• ચમત્કારને જ નમસ્કારના સુત્રને અપનાવો : પ્રજાજનો કંપનીઓ સામે ઠાલવે આક્રોશ

સર્ટીફીકેટ ઓફ ઓરીજીનની તગડી ફી ખાનાર તથા કચ્છના નામે સતત ચરી ખાતા ફોકીઆના બની બેઠેલા મોભી કેમ સુસ્ત?

ગાંધીધામ : કચ્છમાં પણ કોરોનાની મહામારીએ માજા મુકી છે. ઠેર-ઠેર આરોગ્ય સુવિધાઓ ટુંકી પડવા પામી ગઈ હોવાની બૂમરાડ સતત ઉભી થવા પામી ગઈ છે. તે દરમ્યાન જ ભુકંપ બાદ બે દાયકાથી કચ્છમાં પડયાપાથર્યા રહેલા ઔદ્યોગીક એકમો પણ કયાંકને કયાંક સામાજિક ઉતરદાયિત્વ નિભાવવામાં વિફળ અથવા તો તદન નિરસ જ પુરવાર થવા પામી રહ્યુ છે.કચ્છ કોરોનાની મહામારીથી કણસી રહ્યુ છે તેવા સમયે પણ ઉદ્યોગગૃહોએ બહાર આવીને વિશેષ કોઈ મોટી સેવા કરી હોય તેવુ કયાંય ફલિત થવા પામી શકતુ નથી. દરમ્યાન જ જિલ્લાના પ્રબુદ્ધનાગરીકો દ્વારા અહી એક સચોટ અને પ્રેરક આલબેલ રજુ કરવામા આવી રહી છે જે અનુસાર જયા જયા કચ્છમાં પ્રદુષણ મોટા પ્રમાણમા ફેલાવતા મોટા મોટા ઉદ્યોગગૃહો સ્થાપિત થયેલા છે, તે વિસ્તારના આસપાસના સૌ ગ્રામજનોએ આ કંપનીઓ-ફેકટરીઓ અને ઉદ્યોગોની સામે ખુદ જ લડત છેડવી જોઈએ. આ કંપનીઓની સામે ગ્રામજનો ખુદ બહાર આવશે, વિરોધ પ્રદર્શનો કરશે તો જ કોરોનામાં જરૂરી મદદ આસપાસના વિસ્તારોને સામાજિક ઉતરદાયિત્વના ભાગરૂપે આ કંપનીઓ આપશે તે સિવાય મળવા પામશે નહી. કારણ કે, રાજકારણીઓ ચુંટણી ફંડથી લઈ અને અલગ અલગ રીતે આવી કંપનીઓને પજવતા જ રહેતા હોય છે એટલે આ કંપનીઓ રાજકારણીઓના ગજ વાગશે નહી, તો વળી વિરોધના નામે કેટલા સ્થાનિકના સ્થાપિત હિતો પણ ખુદના ઉલ્લુ અહી સીધા કરી લેતા હોવાથી કંપનીઓ બેફિકરી બની જતી હોય છે. હવે જરૂરી છે આવામાં ખુદ ગ્રામજનો આગળ આવે, ઓકિસજન-વેન્ટીલેટર સહિતની મદદ માંગે આવી કંપનીઓથી અને જરૂર જણાય તો કંપનીને તાળાબંધી પણ કરતા પણ બહુ લાંબો-મોટો વિચાર ન કરે તો જ આવી કંપનીઓના હવે ઈમાન જાગશે. નહી તો આ કંપનીઓ કચ્છના આસપાસના જનજીવનનુ ધનોતપનોત કરી ખુદ નફાખોરીમાં આળોટતી જ રહેશે અને તે બાદ પણ ઓય..માં.., ઓયમાં.., મંદી, નોટબંધી, જીએસટીમાં અમે તો મરી ગયા,ના મગરમચ્છના આંસુઓ જ સારતી રહેશે અને અહીની આસપાસની પ્રજા પીસાતી જ રહેશે તેમ કહેવુ પણ વધુ પડતી નહી કહેવાય.

વાગડ-ભચાઉથી માંડી અને મુંદરા-લખપત-અબડાસા સુધી પ્રદુષણના ઘોટેઘોટા ઉડાળી આસપાસના જનજીવનને બાનમાં લઈ લેનારા ઉદ્યોગ ગૃહોની સામે કોરોનાની મદદ માટે આમપ્રજાજનો જ હવે છેડે લડત : લાતો કે ભુત બાતો સે નહી માનતે.!

કોલસા આધારિત પાવર પ્લાન્ટવાળા જેટલા પણ મસમોટા ઉદ્યોગો છે તેઓની સામે પ્રજાજનો જ ખુલ્લીને આવે બહાર : વેન્ટીલેટર-ઓકીસજનની મદદ માટે કરો આક્રમક ગુહાર

ભદ્રેશ્વરમાં ઓપીજી જેવા ઉદ્યોગગૃહોએ તો કચ્છ-ભદ્રેશ્વર કે મુંદરાના વિકાસને માટે સમ ખાવા પુરતા ફદીયા પણ નથી આપ્યા અનુદાનમાં : કોરોના કાળમાં આવા ઉદ્યોગજુથોની સામે આસપાસના ગ્રામજનો જાગે-જરૂર પડે તો કંપનીને કરો તાણાબંધી : એ સિવાય નહી મળે સમયસરની મદદ

  • કટોકટીના સમયે કયાં છે ફોકીઆ..?

ગાંધીધામ : ભુકંપ બાદ કચ્છમાં આવી પડેલા ઉદ્યોગોના સંગઠનના નામે યેન-કેન પ્રકારેણ ચરી ખાનાર તથા કચ્છમાથી અ.ધધ.રકમોની લ્હાણી કરી જનારા ઔદ્યોગીક સંગઠન ફોકીઆની ગેરહાજરી કચ્છને હાલના સમયે ખટકી રહી હોવાનો વર્તારો દેખાય છે. જિલ્લામાં આવી, ભુકંપ બાદ અહીથી જ બે પાંદડે થયેલા કેટલાક ઉદ્યોગો સમ ખાવા પુરતા હાલમાં આગળ આવી રહ્યા છે અને સુચારૂ સેવા કચ્છ અને કચ્છીજનોની કરી રહ્યા છે ત્યારે આ ફોકીઆ અને તેના બની બેઠેલા બારાતુ આગેવાન કયા ગુમ છે? કચ્છમાં સેવાની તાતી જરૂરીયાત છે તેવા સમયે ફોકીઆ કેમ કયાંય નથી ડોકાતુ? અહી યાદ અપાવી શકાય કે, શીપીગ ઉદ્યોગજગતને જરૂરી એવા સર્ટીફીકેટ ઓફ ઓરીજીનના સહી-સિક્કાની કામગીરી પણ અમુક સમયથી આ ફોકીઆ જ કરી રહ્યુ છે અને તેની આવક રડી રહ્યુ છે તેમ છતા કચ્છની મદદે હાલમા કેમ નહી?

રાજકારણીઓ પર ભરોસો છોડો

ગાંધીધામ : કોરોનાના કપરાકાળમાંથી ઉગરવા માટે કચ્છની પ્રજાએ હવે સ્વયં ભુ જ લડત લડવા આગળ આવવુ પડશે. રાજકારણીઓ પર રાખેલો ભરોસો હવે તુટી રહ્યો છે. ન ઈન્જેકશનો, ન ઓકિસજન, ન પુરતી પથારીઓ ઉભી કરાવી શકના રાજકારણીઓ ઉદ્યોગોને મદદ માટે કયાંથી હામી ભરાવી જ શકવાના હતા..?

અમુક તત્વો રાખી લે છે ઠેકા

ગાંધીધામ :કચ્છભરમાં અલગ અલગ મસમોટા ઉદ્યોગગૃહો પાછલા બે દાયકામા સેવારત રહેલા છે. અને કચ્છમાથી લાખોની કમાણી આ ઉદ્યોગોએ કરી છે. સ્થાનિકના ગ્રામજનોએ હવે સંપપૂર્વક લડાઈ લડવાની જરૂર છે. કારણ કે, છાશવારે અમુક બની બેઠેલા તત્વો વિરોધના નામે આવી કંપનીઓમાં ખુદના ઠેકા ગોઠવી કમાણી કરતા થઈ જતા હોય છે.