તંત્ર તો પડી ગયું છે રાજકારણી-ઠેકેદારની ભ્રષ્ટ સિન્ડીકેટના ઘુંટણીયે..!

શિણાય ડેમ માટી કૌભાંડ :  જાગો..ભોગગ્રસ્ત ખેડુતો જાગો :  ઉતરો રોડ પર.! : હવે તો યુદ્વ એ જ કલ્યાણનો ઉગામો શસ્ત્ર.!

શિણાય ડેમ બચાવવો : સરકારે ઉડું કરવાની મંજૂરી આપી હશે, પરંતુ જે રીતે આડેધડ ખેડે તેનું ખેતરના તાલે ચારેય બાજુ ખોદકામ થઈ રહ્યું છે તે જાેતા તો ડેમ જ હવે રહેશે કે નહીં તે પણ ચિંતાનો વિષય બને

આરાની જમીન, ખેડુતોના ભોગવટાની માલીકીની જમીન નહી તો આ ભ્રષ્ટ ઠેકેદાર-રાજકારણી આણી ગેંગ ખોતરી જશે બારોબાર : તંત્ર તો બેઠુ છે તદન પાણીમાં, અને રાજકારણીઓ ખુદના ગજવા-પદ બચાવવાની જ વેતરણમાં છે, કેાઈના પેટનું નહી હાલે પાણી : વિચાર તો કરો, નર્મદા ડેમ-શિણાય વિવાદ ચાલુ થયો તે બાદ કેટલી વખત ગાંધીધામના બની બેઠેલા જનપ્રતિનિધી રૂબરૂ ભોગગ્રસ્તોની મુલાકાતે આવ્યા? મુલાકાતે તો દુરની વાત, પણ ખેડુતો-શિણાય ગ્રામજનોના ફોન પણ નથી કરતા રિસિવ..! હજુય ચુંટો આવા અણઆવડતવાળા રાજકારણીને..! : આ બધી ગોઠવણી – વહીવટ અંજારથી થાય છે : ભ્રષ્ટ ગોઠવણી કરનાર અંજારના આ બની બેઠેલા રાજકારણીને પૈસાની ભુખ બહું જ સતાવી રહી છે કારણ કે, પછી મોકો મળે કે ન મળે, અત્યારે તક મળી છે તો ઉસેેળાય તેટલું ઉસેળી લેવાની લહાયમાં જ પડ્યા છે

વેસ્ટવેયર તોડી પાડયુ છે, તેને હવે આરસીસીનું બનાવવાનુ નર્મદા નિગમ ચાલુ કરી દે, ગ્રામજનો કેમ નથી કરતા ધારધાર માંગણી? : સરપંચશ્રીની આગેવાનીમાં સરકાર-તંત્ર-સ્થાનિક રાજકારણીઓએ આપેલા વચનો નિભાવવા

ખાટલે મોટી ખોટ : મામલતદારની ટીમ સ્થળ પર ગઈ, કામ અટકાઈ આવી અને બીજા દીવસે ચાલુ કરી દેવાયુ, આથી ચાર દીવસ પહેલા નર્મદા નિગમની ટુકડી ગઈ, સાધનો-કામ બંધ કરાવી આવી અને કાળી માટી ઉપાડી રહ્યા હતા તેમ કહીને આપી દીધી કલીનચીટ..? : એક પછી એક એજન્સીઓ સરકાર-પ્રજાના હિતમાં બે-ચાર દીવસે દરોડા પાડવા જાય છે કે પછી મુખ્ય ભ્રષ્ટ ઠેકેદારને મોઢું દેખાડીને હપ્તાવસુલી કરવા માટે દોડી જાય છે..? : ભ્રષ્ટ મુળ ઠેકેદાર સરસ્વતીની ભાષામાં લક્ષ્મીજીની પધરામણીઓ કરાવી આવે છે એટલે બધાયના મોઢા જાણે કે આવા ભ્રષ્ટાચારના ડુચ્ચાથી ભરાઈ જાય છે

ગાંધીધામ : ગુજરાત સરકાર કચ્છની પાણીની તરસ છીપાવવા માટે ખુબજ ચિંતિત છે. સીએમશ્રી વિજયભાઈ રૂપાણી સમયાંતરે આ બાબતે ધડાધડ નિર્ણયો લઈ અને કાર્યો કરાવવા મથી રહ્યા છે પરંતુ એ જ સરકારના બાબુઓ, ભ્રષ્ટ સિન્ડીકેટનો ભાગ બની અને આવા હેતુઓ પર જ પાણીઢોળ જાણે કે કરી દઈ અને ખુદના જ ગજવા ગરમ કરી લેવામાં મસ્ત હોય તેવી ઘટના ફરીથી પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાને અડીને આવેલા શિણાય ડેમમાંથી માટી ઉપાડવાના કૌભાંડના એક પછી એક ઉજાગર થતા ઘટનક્રમો પરથી સામે આવવા પામી રહ્યુ છે.

સરકારી તત્ર જાણે કે ભ્રષ્ટ બની બેઠેલ ગાંધીધામના રાજકારણી અને કામ રાખનારી ઠેકેદાર પાણીના ઘુંટણીયે જ પડી ગયુ  હોય તેમ લાગી રહ્યુ છે. હવે જાે આ બાબતે ભોગગ્રસ્ત ખેડુતો તથા ગ્રામજનો આગળ નહી આવે, ખુલ્લીને બહાર નહી આવે, વીરોધ પ્રદર્શનો નહી કરે, કામ નહી અટકાવે અને યુદ્ધ એજ કલ્યાણના શસ્ત્રને નહી અપનાવે તો આગામી ચોમાસુ શિણાયમાં મોટી આફતો વકરી જવાની ભીતી સેવાઈ રહી છે. કારણ કે, ડેમમાથી માટી ઉપાડવાનુ કામ મંજુર કરાયુ છે તેમાં અનેકવિધ જાેગવાઈઓ કરાઈ છે જે તમામના સદંતર ધજાગરા ઉડાળી અને હાલમા ડેમમા આડેધડ માટીઓ ઉપાડાઈ રહી હોવાનુ કહેવાય છે. ડેમમાં વચ્ચેથી માટી ઉપાડવાની હતી તનેના બદલે સાઈડોમાથી માટી ઉપડી રહી છે. ખેડુતોની આરાની જે જમીનો કહેવાય, કે જે વરસોથી ખેડુતોના કબ્જા ભેાગવટાની હોય તેમાંથી પણ માટી ઉસેડવામા આવી રહી છે, અને કેાઈ પણ આ થઈ રહેલી દાદાગીરી ભરી કામગીરીને અટકાવી શકતુ નથી. હવે યુદ્ધ નહી છેડાય, લડત નહી આદરાય તો કઈક ખેડુતોની જમીન આ ભ્રષ્ટ ટોળકી આડેધડ જ ખોતરી જશે. હાલમાં અહી મામલતદારશ્રીની ટુકડી ગઈ, સાંજે કામ અટકાવી આવી અને બીજા દીવસે સવારે તો કલીનચીટ અપઈા ગઈ, તે પહેલા નર્મદા નિગમની ટુકડી આવી રીતે ચાર દીવસ પૂર્વે દોડી ગઈ, કામ અટકાવ્યુ અને બીજા દીવસે કાળી માટી ઉપાડી રહ્યા છે તેની છુટ આપી અને કલીનચીટ આપી દેવામા આવી હતી. હકીકતમાં મુળ ઠેકેદાર પેટામાં કામ આપીને તે પેટાવાળાઓને માટી ઉપાડી કચ્છ બ્રાન્ચ કેનાલમાં નાખવાના બદલે બારોબાર વેચી દેવાનો ષડયંત્ર જ ચાલી રહ્યુ છે. જે એજન્સીઓ જાય છે તે સારી રીતે સમજે છે કે રોયલ્ટીની મોટી ચોરી થાય છે, સરકારને ઉલ્ટાચશ્મા પહેરાવાય છે પણ દરેક અધિકારીઓના મોઢે ચમરબંધી અને માથાભારે મુળ ઠેકેદાર સરસ્વતીની ભાષામાં લક્ષ્મીજીની પધરામણીઓ કરાવી આવે છે એટલે બધાયના મોઢા જાણે કે આવા ભ્રષ્ટાચારના ડુચ્ચાથી ભરાઈ જાય છે અને ફરીથી અહી બારાોબાર માટી ઉપાડવાના કૌભાંડ ધમધમી જતા હોવાની સિનારીયો સામે આવવા પામી રહ્યો છે.

અમે અગાઉ ૧ ગાડી પકડી છે, ફરીથી ધોરણસરની તપાસ કરાવીશું : શ્રી સિંગ

ખાણખનિજવિભાગ પૂર્વ કચ્છના યુવા અને કડક અધિકારીએ ટીમ મોકલી સ્થળ પર ખરાઈ કરી- પાસ-પરવાના સહિતની ચકાસણીઓની ઉચ્ચારી ખાત્રી

ગાંધીધામ : કચ્છ બ્રાન્ચ કેનાલ માટે માટી શિણાય ડેમમાથી લેવાના બાબતે ગેરરીતી થઈ રહી છે, માટી ચોરી કરવામા આવી રહી છે આ બાબતે પૂર્વ કચ્છના યુવા અને કડક ખાણખનીજ અધિકારી શ્રી પ્રણવ શીંગને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, તેઓ પાસે અગાઉ જયારે ચાર્જ હતો ત્યારે ફલાઈંગ સ્કવોર્ડ મારફતે આ જ રીતની ડેમની માટી ચોરીની ગાડી તેઓએ પકડી હતી અને પેનલ્ટી પણ ફટકારી છે, હવે સરકારી પ્રોજેકટ છે અને તેમાંથી માટી ચોરી થતી હશે તો તે નહી ચલાવી લેવાય, તેમ જણાવી અને જરૂરથી ટીમ મોકલી સ્થળ નિરિક્ષણ કરીને ઘટતુ કરવામાં આવશે તેવી ખાત્રી શ્રી સિંગ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

સુકાનીને આડેધડ અપશબ્દો કહી દીધા..!ઠેકેદારની દાદાગીરીનો અધમ તો જુઓ., ગ્રામજનો આગળ આવતા બીવે છે…!

ગાંધીધામ : નર્મદા બ્રાન્ચ કેનાલ માટે શિણાય ડેમમાથી માટી ઉપાડવાનુ કામ રાખનાર ઠેકેદાર કેટલો ફાટીને ફુલેકે ચડયો છે તેની દાદાગીરી ભર્યો અધમ કેટલો વકરી ગયો છે કે, ગામના જાગૃત લોકો, ભોગગ્રસ્તો સહિતનાઓ તેની સામે ચું નહી તો ચાં ઉચ્ચારવાથી પણ હવે ડરી રહ્યા છે. એક સમય હતો કે આ જ કામને અટકાવવા ગ્રામજનો રોડ-રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કામ અટકાવી પણ દેવાયુ હતુ, પરંતુ તે વખતે આગેવાની લેનાર સૌ કોઈને આ ફાટીને ફુલેકે ચડેલા ઠેકેદારે ડરાવી ધમકાવી અને શામ-દામ-દંડ-ભેદની નીતી વાપરીને ચુપ કરાવી દીધા છે. હાલમાં મોટા ભાગના જાગૃત લોકો જાણી રહ્યા છે કે, ડેમનુ આડેધડ થતુ ખોદાણ ભવિષ્યમાં મોટા જાેખમો ઉભા કરનાર છે, હાલમા બધુ જ ખોટુ થઈ રહ્યુ છે છતા ઠેકેદારની દાદાગીરીથી ડરીને કોઈ જ આગળ આવવા પણ તૈયાર ન હોવાનો સન્નાટો છવાઈ ગયો છે. જાણકારો કહી રહ્યા છે કે, આ ઠેકેદારની સામે અગાઉ કડકાઈથી અવાજ ઉઠાવનારને ઠેકેદાર આણી ટોકળી તેના ઘરે જઈ અને અપશબ્દો કહી આવી હતી અને આ કામમાં ન બોલાવની ધમકીઓ જ આપી આવી હોવાનુ કહેવાય છે.

નર્મદા નિગમના કા.ઈજનેર અગરબત્તી જ કરવા છે કે શું?

ડેમ કયાંથી ખોદવાનો હતો અને કયાંથતી આડેધડ ખોદાય છે? : ચાર દીવસ પહેલા ટીમ મોકલી અને કલીનચીટ આપી પણ દીધી? કાળી માટી ઉપાડી રહ્યા હોવાનુ કહીને હેમખેમ છોડી દીધા..તો શું માટી ઉપાડવાના ટેન્ડરમાં કાળી માટી નથી ઉપાડવાની તેવુ મુખ્ય ઠેકેદારને શરતમાં જણાવ્યુ છે ખરૂ? કાર્યપાલક ઈજેનરના ઉચ્ચકક્ષાએથી પુછાણા લેવા જરૂરી

ગાંધીધામ : કચ્છ બ્રાન્ચ કેનાલમાં જરૂરી માટી માટે શિણાય ડેમમાથી ઉપાડવાની મંજુરી નર્મદા નિગમ સરદાર સરોવર દ્વાર આપવામં આવી હોવાનુ કહેવાય છે. પાણી પુરવઠા બોર્ડ હસ્તકના આ ડેમમાં કામ એકાદ માસથી ચાલુ થવા પામી ગયુ છે પરંતુ ઠેકેદાર અને સરકારી સ્થાનિક બાબુઓ ખેડે એના ખેતરની જેમ આડેધડ ડેમમાથી માટી ઉસેડી રહ્યા છે. સરકારનો બ્રાન્ચ કેનાલમાં માટી પુરાણ કરવાનો હેતુ તો બર નહી આવે પણ શિણાય ડેમનુ પણ નખ્ખોદ વળાઈ રહ્યુ છે. હાલમા કામ રાખનાર ઠેકેદાર પાર્ટી ડેમમાં આડેધડ-આજુબાજુ-સાઈડોમાથી ખોદાણ કરીને માટી મોજ આવે ત્યાં ઠાલવી રહ્યા છે. આવા સમયે સવાલ એ થાય છે કે, નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેર શ્રી ચૌધરી અગરબત્તી જ કરવા છે કે શુ? તેઓ કેમ ઠેકેદારને કામ કરવાની પદ્વતિ નથી સમજાવી શકતા? એક સાથે અનેક જગ્યાએથી ખોદી નાખવાથી ડેમ ઉંડો થઈ જશે ખરો? માત્ર માટી જ અહીથી નથી ઉપાડવાની ડેમ ઉંડો થાય, જળસંગ્રહ વધે તે સહિતના લક્ષ્યોકો પણ જાેવાના છે?

ગાંધીધામના બની બેઠેલ રાજકારણી કોમામાં..!અગાઉ પણ દોડી આવેલા વાસણભાઈએ જ ફરીથી આવવું પડશે એકશનમાં કે, શું..?

ગાંધીધામ :  ચુંટણી આવે ત્યારે મત માંગવા, સભાઓ યોજવા હરખપદુડાં બનીને દોડી જતા ગાંધીધામના બની બેઠેલા રાજકારણી શિણાયમાં માટી ઉપાડવાનુ પ્રકરણ બન્યુ છે ત્યારથી સમ ખાવા પુરતા પણ ડોકાયા જ નથી.આખોય વિવાદ તેઓને સીધી રીતે લાગુ પડી રહ્યો છે પણ જાણે કે આ બની બેઠેલા રાજકારણીને સાપ જ સુંગી ગયો છે અથવા તો પછી ઠેકેદાર સાથે ભાગબટાઈની ગોઠવણીઓ કરી લીધી હોય તેમ ગ્રામજનોની વહારે આવવાની તસ્દી કયાય લીધી હોવાનુ દેખાતુ નથી. અલબત કોઈ જ ગ્રામસભામાં ખુદ ઉપસ્થિત રહ્યા ન હોવા છતા કાગળ પર સારૂ લગાડવામાં ગ્રામસભામાં ખુદની ઉપસ્થીતીમાં બેઠકો યોજાવવાનુ લખવાનો દબાણ કરીને નાટક રચ્યુ હતુ. હાલમાં ફરીથી અહીથી માટી ઉપાડવાના પ્રકરણે માથુ ઉચકયુ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, હાલમાં પણ ગાંધીધામના આ બની બેઠેલા રાજકારણી ડોકાશે ખરા કે પછી અગાઉ જેમ વાસણભાઈ દોડીને આવ્યા તેમ ફરીથી તેઓને જ એકશનમાં આવવાની ફરજ પડશે? અને આ ગાંધીધામના બની બેઠેલા રાજકારણીનુ નાક વઢાશે?