તત્કાલીન વહીવટદાર આણી ગેંગનો ભાંડો ફુટવાની ઉલ્ટીગણતરી શરૂ : મુંદરાના ૮૦ કરોડના જમીન કૌભાંડમાં સરકારી રેકર્ડથી ચેડાનો થશે ઘટસ્ફોટ

માત્ર અને માત્ર સોગદનામાના આધારે સરકારી પડતર જમીન-વાડાઓને ભુ માફીયાઓને હવાલો કરી દેવાના કેસમાં પ્રાથમીક તપાસ રીપોર્ટમાં થશે ખુલાસો

ગાંધીધામ : ઔદ્યાગીક નગરી મુંદરા અને બારોઈ વિસ્તારમા તાજેતરમા જ બહુચર્ચાસ્પદ બનેલ અંદાજિત ૮૦ કરોડના જમીન કૌભાડની ચકચાર વચ્ચે જ અહીના  સીઈઓ સંદીપસિહ ઝાલાની એકતરફ બદલી થઈ જવા પામી હતી તો બીજીતરફ જિલ્લા કલેકટર કક્ષાએથી જ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઈ અને આ કેસની તપાસ જિલ્લાના ડે.ડીડીઓ શ્રી પ્રજાપતી તથા માંડવી-મુંદરાના પ્રાંત અધિકારી શ્રી ચોધરીને સંયુકત રીતે સોપી હતી. સરકારી જમીનો-વાડાઓને ખાનગી માલીકીમાં તબદીલ કરી અને તત્કાલીકન વહીવટદાર સહીતની ભ્રષ્ટ બની બેઠેલી ટોળકીએ મસમોટુ આયોજનબદ્ધ કૌભાંડ આચર્યુ હતુ. જેમાં હવે સયુકત તપાસનો પ્રારંભિક અહેવાલ જિલ્લા સમાહર્તા કક્ષાએ સુપરત થઈ ચૂકયો હોવાનુ મનાય છે અને તેમાં સરકારી રેકર્ડની સાથે ચેડા કરાયા હોવાનો ખુલાસો થવા પામે તેની ગણતરીઓ ગણાઈ રહી હોવાનુ જાણકારો માની રહ્યા છે. એટલે કહી શકાય કે, હવે તત્કાલીન વહીવટદાર આણી ગેગના ભ્રષ્ટ કારનામાનો ખુલાસો થવાની પણ ઉલ્ટી ગણતરીઓ શરૂ થવા પામી ગઈ છે.  જાે કે, આ બાબતે જિલ્લા કલેકટર કક્ષાએથી જેઓને તપાસ સોપાઈ હતી તેવા મહેસુલ વિભાગના ડે.ડીડીઓશ્રી પ્રજાપતિને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, પ્રારંભીક તપાસ એકાદ માસ પહેલા જ કરી લેવાઈ હતી. મને અને પ્રાંત અધિકારીશ્રી ચૌધરીને સયુકત રીતે આ બાબતેની તપાસ સોપાઈ હતી. અમે સ્થળ મુલાકાત લીધી, આધારોની ચકાસણીઓ કરતા પ્રાથમિક તબક્કે સરકારી જમીનોમાં રેકર્ડની સાથે ચેડા કરીને ખાનગીને અપાઈ હોવાનુ જણાવી આવી રહ્યુ હતુ. આ સબબનો પ્રાથમિક તપાસ રીપોર્ટ જિલ્લા સમાહર્તાને કદાચ સોપાઈ ગયો હોઈ શકે તેવી સંવભાના પણ શ્રી પ્રજાપતિ કે જેઓ છેલ્લા એક માસથી મેડીકલ લીવ પર રહેલા છે તેઓએ વ્યકત  કરી હતી. જિલ્લા સમાહૃતાને રીપોર્ટ સોપાઈ ગયા બાદ તે કક્ષાએથી વધુ જે રીતે દીશાનિર્દેશ અને માર્ગદર્શન મળશે તે અનુસાર ચોકકસથી ધોરણસરની કાર્યવાહી કરીશુ તેવો વિશ્વાસ શ્રી પ્રજાપતિએ દર્શાવ્યો હતો.

દોષિતો સામે ફોજદારી રાહે જ થવી જાેઈએ લાલઆંખ..!

ગાંધીધામ : સરકારી જમીનોને રેકર્ડની સાથે ચેડા કરી અને નગરપાલીકાના તત્કાલીન વહીવટદારની જ મીઠીનજર હેઠળ ભુ માફીયાઓ, જમીન બિલ્ડર્સને તાસકમાં પધરાવી દેવામાં આવી હોવાનાો ખુલાસો અથવા તો પ્રારંભિક રીતે પણ આ પ્રકારની હરકત તપાસમાં બહાર આવવા પામી રહી હોય તો હકીકતમાં તો આ કેસના દોષિતોની સામે ફોજદારી રાહે જ કડકમાં કડક રાહે કાર્યવાહી કરવામો આવે તે જ સમયની માંગ બની રહી છે. સરકારી અધિકારી ખુદ માથે રહી અને  જમીન કૌભાંડોને અંજામ અપાવે ત્યારે તો જરા સહેજ પણ સાંખી જ ન લેવુ જાેઈએ. આ કેસમાં કડક કાર્યવાહી થશે તો અન્યાને પણ જરૂરથી શબક મળી શકશે.