મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ કહ્યું હતું કે આજે તે એ સ્થાને પહોંચી ગઈ છે, ત્યાં તે માત્ર કરવા ખાતર કોઈ ફિલ્મ સાઈન કરતી નથી. એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કરિયરને લઈ વાત કરી હતી. ૨૦૦૧૮માં અનુષ્કાની ત્રણ ફિલ્મ્સ પરી’, ’સૂઈ ધાગાતથા ઝીરોરિલીઝ થઈ હતી. અનુષ્કાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે છેલ્લાં ત્રણ વર્ષથી વ્યસ્ત હતી.

અનુષ્કાએ કહ્યું હતું, ’છેલ્લાં ત્રણ વર્ષથી હું મારી ક્લોથિંગ લાઈન પર કામ કરી રહી છું અને મારું શેડ્યૂલ ઘણું જ વ્યસ્ત છે. મને જે રોલ મળ્યાં હતાં, તે ઘણાં જ ડિમાન્ડિંગ હતાં. એક વર્ષમાં પરી’, ’સૂઈ ધાગાતથા ઝીરોજેવી ફિલ્મ કરવી સરળ નથી. ત્રણેય અલગ જોનરની ફિલ્મ હતી. સારા રોલ માટે તમારે વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. મને લાગે છે કે હું એ સ્થાને પહોંચી ગઈ છું કે જ્યાં માત્ર હું કરવા ખાતર કોઈ ફિલ્મ સાઈન કરી શકું નહીં.નોંધનીય છે કે ૨૦૧૮માં અનુષ્કા શર્મા સંજુમાં પણ જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here