‘તાઉ તે’નું સંકટ : ડીપીટી-કંડલા પોર્ટ ઠપ્પ : રાજયમંત્રી દોડી આવ્યા : સીએમ રૂપાણીએ કરી ટેલીફોનિક સમીક્ષા

રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિર-ચેરમેન શ્રી મહેતાની ઉપસ્થિતીમાં સિગ્નલ સ્ટેશન ખાતે યોજાઈ રીવ્યુ બેઠક : કચ્છ કલેકટરશ્રી, ડીડીઓશ્રી અંજાર નાયબ કલેકટર, પૂર્વ કચ્છ એસપીશ્રી, ડીપીટી ડે.ચેરમનશ્રી સહિતનાઓ રહ્યા ઉપસ્થિત

તાકાતવાર વાવાઝોડા સામે પણ કંડલામાં કામગીરીના આંશીક ધમધમાટ સામે રાજ્યમંત્રીએ કરી લાલઆંખ : પોર્ટની થોડીઘણી ચાલતી કામગીરી પણ અગમચેતીના ભાગ રૂપે કરાવી બંધ : દરેક વખતે સબસલામત હૈ.ની ગાજરની પીપુડી વગાડતા ગાંધીધામના મામલતદારને પણ લીધા આડેહાથ : પોર્ટ ચેરમેન, પૂર્વ કચ્છ એસપીને વાવાઝોડા સંદર્ભેની ગાઈડલાઈન ચુસ્ત પણે અનુસરવા વાસણભાઈ આહિરે કર્યો નિર્દેશ

ગાંધીધામ : લક્ષ્યદ્વીપ પાસે સર્જાયેલ વોલ માર્ક લો પ્રેસર હવે તાઉતે વાવાઝોડામાં પરીવર્તિત થવા પામી ચુકયુ છે અને આજે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ આ તાકાતવાર વાવાઝોડુ ગુજરાતના કાંઠાળ વિસ્તારને સ્પર્શશે અને અહી તેની વિપરીત અસરો થવાની ભીતીઓ હવામાન વિભાગ સહિતનાઓએ દર્શાવી દીધી છે ત્યારે દેશના મહાબંદર પૈકીના એક એવા દિનદયાલ પોર્ટ ટ્રસ્ટમાંનુ પ્રસાસન પણ તમામ મોરચે સજજ થઈ ચૂકયુ છે.
તો બીજી તરફ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પણ ૧૨ વાગ્યાના અરસામાં પોતે રૂબરૂ પોર્ટ વિસ્તારની મુલાકાતે દોડી ગયા હતા. વાવાજોડાની અસરના પગલે. પોર્ટની તમામ હલચલ બંધ કરાવાઈ હતી. તેઓની સાથે જિલ્લા કલેકટર પ્રવીણા ડીકે, અંજાર ડે.કલેકટર ડો.વિમલ જોષી, પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ, ડીવાયએસપી શ્રી વાઘેલા, ડીપીટી ડેપ્યુટી ચેરમેન નંદીસ સુકલા, તથા અન્ય અધિકારીઓ પણ સાથે જોડાયા હતા. અને રાજ્યમંત્રીશ્રીએ આજરોજ પોર્ટમાં થોડીગણી આંશીક ગતીવીધી ચાલુ હતી તેને પણ સદંતર બંધ કરાવી હતી તો પોર્ટ પ્રસાન ઉપરાંત સ્થાનીક વહીવટી તંત્રને પણ જરૂરી કડક સુચના આપી અને જાનમાલનો નહીવત નુકશાન થવાની સરકારની પ્રાથમીકતાની ચુસ્ત અમલવારી કરવાની જરૂરી સુચનાઓ આપી હતી.આ બાબતે કંડલા પોર્ટના પીઆરઓની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, ગઈકાલ રાત્રી સુધીમાં ૪ નંબરનુ સિગ્નલ લગાવાયુ હતુ જયારે આજ રોજ ૮ નંબરનુ ભયજનક સિગ્નલ કંડલા પોર્ટ પર લગાવાઈ ગયુ છે અને તે અનુસાર તમામ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. અહીથી નીંચાણવાળા વિસ્તારો ખાલી કરી દેવાયા છે. લોકોનુ સ્થળાંતર કરી દેવામા આવ્યુ છે. ભારતીય વિદ્યા મંદીર, ડીપીટી ગોપાલપુરી સોસાયટી સહિતના વિસ્તારોમાં જયા આશ્રય સ્થાનો અન્યત્ર બનાવાયા છે ત્યાં લોકોને સ્થળાંતરીત કરી દેવાયા છે. તો વળી આજ રોજ સવારથી જ પોર્ટ પર સ્થિતીનો તાગ મેળવવા માટે ચેરમેનશ્રી એસ કે મહેતાની ટીમ ખુદ ધસી ગઈ છે અને તમામ પ્રકારની અગમચેતીની કામગીરીની જાત સમીક્ષાઓ કરવામા આવી રહી છે. ઉપરાંત આજ રોજ કંડલા પોર્ટના સિગ્નલ સ્ટેશન ખાતે આજ રોજ રાજયમંત્રી વાણસભાઈ આહીર તથા ડીપીટી પોર્ટ ચેરમેન એસ. કે મહેતાના અધ્યક્ષસ્થાને ડીપીટી કંડલા દ્વારા પોર્ટ વિસ્તારમં વાવાજોડાની નહિવત અસર અને નુકસાની થાય તે માટેના ઘડાયેલા એકશન પ્લાનની અમલવારી બાબતે રીવ્યુ બેઠક પણ યોજવામાં આવી હતી.

વિજયભાઈનો કચ્છ સ્નેહ-ચિંંતા છાની ન રહે…!

સ્થાનિક અન્યો પર વાવાજોડાની તૈયારીઓ છોડી દેવાના બદલે વાસણભાઈને ખુદ જાત સમીક્ષા માટે મોકલવાયા : એટલુ માત્ર જ નહી ટેલિફોનીક વાતચીત કરી અને પૂર્છા પણ કરી : તોક’ તે સામે કંડલા-ગાંધીધામ સંકુલસુરક્ષિત-સજજ છે : સીએમશ્રીને વાસણભાઈ આહિરએ આપ્યો જાત સમીક્ષાનો ચિત્તાર

ગાંધીધામ : કચ્છના સુખ-દુખના સાચા સાથી વિજયભાઈ રૂપાણીનો કચ્છ પ્રેમ અને ચિંતા કદાપી છાની ન રહે. તેઓએ તોકતે વાવાજોડામાં સૌરાષ્ટ્ર સહિત ગુેજરાત આખાની ચિંતા કરવાની છે તે દરમ્યાન જ કચ્છને પણ તેઓએ જરા સહેજ પણ તકલીફ-પીડા વાવાજોડામાં ન ભોગવવી પડે તેની પણ સમાંતર ચિંતા સેવી છે. આજ રોજ કચ્છી રાજયમંત્રી વાસણભાઈ આહિર ખુદ કંડલા સંકુલની મુલાકાતે આવ્યા હતા અને શ્રી આહીરની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, થોડી ઘણી મુવમેન્ટ ચાલુ હતી તે અહી બંધ કરાવી છેી, જાત સમીક્ષાઓ કરી છે, માછીમારો-અગરીયાઓને સ્થળાંતરિત કરી દેવાયા છે, તેમ જણાવી અને તંત્રનેપણ જરૂરી સુચનો આપ્યા છે. વાસણભાઈની જાત સમીક્ષા સમયે જ વિજયભાઈએ તેઓને ફોન કરી અને કચ્છ અને કંડલાની સ્થાનિક સ્થિતીની માહીતીઓ મેળવી હતી. જેમાં વાસણભાઈએ કહ્યુ હતુ કે, ડીપીટીના ચેરમેનશ્રીના જણાવ્યા મુજબ નલીયા-ગાંધીધામ-કંડલા સંકુલને હવે વધુ ખતરો નથી રહ્યો છતા તંત્ર સ્ટેન્ડ ટુ જ રહેલ હોવાની માહીતી સાથે વાસણભાઈએ કરેલી જાતસમીક્ષાનો ચિત્તાર સીએમશ્રીને આપ્યો હતો.વાસણભાઈએ ટેલીફોનીક ચર્ચામાં સીએમને વધુમાં જણાવ્યું કે, મીઠાના અગરીયાઓ તથા માછીમારો મળીને કુલ ૨૫૦૦૦ લોકોની સ્થળાંતર સુરક્ષીત સ્થળે કરાયું હતું તેમના ભોજન સહીતની સુચારું વ્યવસ્થા થઈ ગઈ છે ઉપરાંત પોર્ટ પ્રસાશન, સ્થાનીક તંત્ર ખડે પગે તૈનાત જ રહેલું છે.

કંડલા બંદર પર ૮ નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું : રાત સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની સ્થિતી સામે પોર્ટ – સ્થાનિક વહીવટીતંત્ર સાથે તમામ મારચે સજજ

ફોર્સ મેજરની જાહેરાત માટે ચેરમેનશ્રીએ દર્શાવી સહમતી

ગાંધીધામ : આજ રોજ ડીપીટી કંડલાના ચેરમેનશ્રી દ્વારા યુજર્સ સાથેની સમીક્ષા બેઠક સાયકલોનને પગલે યોજી હતી જેમાં આજ રોજ બપોરે ૩ વાગ્યાથી પોર્ટ ઓપરેશન બંધ કરવાનો અગમચેતીનો નિર્ણય લેવાયો છે.લોકો અને સાધનો બધા જ પોર્ટ વિસ્તાર બહાર ખસેડી લેવામા આવશે.રાત્રી સુધીમાં જે વેશલ્સ કમ્પલીશન કરી લેશેે તેને કામ કરવાની છુટ બાકી બંધ. બર્થ પર રહેલા વેશલ્સ પણ રીમુવ કરવામા આવશે. અને ખાડ-ખંભાતથી દુર થઈ શકે.ચેરમેનશ્રી દ્વારા ફોર્સ મેજર ડીકલેર કરવાની સહમતી દર્શાવાઈ રહી છે. સાયકલોન બાદ પ્રોડટીવીટી નિયમો-રાહત બાબતે ચર્ચા કરી નીર્ણય લેવામા આવશે.

સ્થળાંતરીત કરાયેલ લોકોને આશ્રય સ્થાનમાં ફુડ પેકેટ – ભોજનની વ્યવસ્થા ગાંધીધામ સંકુલના પ્રખ્યાત સેવાભાવી નીલકંઠ ગ્રુપ તથા બાબુભાઈ હુંબલ તથા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે સંભાળી

મીઠાના અગરીયાઓને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા છે : શામજીભાઈ કાનગડ

ગાંધીધામ : તોકતે વાવાજોડુ ગુજરાત તરફ ફંટાઈ રહ્યુ છે ત્યારે દેશને ૭૦ ટકા મીઠુ પુરૂ પાડનાર કચ્છ-ગુજરાતના સોલ્ટ એસો.ના અગ્રણી શામજીભાઈ કાનગડને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, વાવાજોડાની આફતને અવગણી શકાય નહી. અમે મીઠાના અગરીયાઓને કંડલા વિસ્તાર તથા જોગણીનાર સહિતમાંથી ૧૦૦ ટકા સુરક્ષિત સ્થળે ખસેડી લીધા છે. જાન-માલની નુકસાની ટાળવી તે અમારી પ્રાથમિકતા રહેલી હોવાનુ શ્રી શામજીભાઈએ જણાવ્યુ હતુ. મીઠાને નુકસાન થશે પણ હાલમાં લોકોના જીવ જ પ્રાથમિકતા હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ.

તકેદારીના ભાગ રૂપે આજે બપોરે ૧૨.૦૦ વાગ્યાથી કાલે બપોરે ૨.૦૦ વાગ્યા સુધી કંડલા એરપોર્ટ કરાયું બંધ : જો કે રાહત બચાવ તથા ઈમરજન્શી ફલાઈટ રહેશે ચાલુ

૮ નંબરના સિગ્નલની શું છે ભયાવહતા..?

ગાંધીધામ : ડીપીટી કંડલા પોર્ટ પર પણ આજ રોજ આઠ નંબરનુ સિગ્નલ લગાવી દેવામા આવ્યુ છે. તાઉતે આજે રાત્રે ત્રાટકે તે પહેલા આ સિગ્નલ લગાવાયુ છે. જહાજ અને શિપને એલર્ટ કરવા માટે આ સિગ્નલ લગાવામા આવતા હોય છે. કેટલા દેશોમાં ઝંડાઓ વહેવાડાવ છે જયારે ભારતમાં દીવસ- અને રાત દરમ્યાન અલગ અલગ સાઈન રજુ કરવામા આવતી હોય છે. દીવસના સિગ્નલમાં સિલિન્ડર અને કોન્સ લગાવાય છે જયારે રાત્રીના લાલ અને સફેદ લેમ્પ દર્શાવાતા હોય છે. ભારતમાં ૧થી૧૧ નંબર સુધીના સિગ્લનની સાયકલોનીક તોફાનની સિસ્ટમ અમલી બનાવાયેલ છે. આઈએમડી વિભાગ પોર્ટને સામાન્ય રીતે દિવસમાં ચાર વખત અને સાયકલોનની અસર તળે ત્રણ કલાકમાં એક વખત અપડેટસ મોકતલુ રહે છે. સિગ્નલ આઠ નંબરનો અર્થ વેરી ડેન્જર અતિ ખતરાજનક વોર્નિંગ કહેવાય છે. સાયકલોન હવે સિવિયર અને અતિ સિવીયર બની રહ્યુ છે. અને તે પોર્ટ તરફ ત્રાટકી રહ્યુ હોવાનો સંકેત આપે છે.

ડીપીટી કંડલાના ત્રણ કન્ટ્રોલ રૂમ ધમધમ્યા

ગાંધીધામ : ડીપીટી કંડલામાં તોકતેને પગલે ત્રણ ત્રણ કન્ટ્રોલરૂમ આજથી શરૂ થઈ જવા પામી ગયા છે. એક કન્ટ્રોલ રૂમ સિગ્નલ સ્ટેશન ખાતે તૈનાત કરાયો છે જેના ઈન્ચાર્જ અને નોડેલ ઓફીસર શ્રી એચ એસ યાદવ છે. અહી એક મોબાઈલ નંબર, બે લેન્ડલાઈન નંબર ઉપરાંત એક સેટેલાઈટ ફોન પણ કાર્યરત કરી દેવાયો છે. જેથી કોમ્યુનિકેશન ગેપ ન આવવા પામે. આ ઉપરાંત એક એ.ઓ. બિલ્ડીગ કંડલા ખાતે અને એક વાડીનાર ખાતે કન્ટ્રોલરૂમ શરૂ કરી દેવામા આવ્યો છે.

કોમ્યુનિકેશન ગેપ ન આવે તે માટે એક સેટેલાઈન ફોન પણ રખાયો સજજ