‘તાઉતે’ સામે ગુજરાત સ્ટેન્ડ ટુ : સીએમ

તાઉતે વાવાઝોડું અમદાવાદથી ર૧૦ કીમી કેન્દ્રીત છે, ૧૦પથી ૧૧પ પ્રતી કલાક ઝડપથી આગળ ધપી રહ્યુ છે : વાવાઝોડાથી થયેલ નુકસાન-રાહત સહિતની કામગીરીનો સીએમ દ્વારા અપાયો ચિત્તાર : રાજુલા-જાફરાબાદ-ખાંભા સહિતના અમરેલીના વિસ્તારો વધુ અસરગ્રસ્ત થયા : રાજયમાં હજુ સુધી કોઈ જ વિસ્તાર નથી થયો સંપર્કવીહોણો

ગાંધીનગર : ગુજરાતના દરિયાકાંઠે ગત મોડી રાત્રે વાવાઝોડું ટકરાયા બાદ તેની રફતાર અગર પડી રહી છે વિસ્તારોમાં આગળ વધશે. હાલમાં વાવાઝોડા ને કારણે પ્રતિ કલાક ૧૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડાની તીવ્રતા નબળી પડી રહી છે. રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિ અંગેની તેમજ નુકસાન અંગેની સમીક્ષા કરવામાં આવ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડું ચંડી રફતાર પ્રમાણે જુદા જુદા વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડા અને વિવિધ કારણોસર અત્યાર સુધીમાં વાપી રાજકોટ અને અમરેલી જિલ્લામાં એક એક વ્યક્તિનું એમ કુલ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નિપજયા છે.મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજ રોજ કહ્યુ હતુ કે, આજે રાત્રી સુધીમાં આ વાવાજોડુ અલગ અલગ વિસ્તારોમાં રાજયમાં આગળ વધશે. ગઈકાલે હવાની તેજ ગતિ ૧૬પ જેટલી હતી. હાલમાં ૧૦પ જેટલી ગતી ચાલી રહી છે એટલે વાવાઝોડુ સહેજ નબળુ પડયુ છે. પરંતુ આટલા બધા કલાક હવા અને વાવાઝોડુ ચાલે તો સ્વાભાવિક છે કે, ઘણી બધી બાબતો આપણા માટે ચિંતાજનક બની છે. પરંતુ તંત્રની એડવાન્સ પ્લાનીગ છેલ્લા ત્રણ દિવસથી જે આપણે કરતા હતા તેને કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી. બહુ મોટી કોઈ જાનહાની પણ થવા પામી નથી. અગાઉ વાયુ અને મહા બે વાવાઝોડામાં આપણે તૈયારીઓ કરી હતી પરંતુ તેઓ ઓમાન તરફ ફંટાઈ ગયુ હતુ આ વખતે પણ આપણે તૈયારીઓ એવી જ કરી રાખી હતી પરંતુ તે લેન્ડફોલ ગુજરાતમાં જ થયુ છે. જો કે તૈયારી અને પ્લાનીંના લીધે વાવાજોડાની તબાહીથી બચી શકયા છીએ. મોટી ચિંતા હતી તે કોવિદની હતી, ઓકિસજન સહિતની કોઈ જ રૂકાવટ થવા પામી નથી. એક ભાવનગરમાં પાવરના લીધે સહેજ સમસ્યાઓ થઈ હતી પણ તે કામગીરી ચાલુ છે અને ત્યા બફર સ્ટોક હતો એટલે આપણી ડીલીવરી કયાય અટકી નથી. આપણી ૧૪૦૦ કોવિદ હેાસ્પિટલ છે જેમા લગભગ ૧૬ હોસ્પિટલમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમા ૧રમા પૂર્વવત કરી દેવાયો છે ચાર હોસ્પિટલમાં જનરેટર ઉપર કામ હાલમા ચાલી રહ્યુ છે. આપણે બે લાખ લોકોનુ સ્થળાંતર કર્યુ છે. કોવિદ દર્દીઓની સારવાર બરાબર ચાલી જ રહી છે. ચાર હોસ્પિટલમા વીજપુરવઠો ખોરવાયો છે તેનુ પણ કામ ચાલુ છે. તેવી જ ર૪૩૭ ગામોમાં વીજપુરવઠો રાજયમાં કપાયો છે જેમાથી ૪૮૪ ગામમાં પુનઃ સ્થાપિત કરી દેવાયો છે અને અત્યારે બધી ટીમો કાર્યરત થઈ છે. સબસ્ટેશનો રર૦ કેવીથી ઉપરના પણ બે મોટા સ્ટેશન બંધ પડયા છે તે બધાનુ કામ ઝડપથી પૂર્વવત કરવાનુ ચાલી રહ્યુ છે. લગભગ અત્યાર સુધીમાં ૧૦૮૧ થાંભલા પડયા, ૧પ૯ રસ્તાઓને નુકસાન થયુ, લગભગ ૪૦ હજાર વૃક્ષો પડયા, ૧૯૬ રસ્તાઓ બંધ થયા છે તેમાંથી મોટાભાગના ચાલુ કરી દેવાયા છે, બાકીના રસ્તાઓ પણ ઝડપથી શરૂ કરવામાં આવી રહ્યા છે, ટીમો કાર્યરત છે, લગભગ અંદાજ મુજબ ૧૬પ૦૦ કાચા મકાનો અસરગ્રસ્ત થયા છે, જેને પણ સર્વે કરાઈ રહ્યુ છે, જે વિસ્તારોમા ૧૦૦થી વધુ પવનની ઝડપથી ત્યા સર્વે હાથ ધરી નુકસાનની અદાજ મેળવી રીસ્ટોર કરવાનો પ્રયાસ કરીશુ. હાલમાં આપણી પાસે જે માહીતી આવી રહી છે તે મુજબ લગભગ વરસાદ પણ ૩પ તાલુકામાં તથા બગસરામા લગભગ ૯ ઈંચ જેટલો, ઉનામાં ૮ ઈંચ, સાવરકુંડલામાં ૭ ઈંચ, અમરેલીમાં પાંચેક ઈંચ, રાજુલા-ખાંભામાં પાંચ ઈંચ, અમરેલી વિશેષ વરસાદ નોધાયો છે. બાકી ૧થી ૩ ઈંચ વરસાદ ૩પ તાલુકામાં પડયો છે. આજે પણ અગત્યના જિલ્લા કે જયા વાવાજોડની રફતાર વધવાની છે ત્યા કલેકટરશ્રીથી વાત કરી છે, ડીડીઓથી વાત કરી છે, પ્રાંત અધિકારીઓ સાથે પણ સંપર્ક કર્યો છે, આખેઆખુ તંત્ર હજુય સ્ટેન્ડ ટુ છે. નાની મોટી જે કંઈ આવશ્યકતા પડે તેની સામે તંત્ર કામ કરે છે. પાણી પુરવઠા, વીજપુરવઠો, રસ્તા, સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આપણે પશુપાલન વિભાગ પણ સક્રીય જ રહ્યો છે.મોટાભાગના ઢોર ઢાંખરને આપણે સલામત સ્થળે લઈ ગયા છે. નીંચાણવાળા વિસ્તારોમાંથી જે સ્થળાંતર કરાયા છે તે લોકોને સારી રીતે ભોજન-નાસ્તા સહિતની વ્યવસ્થાઓ પુરી પારી છે. ૧ વાપી, ૧ રાજકોટ જિલ્લામાં, ૧ ગારીયાધારમાં મળી કુલ્લ ત્રણ લોકોના મોત થયાના આંકડાઓ આવ્યા છે. આ પહેલા પંકજકુમાર અધિક સચિવે વાત કરતા ક્હયુ હતુ કે, ગત રાત્રીના રોજ અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ભાવનગર અને બોટાદ બધા વિસ્તારમાં ખુબ ઝડપથી અને તીવ્રતા સાથે પવન ફુંકાયો હતો. હાલમાં પણ અમુક વિસ્તારમાં ૧૦૦ કીમી પ્રતિકીમીથી વધુ ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે. અમદાવાદ જીલ્લાના ધંધુકા અને ધોળકા વિસ્તારમાં પણ પવન ફુંકાય છે. અમદાવાદ તરફ વાવાજોડુ ધીમી ગતીએ આગળ વધી રહ્યુ છે. ૧૦પથી ૧૧પ કીમીની ઝડપે આગળ વધી રહ્યુ છે. આજે રાત્રી સુધી ખુબ જ તકેદારી રાખવાની જરૂરીયાત દર્શાઈ રહી છે.