‘તાઉતે’ સંકટ : પૂર્વ કચ્છ હજુ સુધી સબસલામત

દીનદયાલ પોર્ટ કંડલા પર ૮ નંબરનું સિગ્નલ યથાવત : નીંચાણવાળા વિસ્તારના લોકોને આશ્રયસ્થાનમાં ભોજન – નાસ્તા સહિતની અપાઈ રહી છે સુચારૂ સેવા

પોર્ટ પ્રસાસન તાઉતે સામે હજુય સજજ છે, આજ રાત્રે-સાજે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે : ડીપીટી-કંડલા પીઆરઓ : ગાંધીધામ તાલુકા વિસ્તારમાં નુકસાનીના કોઈ જ વાવળ નથી, તંત્ર હજુય ખડેપગે સજજ છે : ચિરાગ હિરવાણીયા (મામલતદારશ્રી ગાંધીધામ)

સાંજ સુધી કચ્છ દરિયાઈકાંઠા વિસ્તારમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસવાની મળી છે હવામાન વિભાગની સુચના : વાવાઝોડાના પવન-ગતિ પડયા નબળા : ૮ કીમી પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યુ છે વાવાઝોડુ : આજ રાત્રી સુધી વાવાઝોડાની રહેશે અસર : કચ્છનું તંત્ર તમામ મોરચે એલર્ટ

ગાધીધામ : તાઉતે વાવાઝોડું ગત રાતે લેન્ડફોલ થઈ ગયુ છે અને અમરેલી સહિતના વિસ્તારોમાં તેની વ્યાપક અસર ગત રોજ જોવામાં આવી હતી. એકંદરે આ તાઉતે થકી મોટી તબાહી થવા પામી નથી અને વૃક્ષો ધરાશીય થવા, વીજપોલ પડી જવા, કાચા મકાનોને નુકસાની થવા સહિતની નાની મોટી નુકસાની થવા પામી છે. દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર કચ્છમાં ખાસ કરીને પૂર્વ કચ્છ વિસ્તારમાં તાઉતે વાવાઝોડાની કેાઈ વિપરીત અસર અત્યાર સુધી જોવા મળી નથી. આ બાબતે કંડલા પોર્ટ ડીપીટીના પીઆરઓની સાથે વાતચીત કરવામાંઆવતા તેઓએ કહ્યુ હતુ કે, આજે પણ પોર્ટ પર આઠ નંબરનુ સિગ્નલ યથાવત જ રાખવામા આવ્યુ છે અને તે અનુસારના અગમચેતીના પગલાઓ લેવામા આવી રહ્યા જ છે. નીચાળવાળા વિસ્તારના લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે અને તેઓના ભોજન-ચા નાસ્તા સહિતની વ્યવસ્થાઓ સુચારૂ રીતે કરવામાં આવી જ રહી છે. આજે રાત્રી અને મોડી સાંજ સુધીમાં કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવા અહેવાલો હોવાથી તંત્ર અને પોર્ટ પ્રસાસન તમામ રીતે સાબદું જ હોવાનુ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યુ હતુ. બીજીતરફ ગાંધીધામ તાલુકાના મામલતદારશ્રી હિરવાણીયાને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, ગત રોજથી આજ વહેલી સવાર સુધી વાવાજોડાના લીધે ગાંધીધામ તાલુકા વિસ્તારમાં કયાય જાન-માલની નુકસાનીના સમાચાર નથી. સબ સલામત હેની જ સ્થીતી બનેલી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, આજે રાત્રીના વાવાજોડાની સહજે અસર કચ્છમાં વર્તાય તેવી આગાહી છે અને તાલુકાનુ તંત્ર આ બાબતે તમામ મોરચે સજજ જ રહેલુ હોવાની પ્રતિક્રીયાઓ તેઓએ આપી હતી.

વાવાઝોડાગ્રસ્તની વહારે સુધરાઈના નગરસેવકની સેવા સરાહનીય

અમુક ઝભ્ભાલેંગાધારીઓ-કાઉન્સીલરો ચુંટાઈ ગયા બાદ તુ કોણ અને હું કોણની જ અપનાવી રહ્યા છે નીતી રીતી જયારે વોર્ડ ન. પાંચના કાઉન્સીલર તેજલભાઈ શેઠ કરી રહ્યા છે સાચી સેવા

ગાંધીધામ : ચુંટણીઓ પૂર્ણ થાય અને ચુંટાઈ ગયા બાદ જાણે કે ગરજ પુરી એટલે વૈધ પણ વેરીનો તાલ થવા પામી રહેતો હોય છે. ચુંટાયા બાદ મતદારો અને આમપ્રજાજનોને મોટાભાગે રાજકારણીઓ ભુલી જ જતા હોય છે તે વચ્ચે જ હાલમાં વાવાજોડા ગ્રસ્ત વિસ્તારના લોકોની મદદે ગાંધીધામ નગરપાલીકાના વોર્ડ પાંચના કાઉન્સીલરની સેવા પ્રરણાદાયી રહેવા પામી છે. નગરપાલીકાના કાઉન્સીલરની વાવાઝોડા ગ્રસ્ત લોકો માટેની સેવા પણ સરાહનીય બની જવા પામી છે. વાવાઝોડાની સંભવત આફતની સામે પહોચી વળવા માટે તંત્ર દ્વારા તો તકેદારીના ભાગરૂપેની કામગીરી કરવામાં આવી જ રહી છે ત્યારે સુધરાઈના નગરસેવક વોર્ડ નંબર પાંચના તેજલભાઈ શેઠ પણ ફુડ પેકેટસ તથા ભેાજન સહિતની સુચારૂ વ્યવસ્થાઓ માટે સક્રીયતા સાથે પ્રેરણાદાયી સેવા કરી રહ્યા છે.