તાઉતે વાવાઝોડાની એક્ઝિટઃ એસટી દ્વારા ૧૦૦૦ બસો શરુ કરાઇ

ગાંધીનગર,તા.૧૯ ગુજરાતમાં વાવાઝોડુ અમદાવાદ થઈને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાથી સમગ્ર ગુજરાતની એસટી બસના રૂટ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યાં હતા. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. તાઉ તેની અસર ઓછી થતા ST વિભાગે ફરી એકવાર મોટો નિર્ણય કર્યો છે. સારા રોડ રસ્તા હોય ત્યાં એસટી બસ શરૂ કરવા સૂચના આપી દેવામાં આવી છે. ભાવનગર, અમરેલીમાં સર્વે કરી બસ શરૂ કરાશે. ૧૨૫ ડેપોની ૧૦૦૦ ST બસ શરૂ કરી દેવાઈ છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી અને ભારે વરસાદથી કુલ ૪૫૮ રસ્તાઓને અસર થઈ બંધ થઈ ગયા હતા. જે ૩૬૧ રસ્તાઓ માર્ગ-મકાન વિભાગ દ્વારા ૧૮મીની સાંજે ૪ વાગ્યા સુધીમાં પુનઃ શરૂ કરાયા છે, હજી ૧૧૨ રસ્તા બંધ હાલતમાં છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે, તાઉ તે વાવાઝોડાની અસર ઓછી થતા એસ ટી વિભાગે ગઈકાલનો નિર્ણય બદલ્યો છે. હાલ રાજ્યના તમામ ડેપોમાં તેની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, રસ્તાઓ વેરવિખેર કરી નાંખ્યા હતા. હવે જે જગ્યાએ રસ્તા સારા હોય અને કોઈ અડચણ ન હોય ત્યાં એસ ટી બસના રૂટ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. ભાવનગર અને અમરેલીમાં સર્વે કરી રૂટ ચાલુ કરવા સૂચના અપાઈ છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે.રાજ્યનું એસટી વિભાગ હવે રાજ્યમાં રસ્તા સારા હોય ત્યાં સવારથી બસ સેવા ડેપો દ્વારા શરૂ કરી શકાશે તેવી જાહેરાત કરી છે. તેમજ રાજુલા, બગસરા અને ઉના એસટી સ્ટેશન પર નુકશાન મોટા પ્રમાણમાં થયું છે. હાલ રાજ્યના ૧૨૫ ડેપોની મળી ૧ હજાર ટ્રીપો શરૂ કરી દેવાઈ છે.