‘તાઉતે’ના અસરગ્રસ્તોની વહારે વિરૂ સરકાર

મુખ્યમંત્રીએ ઉનાના ગરાળ ગામની મુલાકાત લઇ વાવાઝોડાથી થયેલ નુકશાની અંગેની સ્થિતિનો કયાસ મેળવ્યો

ગાંધીનગરઃ ગુજરાતના ૬.૫૦ કરોડ લોકોને માટે રાજ્યના પ્રજાપારાયણ મુખ્યપ્રધાન વિજયભાઈ કેટલા ચિંતીત છે તેનો સંવેદનશીલતાનો વધુ એક દાખલો આજે સામે આવવા પામી રહ્યો છે. તાઉતે વાવાઝોડાની આફત ગયાને ૪૮ કલાકનો સમય પણ માંડ વિતવા પામ્યો છે ત્યાં સીએમ રૂપાણી આજે સવારથી જ ખુદ ઉચ્ચ અધિકારીઓના કાફલાને લઈ અને રાજ્યના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાતે દોડી ગયા છે.વાવાઝોડાથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામે આજે મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણી ગામ માં થયેલ તારાજી આ અંગે નો તાગ મેળવીને ગામલોકો ના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડા ને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે.તદ્દનુસાર મુખ્યમંત્રી આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી