• માત્ર સોગંદનામાના આધારે આકારણીમાં જમીનમાલિક કેમ લખાય ?

જિલ્લા કલેકટર તપાસ આદરે અને ફરીયાદીઓ નગરપાલિકાના બની બઠેલા સરકારી બાબુઓની સામે ‘લેન્ડ ગ્રેબીંગ એકટ તળે’ ફરીયાદ નોધાવે તે જરૂરી : બોગગસ સોગદનામાની એક પણ કોપી ફરીયાદો પાસે હોય તો કેમ નથી દાખલ કરાવતા ફોજદારી?

લેન્ડગ્રેબીંગ એકટ તળે ફરીયાદ તથા ફોજદારી દાખલ થાય તો જ ૭૦થી૮૦ કરોડના મોટા ભોપાળા પરથી ઉચકાય સાચો પડદો : નહી તો અરજદારોને દસ્તાવેજો સહિતના આધારો અપાશે નહી અને કુલડીમાં ભંગાઈ જશે ગોળ : લેન્ડ ગ્રેબીંગ એકટ તળે ફરીયાદ થશે તો ૧પ દીવસમાં કરવી પડશે કડક કાર્યવાહી : તમામ પ્રોપર્ટીની આકારણીઓ ચેક થશે તો આવા ભોપાળ આપોઆપ આવશે બહાર

ખાટલે મોટી ખોટ : આકારણીઓ-પડતર જમીનો નગરપાલીકાના રેકર્ડ પર ચડાવવાની આટઆટલી ઉતાવળ શા માટે? હજુ તો ચૂંટણી થઈ છે, હોદેદારોની વરણીઓની પ્રક્રીયાઓ ચાલી રહી છે, પસંદગી થશે, બોડી આવશે, સામાન્ય સભાઓ મળશે, તે બાદમાં આવા કામો હાથ પર કદાપ લેવા હોય તો લઈ શકાય? મુંદરામાં તો સીઈઓ પણ ઈન્ચાર્જ છે, તેઓને કેમ આવી જમીનોને રેકર્ડ પર ચડાવી દેવાની તાલાવેલી છે..?

ગાંધીધામ : મુંદરામાં સરકારી જમીનો માત્ર અને માત્ર એફીડેવીટના આધારે ખાનગી પાર્ટીઓને પધરાવી દેવાની પેરવી થઈ હોવાની મોટાઉપાડે બહાર આવવા પામી અને દુધના ઉભરાની જેમ હવે માધ્યમોમાં તે સમી પણ ગઈ હોય તેવી સ્થિતી સર્જાય છે પરંતુ હકીકતમાં જો આ આખાય પ્રકરણને બહાર લાવવુ જ હોય તો હવે ફરીયાદીએ વિના વિલંબે ફોજદારી ફરીયાદ તથા લેન્ડ ગ્રેબીંગ એકટ તળે જ કેસ દાખલ કરવો જોઈએ.જિલ્લા કલેકટર તપાસ આદરે અને ફરીયાદીઓ નગરપાલિકાના બની બઠેલા સરકારી બાબુઓની સામે ‘લેન્ડ ગ્રેબીંગ એકટ તળે’ ફરીયાદ નોધાવે તે જ જરૂરી બની રહ્યુ છે. નહી તો આટઆટલા મસમોટા કરોડોના કૌભાંડ પર પડદો પડી જવા પામી શકે છે તેવી વકી સેવાઈ રહી છે. બોગગસ સોગદનામાની એક પણ કોપી ફરીયાદો પાસે હોય તો કેમ નથી દાખલ કરાવતા ફોજદારી? ખેાટા સોગદનામા બનાવવા ફોજદારી ગુન્હો જ બની રહ્યો છે.ફરીયાદી ગ્રામ પંચાયતના સદસ્ય રહી ચુકયા છે અને નગરપાલિકાના કાઉન્સીલર પણ છે. જે રૂહે હકિકતમાં નગરપાલિકાના જવાબદારો સભ્યને જરૂરી દસ્તાવેજો જોવા-ચકાસવા નિયમ પ્રમાણે આપવા જ જોઈએ પરંતુ તે તો નથી જ આપવામાં આવતા ત્યારે આરટીઆઈમાં આવી માહીતીઓ મેળવવામાં પ્રક્રીયા અનુસાર અપીલમાં જવા સહિત સમય માંગી લેતો હોય છે. એટલે ફરીયાદીને આ રેકર્ડમાં થયેલા ચેડા જોવાના દસ્તાવેજો તો તંત્રના બની બેઠેલાઓ જોવા આપશે જ નહી તેવા સમયે આકારણી કરાઈ છે તો પણ શુ અને તેમાં શુ ઉલ્લેખ કરાયેલો છે તે સહિતની વિગતો જોવી હોય તો હવે વેળાસર જ આ બાબતે લેન્ડ ગ્રેબીગ એકટ તળે જ કેસ દાખલ કરવાની પહેલ આરટીઆઈ એકટીવીસ્ટે કરવી જોઈએ.જાણકારોની વાત માનીએ તો લેન્ડગ્રેબીંગ એકટ તળે ફરીયાદ તથા ફોજદારી દાખલ થાય તો જ ૭૦થી૮૦ કરોડના મોટા ભોપાળા પરથી પડદો ઉચકાઈ શકે તેમ છે. નહી તો અરજદારોને દસ્તાવેજો સહિતના આધારો અપાશે નહી અને કુલડીમાં જ ગોળ ભંગાઈ જશે. લેન્ડ ગ્રેબીંગ એકટ તળે ફરીયાદ થશે તો ૧પ દીવસમાં કરવી પડશે કડક કાર્યવાહી અને તમામ પ્રોપર્ટીની આકારણીઓ ચેક થશે તો આવા ભોપાળ આપોઆપ બહાર આવવા પામી શકે તેમ છે. અહી સૌથી મોટો સવાલ તો એ જ થવા પામી રહ્યો છે કે, માંડવીના નિયમિત સીઈઓએ હજુ તો મુંદરામં ઈન્ચાર્જ સીઓ તરીકે મુકાયા છે , નગરપાલીકાની હજુ તો ચુંટણીઓ સંપન્ન થઈ છે, નવી બોડીની પસંદગીઅીનો પ્રક્રીયાઓ ચાલી રહી છે, બોડી હજુ તો બની નથી, સામાન્ય સભા યોજાઈ નથી તેમ છતા પણ આટઆટલી ઉતાવળ કઈ વાતે આવી છે કે, આવી જમીનોના પાણીના કરવેરાઓની આકારણીઓ પણ શરૂ કરી દેવામા આવી છે? જીલ્લાનુ વહીવટીંતંત્ર આ બાબતે ઉંડુ ઉતરે અને ઘનિષ્ઠ તપાસ કરાવે તે ખુબ જ જરૂરી બની રહ્યુ છે. મુંદરામાં આમેય બંદરના ધમધમાટને પગલે સરકારી જમીનો ખુબ જ જૂજ જ રહેવા પામી ગઈ છે તેવામાં જો આવી રીતે આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાની નીતીરીતીઓથી લ્હાણીઓ
કરી દેવાય તે કેમ ચલાવી શકાય?

  • કેટલા વારના સરકારીવંડાઓની રેકર્ડ પર ચડાવવાની તંત્રને રહેલી છે સત્તા?

ર૦૦ વારથી વધુના પ્લોટ સીઈઓ ન ચડાવી શકે રેકર્ડ પર..અહી તો ૪થી પાંચ હજાર વારના પ્લોટ તબદીલ કરવાની ગોઠવણો થઈ હોવાીન છે ચકચાર

ગાંધીધામ : સરકારી પડતર અને વંડાઓને કદાચ રેકર્ડ પર ચડાવવા પણ હોય આધારો સાથે તો ર૦૦ વાર જેટલી જ સત્તા સીઈઓએ અને નગરપાલિકાની રહેલી હોવાનુ મનાય છે. અહી તો ચારથી પાંચ હજાર વારના પ્લોટ રેકર્ડ પર ચડાવવાના પેંતરા અજમાવાયા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. તો એ કેવી રીતે થઈ શકે? કહેવાય છે કે, આવા નિર્ણયો લેવાની સત્તા પણ માત્ર એકલા સીઈઓને રહેલી નથી તે માટે બોર્ડને સત્તા રહેલી છે. સામાન્ય સભાઓ મળે, બોર્ડ ઉપસ્થીત હોય, ઠરાવ થાય બાદમાં બહાલ કરી શકાય છે.

  • જમીનકૌભાંડમાં ભેદભરમ સર્જતા અણીયાણા સવાલો..!

• સરકારવાડા, પડતર-ખરાબાના પ્લોટસની જમીનો ખાનગી પાર્ટીઓને ચડાવી દેવાઈનો આક્ષેપ • ૧ નહી ર૭-ર૭ મિલ્કતોને રેકર્ડ પર ગેરકાયદે ચડાવાઈ • સવાલ ન.૧ : સુધરાઈ લુલો બચાવ કરે છે કે, પાણી-કરવેરા આકારણી જ કરાઈ છે : તો રેકર્ડમાં આવી આકારણી કરતા પહેલા સુધરાઈ-વહીવટદાર કે ઈન્ચાર્ઝ સીઈઓએ જમીન દબાણમુકત છે કે દબાણવાળી તેની તપાસ કરાવી હતી ખરી? કરી હતી તો આટટઆલા દબાણો કેમ દેખાયા નહી? અને ન હોતી કરી તો કેમ ખરાઈ કર્યા વિના જ આકારણીઓ કરી દેવાઈ? • કોઈ પણ જમીન પર સોગદનામા માત્રથી નગરપાલીકા આકારણી કરી શકે ખરી? સોગદનામામાં આકારણી વખતે રેર્ડકમા ચડાવાયેલી પ્રોપર્ટીમાં ‘જમીન માલિક’શબ્દે ઉપયોગ થયો છે કે નહી? જો થયો હોય તો કયા આધારે નગરપાલીકાએ જમીન માલિક બનાવી દીધા? નગરપાલીકાને કલેકટરશ્રીનો હુકમ, સનદ ર૭ મીલ્કતોમાં મળેલી છે ખરી?

  • બારોઈના તત્કાલીન ‘સરપંચ-તલાટી’ને જ કેમ ન લેવાય સાણસામાં..!

નવી-સવી સુધરાઈ હોવાથી દસ્તાવેજો સહિતના જ્ઞાતા તલાટીનો નગરપાલિકામાં ખાસ કિસ્સામાં કરાયો હતો ઓર્ડર.! જો આ મુજબ રેકર્ડ પર ચડાવાયા હોય તો સબંધિત તલાટીશ્રીની સામે જ પ્રાથમિક તબક્કે કેમ ન કરાય લાલઆંખ?

ગાંધીધામ : મુંદરા-બારોઈ નગરપાલિકામાં રૂપાંતરણ કરવામા આવે તે પહેલા જ અહી માત્ર સોગદનામાના આધારે સરકારી પડતર અને ખરાબાની જમીનો ચડાવાઈ હોવાનો એક મોટો આરોપ સામે આવવા પામી ગયો છે. ત્યારે જાણકારો દ્વારા કહેવાય છે કે, મોટાભાગની જમીનો બારોઈ પંચાયતની હદવાળી જ આ રીતે ચડાવાઈ છે તો ખરબેખર તો આ બાબતે બારોઈના તત્કાલીન તલાટીશ્રીને સાણસામં લેવા જોઈએ. તેઓથી જ આ બાબતે કડકાઈથી પુછતાછ કરવી ઘટે. વહીવટી અને મહેસુલી દસ્તાવેજોમાં બારોઈ પંચાયતમાથી નગરપાલિકા નવી સવી બની હોવાથી બારોઈના જ તલાટીશ્રીનો નગરપાલિકામાં ખાસ કિસ્સામાં ઓર્ડર પણ કરાયો હોવાનુ મનાય છે. જો આ રીતે આકારણી કરીને એફીડેવીટના આધારે કરોડોની જમીનો ચડાવી દેવાઈ હોય તો તલાટીશ્રીએ શું જોયુ-ચકાસ્યુ..? તો વળી આ બાબતે બીજીતરફ બારોઈ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જીવણજીભાઈ જાડેજાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, વાતો સાંભળી છે પણ આવી કોઈ જ હકીકત મારા ધ્યાને આવી નથી. અભ્યાસ કર્યા બાદ જ આ બાબતે વધારે કઈ કહી શકવાની સમર્થતા શ્રી જાડેજાએ દર્શાવી હતી.

  • વાડા-સરકારી જમીનને રેકર્ડ પર ચડાવવા શું જોઈએ દસ્તાવેજો..!

ગાંધીધામ : મુંદરામાં કરોડોના કૌભાંડની આશંકા સાથે કરવામા આવેલી અરજી બાદ હલચલ તેજ બની જવા પામી ગઈ છે ત્યારે કોઈપણ સરકારી પડતર-ખરાબાની જમીનો કે પછી વંડાઓને નગરપાલિકાએ રેકર્ડ પર ચડાવવી હોય તો
• સૌ પ્રથમ તો કોઈ પણ અરજદારે જિલ્લા સમાહર્તા પાસે આ માટે અરજી કરવાની થાય છે? • તેની નિયત રકમ(પ્રિમિયમ) ભરવાનુ હોય છે? • આધાર-ચકાસણીઓ બાદ કલેકટર હુકમ કરે તેની કોપી જોઈએ.• સનદ કે પછી ચર્તુદીશાઓ પણ જે-તે જમીનની દર્શાવેલી હોવી ઘટે.• હવે નગરપાલીકાએ પાણી કરવેરા આકારણીની વાત કરે છે તો આ તમામ દસ્તાવેજોની ખરાઈ કરાઈ છે કે કેમ?