-તો કચ્છમાં કોરોના ટેસ્ટીંગ લેબ કેમ નહીં?

laboratory technician at the work.

  • જો કે, શંકરભાઈ ચૌધરી-મહેન્દ્ર પટેલવાળી કરે કોણ ?

સ્વાઈનફલુ વખતે આખાય રાજયને કચ્છ મોડેલનો તત્કાલીન સીએમ આનંદીબેન પટેલે કરાવ્યો હતો અમલ : અન્ય કદમો સાથે કચ્છમા સ્વાઈનફલુને ફેલાતો અટકાવવા સ્થાનિકે લેબ શરૂ કરવાનો પણ લેવાયો હતો નિર્ણય : કોરોનામા પણ રોગને ફેલાતો અટકાવવા ટેસ્ટીગ છે જરૂરી તો જ ટ્રેસીગ અને ટ્રીટમેન્ટ બનશે સંભવ : હાલમા કોરોનાના રીપોર્ટનો સમય ત્રણથી ચાર દીવસ થવા પામી ગયો છે, આવામાં તો રોગ ફલાઈ પણ શકે અને મૃતકાંક વધી પણ શકે : ભુજની અદાણી જી.કે. જનરલમાં તમામ અદ્યતન માળખાઓ છે ઉપલબ્ધ, કોરોનાની લેબ પણ કેમ થાય કાર્યરત ?

મોરબીની મુલાકાત લઈ અને અહીકોરોનાને નિયંત્રિત કરવા ટેસ્ટીગ લેબ યુદ્ધના ધોરણે શરૂ કરવાની આપેલી સુચના વખતે કચ્છને પણ આવી જ લેબ આપવાની ઉઠાવી જોઈએ માંગ : પાંકે કુરો..પાંકે કુરોમાં જ રચ્યાપચ્યા રહેતા કચ્છના રાજકારણીઓ સમય વર્તે સાવધાનના સુત્રને કયારે સમજશ ?

ગાંધીધામ : કોરોનાના કપરાકાળમાં તંત્ર ઉંઘામાથે છે, ઠેર-ઠેર કેસો વધી રહ્યા છે, કોરોનાની ગાઈડલાઈન, વેકસીનેશનને મહત્વ આપવા ઉપરાંત સરકાર પણ થ્રી ટી થીયરીઅપનાવે છે, ટેસ્ટીગ, ટ્રેસીગ અને ટ્રીટમેન્ટ.. રાજયના પ્રજા પારાયણ સીએમ વીજયભાઈએ તાજેતરમાં જ કોરોનાથી કથળતા મોરબીની મુલાકાત લઈ અને અહીકોરોનાને નિયંત્રિત કરવા ટેસ્ટીગ લેબ યુદ્ધના ધોરણે શરૂ કરવાની આપેલી સુચના વખતે કચ્છને પણ આવી જ લેબ આપવાની તાતી જરૂરીયાત રહેલી છે તેવી વાત સરકાર તબક્કે કેમ પહોચાડવામાં ન આવે તેમ પણ ચર્ચા શરૂ થવા પામી ગઈ છે.ગુજરાતના સંવેદનશીલ મુખ્યપ્રધાને મોરબીની સ્થીતીનો ખુદ તાગ મેળવી અને મોરબીમાં કોરોનાની ટેસ્ટલેબ ઉભી કરવાની ત્વરિતતા દેખાડી છે ત્યારે કચ્છમાં પણ સ્થિતી વણસી રહી છે, રાજય સરકાર દ્વારા જે ર૦ શહેરોને નાઈટકર્ફયુમા સમાવાયા છે તેમા કચ્છના ગાંધીધામ અને ભુજનો સમાવેશ કરવામા આવેલો છે. અહી પણ પાછલા છ માસના રેકોર્ડબ્રેક હાઈ કેસનોઆંકડો નોધાઈ જવા પામી ગયો છે. આવા સંજોગોમાં અહી સ્થાનિકે જ કોરોનાના સેમ્પલના રીપોર્ટીગ કરવાની શરૂઆત થઈ જાય તો કારોનાને હરાવવામા મોટી મદદ કચ્છમા મળી રહે તેમ છે. આ બાબતે પ્રબુદ્ધવર્ગ યાદ અપાવતા કહી રહ્યા છે કે, જે રીતે સ્વાઈનફલુમાં કચ્છને નેત્રદીપક કામગીરી કરી અને કચ્છ મોડેલને આખાય રાજયમા તે વખતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલદ્વારા લાગુ કરવામા આવ્યુ અનેસ્વાઈનફલુથી આખાય રાજયને મુકત બનાવી દેવાયો હતોતેવી જ રીતે જો કચ્છમા કોરોનાના ટેસ્ટીગ માટેની લેબની સુવિધા વિકસાવાય તો કચ્છને તો તેનો લાભ મળે જ મળે પણ અન્ય જિલ્લાઓના રિપોર્ટ પણ અહી જડપથી થઈ શકે તેવુ માળખુ પણ ઉપલબ્ધ રહેલુ છે. સ્વાઈનફલુ વખતે પણ પુના રીપોટ મોકલવા પડતા હતા જે સબબ તત્કાલીન કચ્છ કલેકટર મહેન્દ્ર પટેલે સુજબુજ સાથે સરકારનેદરખાસ્ત મોકલાવી, તત્સમયના આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરી ખુદ ભુજ પહોચીઆવ્યા, સિવિલની મુલાકાત લીધી, અને તાબડતોડ સ્વાઈનફલુ માટેની પરીક્ષણની સુવિધા ભુજમાથી શરૂ કરાવી દીધી, જે સ્વાઈનફલુને ફેલાતોઅટકાવવામાં આર્શીવાદરૂપ બની ગઈ હતી. જો કે, બીજીતરફ કેટલોક આખાબોલો વર્ગ એવી પણ ટકોર કરી રહ્યો છે કે, તત્કાલીન કલેકટર મહેન્દ્ર પટેલ અને શંકરભાઈ ચૌધરી જેવી સમયસુચકતા હાલમાં દાખવે તેવા સ્થાનીકના રાજકારણીઓ કયા? પાંકે કુરો..પાંકે કુરોમાં જ રચ્યાપચ્યા રહેતા કચ્છના રાજકારણીઓ સમય વર્તે સાવધાનના સુત્રને કયારે સમજશે? કોરોનાને ડામવા ટેસ્ટીગ વધારવુ જ છે જરૂરી તે એકને એક બે જેટલી જ સાચી વાત છે. કચ્છમાં આરટીપીસીઆર ટેસ્ટના રીપોર્ટનો સમય ૪૮ કલાકને બદલે થઈ ગયો છે ત્રણથી ચાર દીવસનો..રીપોર્ટ આવે ત્યા સુધીમાં તો દર્દીએ શ્વાસ છોડી દીધા હોવાનાી સર્જાઈ શકે છે ગંભીર સ્થીતી એ ન ભુલવુ જોઈએ.કોરોનામા પણ રોગને ફેલાતો અટકાવવા ટેસ્ટીગ છે જરૂરી તો જ ટ્રેસીગ અને ટ્રીટમેન્ટ બનશે સંભવ : હાલમા કોરોનાના રીપોર્ટનો સમય ત્રણથી ચાર દીવસ થવા પામી ગયો છે, આવામાં તો રોગ ફલાઈ પણ શકે અને મૃતકાંક વધી પણ શકે કચ્છમા અટલ મહેલ જેવી આધુનીક સિવિલ હોસ્પીટલનુ માળખુ હયાત છે, અહી કોરોના લેબ ટેસ્ટ શરૂ કરવાની દીશામાં વિચારાય તે ઈચ્છનીય અને હિતાવહ કહી શકાય તેવી વાત છે.