તૌકતે વાવાઝોડામાં રેસક્યુ માટે માધાપરમાં એનડીઆરએફ એલર્ટ રહી

ભુજ : તૌકતે વાવાઝોડાના કારણે સર્જાનારી આફતની સ્થિતિમાં તકેદારીના ભાગરૂપે જિલ્લામાં રાહત ટુકડીઓ તૈનાત કરી દેવાઈ હતી. અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમને માધાપરમાં એલર્ટ રખાઈ હતી. જોકે, જિલ્લામાં ભારે વરસાદ ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. તકેદારીના ભાગરૂપે ગઈકાલે માધાપરમાં રાહત ટુકડી દ્વારા બચાવ કામગીરીની પૂર્વ તૈયારીઓ પણ કરાઈ હતી.માાધાપર યક્ષ મંદિર ખાતે આશિસટન્ટ કમાન્ડર રણજીતસિંહે વાવાઝોડા દરમિયાન એનડીઆરએફની ટીમ દ્વારા કઈ રીતે રેસક્યુ કામગીરી કરાય છે તેની માહિતી આપી હતી. સાથે જ સિવિલ ડિફેન્સના જવાનો સાથે એનડીઆરએફની ટીમે સંકલન કર્યું હતું. અને કઈ રીતે કામગીરી હાથ ધરવી તેનું પ્રેજેન્ટેશન પણ યોજાયું હતું. સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટે જણાવ્યુ હતું કે, એનડીઆરએફની સાથે આ વખતે સિવિલ ડિફેન્સના જવાનો પણ બચાવ રાહતની કામગીરીમાં જોડાવાના છે.