તૌકતે વાવાઝોડું સંકટ : કંડલાસંકુલ તરફેની નજરઅંદાજી જો.જો ન સર્જી જાય મોટું જોખમ .!

ટોકટે વાવાજોડા મુદ્દે કંડલામાં જો..જો….,૧૯૯૮વાળી હોનારતનું ન થાય પુનરાવર્તન .! : જખૌ-નલીયામાં જિલ્લાનુ આખેઆખુતંત્ર વ્યસ્ત રહે, અને વાવાજોડુ અથવા તો તેના થકી ફુંકાનારા તોફાની પવન કંડલા પટ્ટાને ધમરોળી ન જાય.?

૧૯૯૮ના વાવાઝોડા વખતે કચ્છનું તંત્ર નલીયા તરફ જ એકશન પ્લાન ઘડતું રહ્યુ અને કુદરતી આફતે કંડલાને મારી દીધો મસમોટો ફટકો : પોર્ટ પ્રસાસન તથા રાજય સરકાર પણ ઉંઘતી જ ઝડપાઈ જવા પામી હોવાનો દેખાયો હતો વર્તારો : જો જો, ફરીથી કયાંક આવુ જ ન થઈ જાય..? : જાણકારોની લાલબત્તી

રાજય સરકાર-ડીઝાસ્ટર અને હવામાવિભાગે આગાહી કરી દીધી છે, હવે જવાબાદરોની ફેંકાફેક કરવાના બદલે એકશન પ્લાન ડીપીટી-કંડલા પ્રસાસને જ ઘડવાનુ હોય અને કોઈ પણ ખાનાખરાબી થાય તો પણ પોર્ટની જ બને પ્રાથમિક જવાબાદરી તે પણ ન ભુલવું જોઈએ..!

ગાંધીધામ : લક્ષદ્વીપ પાસે અરબી સમુદ્રમાં સર્જાયેલુ લો પ્રેસર હવે શકિતશાળી ડીપ્રેશન બાદ વાવાઝોડામાં પરિવર્તિત થવા પામી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વાવાઝોડું ગુજરાતના દરીયાકાંઠાને ટકરાઈ શકે છે અને તેનાથી આફત નોતરે તેમ પણ દેખાય છે. તોફાની વરસાદ પણ વરસી શકે છે. આવામાં કચ્છમાં હાલના સમયે જિલ્લાનુ પ્રશાસન પણ જખૌ બંદર અને નલીયા વિસ્તારને લઈને વિશેષ સતર્કતા માત્ર જ દાખવી રહ્યુ હોય તેવા વર્તારા સાથે જાણકારો અને પ્રબુદ્ધવર્ગ દ્વારા ટકોર કરતા કહેવાઈ રહ્યુ છે કે, જો જો, વાવાજોડાના સંભવત ખતરામાં કંડલા સંકુલની નજરઅંદાજી કયાંક મોટુ જોખમ ન સર્જી જાય..! કંડલા સંકુલ ૧૯૯૮મા વાવાજોડાની અકલ્મપીયના ઘટનાનો સાક્ષાત્કાર અને ભય અનુભવી લીધો છે. હાલમાં તૌકતે વાવાજોડા વખતે પણ ફરીથી ૧૯૯૮ની હોનારતનુ પુનરાવર્તન ન થઈ જાય તે જોવુ જરૂરી છે. ૯૮ની હોનારત વખતે પણ કચ્છનુ આખાય તંત્રને મહતમ ધ્યાન જખૌ-નલીયા તરફ રહેલુ હતુ અને વાવાજોડું કંડલા પર ત્રાટકયુ. હાલમાં પણ જખૌ બંદરને લઈને એકશન પ્લાન ઘડાઈ રહ્યા છે, જિલ્લા પ્રસાસન જખૌ તરફે વધુ ધ્યાન દઈ રહ્યુ છે પણ કંડલા સંકુલની નજરઅંદાજી ટૌકતેમાં ભારે ન પડી જાય તે વિચારવુ પણ જરૂરી બની રહ્યુ છે.કંડલા બંદર દરીયાઈ કોસ્ટને જાતા સહેજ અંદરના ભાગે આવે છે એટલે વાવાઝોડા ટકરાય તેવી સંભાવનાઓ નહીવત હોવાનુ માની જ શકાય પરંતુ ૧પ૦થી ૧૬પ કીમીની ઝડપે વાવાજોડા ટૌકતે સાથે પવન ફુંકાવવાની આગાહી કરવામા આવી છે, આ પ્રકારનો તોફાની પવન તો આ સંકુલને પણ મોટુ નુકસાન કરી શકે તેમ છે. અને તે માટે આગોતરી તૈયારીઓ કરવી જ ઘટે. આવા તેજ પવનોથી કંડલા પોર્ટમાં જાન-માલને ઓછુ નુકસાન થાય, વિના ન વેરી જાય, નીંચાળવાળા વિસ્તારોમાં લોકોને જાન-માલની નુકસાની ન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ ડીપીટી-પ્રસાસન સહિતનાઓએ પ્રાથમિકતાના તબક્કે કરવી જ ઘટે. ૧૯૯૮મા આવેલ વાવાઝોડાએ એવો વિનાશ વેરી દીધો હતો કે કુટંબના કુટુબો તેમાં સાફ થઈ જવા પામી ગયા હતા. સાચો આંકડો તે વખતે કોઈ બહાર લાવી શકયુ ન હતુ કે કેટલા લોકોના જાનની નુકસાની આ વાવાજોડામાં થવા પામી છે.? હાઈકોર્ટમો રીટ થઈ તે વખતે પણ સરકાર અને પોર્ટ પ્રસાસન આમને સામને આવી ગયા હોવાની સ્થિતી સર્જાઈ હતી અને તેઓ પાસે કોઈ જવાબ ન હતો એક બીજા પર તે વખતે જવાબદારીઓની ફેંકાફેંક કરવામા આવતી હતી. હકીકતમાં ટૌકતે વાવાઝોડા વખતે પણ આવી કોઈ સ્થિતી ન સર્જાય તે માટે ઉપાય કરતા અગમચેતીઓ સારીના ગુણને ડીપીટી પોર્ટ પ્રસાસન તથા પૂર્વ કચ્છનુ વહીવટીતંત્ર અનુસરે તે જ સોના હિતમાં કહેવાશે.

ખેરખેર ૧૯૯૮ના કંડલા પોર્ટના ચેરમેન ટીમ કેપ્ટનને શાબાશ છે..!

ગાંધીધામ : ૧૯૯૮માં કંડલા વાવાઝોડાની હોનારતે દેશના અગ્રગણ્ય બંદર અને તેના આસપાસ વિકસેલ ઔદ્યોગીક મથકને વેરવિખેર કરી નાખ્યુ હતુ. સૌ કોઈમાં એક ચોટ તો ફાડ જ પડી ગઈ હતી કે, આખુય કંડલા સંકુલ ફરીથી કેવી રીતે બેઠુ થઈ શકશે? કયારે પુનઃ એ જ રીતે સક્રીય થવા પામશે? પરંતુ ખરેખર તે વખતના કંડલા પોર્ટના ચેરમેન શ્રી કેપ્ટનના નેતૃત્વ હેઠળ તેઓની ટીમે જે કામગીરી-કોઠાસૂજનો ઉપયોગ કર્યો અને યુદ્ધના ધોરણે હોનારત બન્યાના ટુંકા જ સમયમાં તેઓએ કંડલા પોર્ટને ફરીથી ધમધમતું કરી દીધુ. અગાઉના પ્રમાણમાં પણ કંડલા વધુ દોડતુ અનુ ધબકતું બની જવા પામી ગયુ હતુ. ટાંચ સાધનો અને અધુરી વ્યવસ્થાઓ વચ્ચે પણ તે વખતના ચેરમેન શ્રી કેપ્ટન દ્વારા કરવામાં આવેલી કામગીરી હકીકતમાં શાબાશીની અધિકારી જ કહેવાય.

૧૯૯૮ વાવાઝોડા હોનારતમાં હાઈકોર્ટમાં જવાબ આપવો પણ ભારે પડી ગયો હતો..!

ગાધીધામ : ૧૯૯૮ની કંડલા વાવાઝોડા હોનારતની ઘટનાથી આજે પણ કઈકની કંપારીઓ છુટી જાય છે. તે વખતે તંત્ર આખુય જખૌ-નલીયામાં એલર્ટ રહ્યુ અને વાવાઝોડની પાછલી થપાટ કંડલા પટ્ટાને એવી લાગી કે તહસનહસ થવા પામી ગયુ હતુ. કેટલાક લોકોના જાન-માલના નુકસાન થવા પામી ગયા હતા. તે વખતે હાઈકોર્ટમાં રીટ થઈ હતી અને ગુજરાત સરકાર તથા ડીપીટી પ્રસાસનને જવાબ આપવો ભારે પડી જવાની સ્થિતી પેદા થવા પામી ગઈ હતી. રીતરસનુ હાલનુ ડીપીટી અને તે વખતનુ કેપીટી તથા ગુજરાત સરકાર આમને-સામને જ આવી ગયા હોવાનો સિનારીયો ખડો થઈ ગયો હતો. હવે ફરીથી આવી સ્થિતી પેદા ન થાય તે માટેની આગોતરી તૈયારીઓ હાથ ધરાય તે જ સમયની માંગ કહી શકાય.

પોર્ટ પ્રસાશન તમામ મોરચે સુસજ્જ : ચેરમેન

ગાંધીધામ : લક્ષ્યદીપપાસે અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેસલ વાવાઝોડાનું સ્વરૂપ ભારણ કરી રહ્યું છે અને આગામી ૧૨ કલાક કચ્છ -ગુજરાત માટે પણ ભારે સમાન સ્થિતી સર્જાયેલી છે ત્યારે તૌકતે વાવાઝોડુ પોરબંદરથી નલીયા વચ્ચે ટકરાઈને મોટી આફત સર્જે તેવી આગાહી કરવામાં આવી છે. તે દરમિયાન જ કંડલા પોર્ટ પ્રશાસન પણ આ વાવાઝોડાની સામે તમામ પ્રકરના અગમ ચેતીના સંકલનરૂપ પગલાઓ ભરી ચુક્યું છે અને જાનમાલની નુકશાની ટાળવા તથા રાહત બચાવને લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી એકશન પ્લાન અમલી બનાવી દીધો હોવાની ખાત્રી આ તબક્કે ડીપીટી કંડલાના ચેરમેન શ્રી એસ.કે.મહેતાએ વ્યકત કર્યો હતો.

પૂર્વ કચ્છનું વહીવટીતંત્ર સંભવત આફત સામે સંપૂર્ણ સજજ : ડો. જોષી


આ.ને..જ કહેવાય..મેન ઈન એકશન : દરીયાઈ વિસ્તારના ગામો, સ્થાનિક અગ્રણીઓ, મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી, એસટીવિભાગ, પીજીવીસીએલ, આર એન્ડ બી, વનવિભાગ, પોલીસ તંત્ર સહિતનાઓની સાથે અંજારના ડે.કલેકટરે બેઠક યોજી સંભવત વાવાઝોડા મામલે તમામને કરાયા સતર્ક-એલર્ટ.

ગાંધીધામ : અરબી સમુદ્રમાં ઉભુ થયેલ વોલમાર્ક લો પ્રેસર ડીપ્રેશન બની ગયુ છે અને ૧૮મી સુધીમાં ગુજરાતમાં ટકરાય તેવી આગાહી કરાઈ છે અને તે પોરબંદરથી લઈ અને કચ્છના નલીયાની વચ્ચે ટકરાય તેવી વકી સેવાઈ રહી છે. આવામાં પૂર્વ કચ્છમાં કંડલા બંદર અને તેની આસપાસનો ઔદ્યોગીક વિસ્તાર પણ અગમચેતીના ભાગરૂપે બાકાત ન રાખી શકાય. પૂર્વ કચ્છના ડે.કલેકટર ડો.વિમલ જોષી અને તેમની ટીમે પણ આ સંભવત વાવાજોડાની આફત સામે સજજતા સાથે પ્લાન તૈયાર કરી લીધો હોવાનુ માલુમ પડયુ છે.શ્રી ડો.વિમલ જોષીની સાથે આ બાબતે વાતચીત કરવામાં આવતા તેઓએ ક્હયુ હતુ કે, પૂર્વ કચ્છનું વહીવટીતંત્ર સંકલન સાધીને એક ટીમરૂપે સંભવત વાવાઝોડાની આફતને પહોંચી વળવા તૈયારીઓ કરી ચૂકયુ છે. આ બાબતે ડો. જોષી ખુદ પણ તુણા સહિતના વિસ્તારોમાં માછીમારોને સમજણ આપવા ઉપરાંત નિંચાણવાળા વિસ્તારોની જાત સમીક્ષાઓ કરી આવયા છે. આ ઉપરાંત તેઓના વડપણ હેઠળ જ મહત્વપૂર્ણ સંકલન સાધતી એક મીટીંગ પણ યોજવામાં આવી ગઈ હતી. આ મીટીંગમાં અંતરિયાળ વિસ્તારોને સાબદા કરવા તથા રાહતબચાવના કામોની છટણીની જવાબદારીઓ ડીપાર્ટમેન્ટ વાઈઝ આપી દેવાઈ છે અને તેની તૈયારીઓની પણ સમીક્ષાઓ કરી લેવાઈ છે. તેઓએ જણાવ્યુ હતુ કે, ખાસ કરીને પીજીવસીએલ તંત્રને જાણ કરી દેવાઈ છે કે, વાવાજોડાના પવનના કારણે પણ કોવિદ હોસ્પિટલોની વિજળી ન ખોરવાય અને ખોરવાય તો ત્વરિત ધોરણે પૂર્વવત કરી શકાય તેવી ટીમો ખડેપગે રાખે, કોવિદની તમામ હોસ્પિટલોને જનરેટર વસાવી લેવાની સુચના આપી દેવામા આવી છે, તાલુકા વિકાસ અધિકારીને ગામડાઓમા રીક્ષાઓ ફેરવીને જાગૃતી આણતી સુચનાઓ ફેરવવા જણાવી દેવાયુ છે, સ્થળાંતરીત કરવાની જરૂર પડે તો કોવિદ અને નોન કોવિંદ આશ્રય સ્થાનો પણ તૈયાર કરી લેવાયા છે, એસટી તંત્રને પણ કહી દેવાયુ છે કે, સ્થળાંતરીત કરવાની નોબત આવે તો પુરતા પ્રમાણમાં બસો, ડ્રાયવર-સ્ટાફ અને ડિઝલની પુરતી વ્યવસ્થાઓ કરી તૈયાર રહે, આર એન્ડ બી અને વનવિભાગને પણ સુચના આપી દેવાઈ છે કે, વાવાજોડાના લીધે તેજ પવનમાં કયાંય પણ વૃક્ષો ધરાશાયી થાય અથવા તો હોર્ડીગ્સ પડે તો તે અડચણો દુર કરવાની ટીમો તૈયાર રાખે. એકંદરે સંભવત વાવાજોડાને પહેાંચી વળવાને માટે તમામ તકેદારીની તૈયારીઓ સાથે એકશન પ્લાન ઘડાઈ ચૂકયો હોવાનુ શ્રી જોષીએ જણાવ્યુ હતુ.