તાઉતેગ્રસ્ત વિસ્તારોમાં વીજતંત્ર યુદ્ધના ધોરણે સેવારત : સૌરભભાઈ પટેલ

જાફરાબાદ -રાજુલા સિવાય તમામ વિસ્તારો કરી દેવાયા છે પૂર્વવત : ૧૦ હજારથી વધુ કર્મચારીઓ કરી રહ્યા છે રીસ્ટોરેશનની કામગીરી : ખેતીક્ષેત્રમાં થયેલ નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે

ગાંધીનગર : આજ રોજ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે પ્રેસને સંબોધન કરતા કહ્યુ હતુ કે, આગામી ર૮મી સુધીમાં જાફરાબાદમાં વીજળી પૂર્વવર્ત કરી દેવાશે તે ઉપરાંત તાઉતેથી નુકસાની ગ્રસ્ત તમામ સ્થળોએ વિજળી પૂર્વવત થઈ ગઈ છે. તાઉતે બાદ સરકાર અને સીએમશ્રી દ્વારા મળેલી સુચના અનુસાર હોસ્પિટલ, ઓકિસજન પ્લાન્ટ, વોટરવર્કસ, સહિતને પ્રાથમિકતા અપાઈ અને આ તમામ ફરીથી ચાલુ થઈ જવા પામી છે. સરકારે કોવિદ હેાસ્પિટલમાં પહેલેથી જ ડીજી સેટ મુકાવ્યા હોવાથી કોઈને પણ તકલીફ પડવા પામી જ ન હોવાનુ શ્રી પટેલે જણાવ્યુ હતુ. ઓકિસ્જન પ્લાન્ટ તથા મોબાઈલ ટાવર પણ તમામ ફરીથી શરૂ થઈ જવા પામી ગયા છે. માત્ર જાફરા બાદ અને રાજુલા સિવાય રાજયમાં મોટાભાગે કામગીરી શરૂ થવા પામી ગઈ છે. ખેતીની વાત છે તો તેમાં અમરેલી સર્કલમાં ૬પ૪ ટીમો મોકલાઈ છે, ભાવનગર સર્કલમા ૩૦૦થી વધુ ગેગ, ગેટકોની મળી કુલ્લ ૧૦ હજારથી વધારે કર્મચારીઓ અમરેલી-ભાવનગર સર્કલમાં કામ કરી રહ્યા છે. તેઓએ કહયુ કે, ખેતીક્ષેત્રને માટે પણ અમારી ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. અને ખેડુતોની સિઝન ચાલુ થાય તે પહેલા જ રીસ્ટોરેશનની કામગીરી કરી લેવાશે તવો વિશ્વાસ ઉર્જાપ્રધાને આપ્યો છે.