કરાવે તો ગ્રાહકોના રજીસ્ટર મેઈન્ટ ન થતા હોવાથી લઈ અને અનેકવીધ ભોપાળાઓ બહાર આવી શકે તેમ જાણકારો માની રહ્યા છે.  ગ્રાહકોના રજીસ્ટર નિભાવની સાથે આધારો રાખવા પણ છે ફરજીયાત તે પણ અહી અનેકવિધ સ્પાના હાટડાઓમા જોવા નહી મળે. સીસીટીવી રખાયા છે કે નહી જો હોય તો આવા  સીસીટીવી કેમેરા ચકાસવામાં આવે તો પણ ઘણા ખુલાસા થવા પામે તેની ગંધ પણ પ્રવર્તી રહી છે. અહી યાદ અપાવી શકાય કે, સ્પાની આડમાં હુક્કાબાર હોય કે પછી દેહવિક્રયતાના ધંધાઓની જ વાત કેમ ન હોય તે અગાઉ પણ અલગ અલગ રીતે ચકચારનુ કારણ બનતી જ રહેતી હોય છે. અહી નોધનીય છે કે, આદિપુરમાં તો એકાદ-બે વર્ષ પહેલા ‘સ્પા’ના નામે કુટણખાણા ચાલતા હોવાથી સ્થાનિક-લોકલ ધંધાકીય રૂપલલનાઓને ફટકો પડતો હોવાની બબાલ અને તેને લઈને ખુલ્લીને મારપીટ થયાનો કિસ્સો સત્તાવાર રીતે ચડી ચુકયો છે પોલીસ ચોપડે : સારા ઘરના નબીરાઓ કે પછી માલેતુજાર પ્રતિષ્ઠીત વ્યકિતઓ પણ મસાજ-માલીશના નામે ખંજવાળ હળવી કરવા આવા ‘સ્પા’માં જતા હોવાની પણ છે ચર્ચા. વલસાડ પોલીસની જેમ જ પૂર્વ્‌ કચ્છ પોલીસ આ તરફ વક્રદ્રષ્ટી કરે તે જ જરૂરી હેાવાનુ મનાય છે. 

  • એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ત્રાટકે

પૂર્વ કચ્છમાં મીની થાઈલેન્ડ : ફુલ્યાફાલ્યા છે સ્પાની આડમાં દેહવ્યાપાર ?

ટુરિઝસ્ટ વિઝા પર યુવતીઓને તેડાવી-ગેરકાયદેસર કામ કરવામા આવતુ હોવાની છે ચકચાર
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર અને પંચરંગીરંગીલા પંથક ગાંધીધામ સંકુલમાં પણ સ્પાના અનેકવીધ હાટડાઓ ધમધમી રહ્યા છે. ગુજરાતમાં અન્યત્ર આવા સ્પાની સામે થઈ રહેલી લાલઆંખ ભરી કાર્યવાહી ટાંકણે જાણકારો દ્વારા એવી ચર્ચા થાય છે કે, અહી પણ જો એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ત્રાટકે તો મીની થાઈલેન્ડ જેવો જ તાલ ખુલવા પામી શકે તેમ છે. કહેવાઈ રહ્યુ છે કે, ગાંધીધામ સંકુલમા મીની થાઇલેન્ડની જેમ ફૂલેલા ફાલેલા સ્પાના વેપારની આડમાં દેહવેપાર ચાલી રહ્યો છે. તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે આ પ્રકારના ગોરખધંધાઓ અહી ધમધમી રહ્યા હોવાનુ મનાય છે. જો એન્ટી હ્યુમન ટ્રાફિકીગ યુનિટ અહી ત્રાટકશે ,દરોડા પાડશે તો ગ્રાહકો, સંચાલકો, સ્ટાફ, અને વિદેશી યુવતિઓ સહિતનાઓ પકડાઈ શકે તેમ મનાય છે. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યૂનિટ આ બાબતે જાગૃત બને, મહીલાઓને અહીથી રેસ્કયુ કરી ડીપોર્ટ કરાવે અને સંચાલકો સામે કડકાઈથી કાર્યવાહી કરે તે જ સમયની માંગ બની રહી છે.