તાલિબાનનો આતંક યથાવત્‌ : કાબૂલમાં રાષ્ટ્રપતિ ભવન પાસે રોકેટ છોડ્યા

0
15

(જી.એન.એસ.)કાબૂલ,અફઘાનિસ્તાનનું પાટનગર કાબુલ ફરી એક વખત વિસ્ફોટથી ધ્રુજી ઉઠ્યુ છે. મંગળવાર સવારે કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન પર રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલો તે સમયે થયો જ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગની બકરી ઇદની નમાજમાં ભાગ લઇ રહ્યા હતા.અફઘાનિસ્તાન મીડિયા રિપોર્ટ અનુસાર, સ્થાનિક સમય અનુસાર આ હુમલો સવારે ૮ વાગ્યાની નજીક થયો હતો, જે જગ્યા પર વિસ્ફોટ થયો તે રાષ્ટ્રપતિ ભવનની નજીક છે. આ હુમલાને લઇને માનવામાં આવી રહ્યુ છે કે હુમલાનો નિશાન અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની હોઇ શકતા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ભવન અને ગ્રીન જોનની આસપાસના વિસ્તારમાં ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યુ કે અફઘાનના પાટનગર કાબુલના રાષ્ટ્રપતિ ભવન પાસે ઓછામાં ઓછા ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇદની નમાજ સમયે રાષ્ટ્રપતિ ભવન પાસે કાબુલમાં બાગ-એ-અલી મર્દન, ચમન-એ-હોજોરી વિસ્તારમાં અને મનાબી બશારી વિસ્તારમાં રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે લાંબા સમયથી અહી સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.મહત્વપૂર્ણ છે કે બે દાયકા સુધી અફઘાનિસ્તાનમાં રહ્યા બાદ અમેરિકન સેના પરત ફરી ચુકી છે, જે બાદ તાલિબાન ઝડપથી કબજો કરી રહ્યુ છે. અમેરિકન અને નાટો સેન્યની ટુકડીઓ રવાના થયા સાથે જ તાલિબાનને ખતમ કરવા માટે અમેરિકાએ પશ્ચિમી દેશઓ સાથે મળીને યુદ્ધ લડ્યુ હતું, તે ફરી અફઘાનિસ્તાનના કેટલાક ભાગમાં પોતાનો કબજો કરવાનું શરૂ કરી ચુક્યુ છે.