તારક મહેતામાં ભીડેનો રોલ કરતાં મંદાર ચાંદવાદકર થયા કોરોના સંક્રમિત

(જી.એન.એસ)મુંબઈ,તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મિસ્ટર ભિડે એટલે કે મંદાર ચાંદવાદકરને કોરોના આવ્યા છે. અત્યારે મંદાર અને તેની ફેમિલી હોમ ક્વારેન્ટાઇન છે અને તેની સારવાર ચાલી રહી છે. પોતાની તબિયતને લઇ મંદારે વિસ્તારથી વાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ એસિમ્પટોમેટિક છે અને ઝડપથી સ્વસ્થ થવાની કોશિશ કરી રહ્યા છે.
મંદારે કહ્યું, હા મારો ટેસ્ટ રિપોર્ટસ કોરોના પોઝિટિવ છે પરંતુ હું એસિમ્પટોમેટિક છું. હું બધાં જ પ્રિકોશન્સ લઇ રહ્યો છું જે મને ડૉકટરે કહ્યું છે અને બીએમસીએ જે ઇન્સ્ટ્રકશન આપ્યા છે તે પણ ફોલો કરી રહ્યો છું. મારી તબિયત સારી છે અને કેટલીક હદ સુધી હું ફિટ અને ફાઇન મહેસૂસ કરી રહ્યો છું.મંદારે કહ્યું, હું પહેલાં જ આઇસોલેટ થઇ ગયો હતો. ટેસ્ટ રિપોર્ટસ આવતા પહેલાં જ આ પગલું ઉઠાવ્યું હતું કારણ કે મને લાગી રહ્યું હતું કે હું ઇન્ફેક્ટ થયો છું. હાલ હું અને મારું ફેમિલી અમારું ધ્યાન રાખી રહ્યા છે અને આશા છે કે હું ઝડપથી શુટિંગ પર વાપસી કરીશ.