ડો.આંબેડકરની ૧૩૦મી જન્મજ્યંતિ નિમિત્તે ૧૪ એપ્રિલે જાહેર રજા રહેશે

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ૧૩૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ એપ્રિલના રોજ જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે. આજે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડીને કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં અને અદ્યોગિક એકમોમાં આગામી ૧૪ એપ્રિલના રોજ જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ૧૪ એપ્રિલ ૨૦૨૧ને બુધવારના રોજ ડૉ. બી. આર. આંબેડકર ના જન્મદિને દેશભરમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ અને ઔદ્યગિક સંસ્થાઓમાં જાહેર રજા રાખવામાં આવશે. નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્‌સ એક્ટ, ૧૮૮૧ ની કલમ ૨૫ હેઠળ સત્તાઓનો ઉપયોગ કરીને જાહેરાત કરવામાં આવી છે.સાથે સાથે, ગત વર્ષે કેન્દ્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ૧૪ એપ્રિલના રોજ રાષ્ટ્રીય રજા આપવામાં આવશે. ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ બાબાસાહેબની ૧૩૦મી જન્મજયંતિ છે.