(જી.એન.એસ)અમદાવાદ,તારક મહેતા કા ઉલટા ચશ્મામાં જેઠાલાલના સાળા સુંદરલાલનું પાત્ર ભજવતાં મયુર વાકાણીને કોરોનાનો ચેપ લાગ્યો છે. મયુર વાકાણી ગુજરાતના લોકપ્રિય કલાકારોમાંથી એક છે અને તે શોમાં દયાભાભીનું પાત્ર ભજવતાં દિશા વાકાણીનો ભાઈ પણ છે. તેમને કોરોના થયો છે. મયુર વાકાણીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. મયુર વાકાણી થોડા સમય પહેલા જ મુંબઈમાં તારક મહેતાના એપિસોડનું શૂટિંગ કરી પરત ફર્યા હતા. ત્યારબાદ અમદાવાદમાં તેમને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. મયુર વાકાણી હાલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ છે.