ડોક્ટર્સ એ કમાન્ડો – નર્સ એક સૈનિકની ભુમિકામાં

આદિપુર (૫રેશ પટેલ દ્વારા) : કોવિડ કેર સેન્ટર લીલાશાહ કુટીયા મેઘપર બોરીચે મધ્યે ચાલી રહેલી મહામારીમાં કોરોનાને હરાવવા ડોક્ટરએ કમાન્ડો અને નર્સ એક સૈનિકની ભુમિકા ભજવી રહ્યા છે. આ કોરોનાનું આ યુધ્ધ જીતવા આપણે ડોક્ટર અને નર્સીંગ સ્ટાફનો આદર કરવો જોઈએ રાત્ર દિવસ તેઓ પોતાના પરિવારની પરવા વગર આ લડાઈ લડી રહ્યા છે. અને ઘણા દર્દીઓએ પોતાના પરિવાર સાથે સ્વસ્થ થઈને જીવી રહ્યા છે. જે આપણે તેઓનો આભાર વ્યકત કરવો જોઈએ આ લીલાશાહ કોવિડ કેરમાં ર૦ વધુ ઓક્સિજનના વડે આજે અત્યારે ૧૦૦ બેડની સુવિધા પુરી પાડી રહી છે. અને લોહીના રીપોર્ટ માટે અહીં લેબની વ્યવસ્થા પણ કરાઈ છે. જે રોજેરોજના લોહી તપાસ અહીંની લેબોરેટરીમાં કરવામાં આવી રહ્યા છે. એક વધુ ઉમદા ભરયું કાર્યનો ઉમેરો થયો ઉપરાંત આગામી દિવસોમાં કિરણ ગ્રુપ દ્વારા ૬૦ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું પણ નિર્માણ અહીં કરવામાં આવશે જેથી ઓક્સિજનની સમસ્યા હળવી થશે.આ કોવિડ કેરમાં અગ્રવાલ સમાજ, ભારતીય વિકાસ પરિષદ, સેવા સાઘના ટ્રસ્ટ તથા સ્વૈચ્છિક સંસ્થા અને વેપારીઓના સહીયોગથી સુચારુ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. ડોક્ટરોની ટીમ દિવસ અને રાત્રીના નર્સીંગ સ્ટાફ તથા સાફ સફાઈવાળા અને એ.બી.વી.પી. અને આર.એસ.એસ.ના કાર્યકર્તાઓની સેવા અદભુત છે ડો.નીતીન ઠક્કર અને આશીષભાઈ જોષી, સંજય ગર્ગની ટીમ દ્વારા ડે ટુ ડે વિઝીટ કરી નાના-મોટા પ્રશ્નો અને સૂચન હોય તે ડોક્ટરો સાથે મળીને સોલ્યુસન કરી દેવામાં આવે છે. ઉપરાંત પ્રસાંસના પ્રશ્નો પણ હોય તો તે પણ બેઠક કરીને યોગ્ય નિવારણ કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં કોરોના દર્દીઓ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. તેની અનગણના ના કરવી જેનું પરિણામ ભયજનક પણ આવી શકે છે. જેથી દરેક હાલની પરિસ્થિતિમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

લીલાશા કોવિડ કેર એ વહીવટી કુશળતાનો દાખલો : ડો.દિનેશ સુતરીયા

આદિપુર : ગાંધીધામ તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશભાઈ સુતરીયાએ લીલાશાહ કુટીયા કેર સેન્ટર મેઘપર બોરીચીથી અંજારમાં આવેલ જે ગત વર્ષ પ્રથમ ફેસમાં કામગીરીના અનુભવ સાથે અહીં આઈસોલેશનની સુવિધા પુરી પાડી હતી આ વર્ષે સેકન્ડ ફેસમાં ઓક્સિજન વાળા બેડની જરૂરીયાત હતી જે રાજ્યના મંત્રી વાસણભાઈ આહિર સાથે વાત કરી હતી તેઓએ સ્વૈચ્છિક સંસ્થાઓને ફોન કરેલ અને સંસ્થાઓ દ્વારા અત્રે ઓક્સિજન બેડની વ્યવસ્થા ગોઠવાઈ સાથે સાથે અંજારના એસ.ડી.એમ. વિમલભાઈ જોષી માર્ગદર્શન હેઠળ સુતરીયા કહ્યું આ ક્ષેત્રે માટે સારી ટીમની વ્યવસ્થા કરો તેઓ જણાવ્યું હતું કે, આ કોવિડ સેન્ટર માટે ડો.પાર્થ જાની, ડો.રમેશ ચૌધરી, ડો.પાયલની નિમણુક કરી યોગ્ય કમીટીની ગોઠવણી કરીને ઓક્સિજનવાળા બેડ સાથે શરૂઆત ૮/૪/ર૧ થી કરાઈ હતી હાલમાં કુલ ઓક્સિજન વાળા ૧૦૦ બેડની વ્યવસ્થા ગોઠવાઈ છે. આ વ્યવસ્થાથી ગાંધીધામની અવદશામાં બચાવી લીધી છે. વધુમાં તેઓ કહ્યું હતું કે આવનારી ત્રીજી લહેરમાં જરૂરીયાત પડશે તો હજુ ૬૦ બેડ વધારી દઈશું ઉપરાંત શિણાય વાડી, ગણેશનગર છાત્રાલય, તથા નાકોડા સેન્ટરો પણ હાલ પુરતા સ્ટેન્ડ બાય સેન્ટરો રાખ્યા છે. ડો.કલેક્ટર વિમલ જોષી સાહેબ તથા સંજય ગર્ગ, આશીષ જોષી, પંકજ ઠક્કર, ડો.નીતીન ઠક્કર, બળવંત ઠક્કર, તેમજ વેપારીઓ અગ્રણીમ સંસ્થાઓના સહીયોગથી અહીં ઓક્સિજનની જરૂરીયાત પ્રમાણે ખુટવા નથી દીધો તથા રેમડેસિવર ઈન્જેકશનની અછત દરમ્યાન પણ ફોન કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવતી હતી.

છેલ્લા ૧ વર્ષથી કોવિડ સેન્ટરમાં કામગીરી કરી રહી છું : ડો. પાયલ મેઘાણી

 

આદિપુર : અંજાર તાલુકાના નિગાળ ગામમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ફરજ બજાવતા ડો. પાયલ મેઘાણીએ જણાવ્યું હતું કે હું લીલાશા કોવિડ કેર સેન્ટરમાં તારીખ ૯-૪-ર૧ થી મારી પોસ્ટીંગ કરવામાં આવી હતી જેમાં મેં ૧પ દિવસ મેડીકલ ઓફિસર તરીકે બ્લોક નંબર એકમાં કામગીરી કરી હતી ત્યારબાદ રર મી એપ્રિલે મને નોડલ ઓફિસર તરીકેની સેવા આ કુટીયાના આઈસોલેસર વિભાગમાં આવી રહી છું આ વિભાગમાં દર્દીઓને પ્રાઈમરી ટ્રીટમેન્ટ કોવિડની અહીં આપવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧ વર્ષથી કોવિડ સેન્ટરમાં કામગીરી કરી રહી છું. ગત વર્ષે નિંગાળમાં કામગીરી અને સેવા આપી હતી હાલ અહીં લીલાશાહ કોવિડમાં સેવા આપું છું. નિંગાળ ગ્રામજનોને જરૂરીયાત દર્દીઓને ટેલીફોનીક પર તેઓની નર્સીંગ સ્ટાફ નિંગાળ દ્વારા કામગીરી ચાલી રહી છે. અહીં અત્યારે ૧૭૦ દર્દીઓ દાખલ થયેલ જેમાં ૧૧૦ દર્દીઓને રજા આપવામાં આવેલ છે. બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. આ ક્ષેત્રમાં ત્રણ ડોક્ટરમાં ડો. નિરૂપા મહેશ્વરી, ડો. અમી ઠક્કર, ડો. મિતેશ દેવરીયા, રાત્રી દરમ્યાન સેવા આપે છે અને ૯ નર્સીંગ સ્ટાફ સીફટીંગ પ્રમાણે કામ કરી રહ્યો છે.

કોરોના કાળમાં હાલમાં વેક્સિન લેવી જરૂર છે : ડો.સ્મીત પટેલ


આદિપુર : ડો.હરેશભાઈ પટેલ જે ભુજપુર મધ્યે વિટનરી ડોકટરની સેવા આપી રહ્યા છે. તે ઓના પુત્ર જે એમ.બી.બી.એસ. ગુજરાત કેન્સર સોસાયટી અમદાવાદ પૂર્ણ કરેલ અને ૧ વર્ષ ઈન્ટનશીપ કમ્પલીટ થયું છે તેઓને ૬ માસ સુધીને પોસ્ટીંગ આ લીલાશા કોવિડ કેર સેન્ટર મધ્યે તા.પ/પ/ર૧ ઓર્ડર આવેલ અને તા.૬/પ/ર૧ થી રાત્રી દરમ્યાન ૮ થી ૮ સેવા આપી રહ્યા છે. તેઓ જણાવ્યું હતું કે, ડો.ધવલ બકુત્રા અને ટીમ સાથે મળીને એ ટું ઝેડ કામગીરી કરી રહ્યા છે. ટીમ સાથે રહીને તે ક્રિટીકલ કેસનું સોર્ટ આઉટ પણ કરીએ છીએ તેઓની બહેન પણ છેલ્લા એક વર્ષની માર્ગી પટેલ શારદાબેન હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ કેરમાં સેવા આપી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, કોવિડ સેન્ટર ભુજપુર એક અઠવાડીયું સેવા આપી હતી. આ મહામારીમાંથી બચવું હોય તો દરેક ખાસ વિનંતી કરી હતી કે, વેકસીન અવશ્ય લઈ લેશો. એવી તેમની નમ્ર અપીલ હતી અત્યારે હાલનું પરિસ્થિતિમાં વેકસીન વગરના વધારે કોવિડના દર્દીઓ હોય છે વેકસીન લીધેલ ઓછા દર્દીઓ આવે છે. એટલે તેઓએ વેકસીન પર ભાર મૂક્યો છે. આ કોવિડની સેવા સાથે સાથે તેઓ અત્યારે નીટ પીજીની તૈયારી કરી રહ્યા ઉપરાંત કોવિડ પર વાંચન ચાલુ છે. આ પ્રસંગે તેઓ ટાંકી કહ્યું હતું કે, કોવિડ દર્દીઓ માનસિક રીતે બળ પુરૂ પાડવાની જરૂર છે.

સર્વેના સહીયોગથી સારી કામગીરી થઈ રહી છે : ડો.ધવલ બકુત્રા


આદિપુર : અર્બન હેલ્થ સેન્ટર આદિપુર – ૧, ચોસઠ બજાર આદિપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.ધવલ બકુત્રાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી અર્બન હેલ્થ સેન્ટરમાં સેવા આપી રહ્યો છું હાલના ૮/૪/ર૧થી લીલાશાહ કોવિડ કેર સેન્ટર મેઘપર-બોરીચી મધ્યે મારી ફરજ પર સેવા રાત્રી દરમ્યાન અમારી ટીમ સેવા આપી રહી છે. તા.૧ર/પ/ર૧ નો કેસમાં પોઝીટીવ વાળા દર્દીને આંચકી આવી હતી તે દરમ્યાન દાંત વચ્ચે જીભ આવતાં કચડાઈ ગઈ હતી અને બ્લડીંગ (લોહી) ચાલું થઈ ગયું હતું તેની સારવાર બાદ તેઓને ભુજ જનરલ હોસ્પિટલ રીફર કર્યા હતા. સમય સચૂતા વાપરતાં આ દર્દીને યોગ્ય સમય સારવાર મળતા તેઓનું સ્વાસ્થ બરાબર છે. આ દર્દીનું ઓક્સિજન લેવલ જે ૩૮ પર આવેલ તેને કંન્ટ્રોલ કરીને ૮૦ આસપાસ લાવી પછી જે.કે. હોસ્પિટલ રીફર કર્યા હતા. આ દરમ્યાન બાબુભાઈ ઈશ્વરભાઈ ડો.સ્મીત પટેલ દર્દીને સ્ટેચર લઈ ૧૦૮ માં સીપ્ટીંગ કરી ભુજ ખેસેડ્યા હતા. યોગ્ય સારવાર તેઓ બરાબર છે. વધુમાં તેઓ કહ્યું હતું કે, ડેડ-બોડીથી લઈ એમ્બ્યુલન્સ સુધીને સેવા વિરાટભાઈ, ઈશ્વરભાઈ જે કોમ્યુનીટી હેલ્થ ઓફિસર રાત્રી દરમ્યાન યોગદાન સારૂ પુરૂ પાડે છે. તેઓ ઉત્સાહ સાથે સારી કામગીરી કરી રહ્યા છે. રાત્રી સ્ટાફ જે ત્રણ બિલ્ડીંગમાં વ્યવસ્થા મુજબ કાર્યરત છે. /ઉપરાંત બે શિક્ષક દ્વારા ઓક્સિજનનું મોડીટીંગ કરતા હોય છે. અહીં રાત્રી દરમ્યાન ૧૦૮ની સેવા સ્ટેન્ડ બાય હોય છે. વધુ કહ્યું હતું કે, ડો.પરેશ સંજોટ જે ૧પ થી ર૦ દિવસથી અહીં સેવા આપી રહ્યા હતા. તેઓની જગ્યા એ હાલ ડો.દેવાસીસ દાસ તેમની ફરજ પર આવ્યા છે. અને ગોપાલભાઈ કલાસ ચારના જે સારી સેવા આપી ચા-પાણી સારે સફાઈની કામગીરી કરી રહ્યા છે.

આ કોવિડ સેન્ટરમાં આરોગ્યની લગતી અછતને હું ચલાવીશ નહીં : બળવંત ઠક્કર

આદિપુર : લીલાશાહ કોવિડ કેર સેન્ટરમાં પ્રસાંસન દ્વારા અવાર-નવાર રેમડેસિવર ઈન્જેકશન અછત સર્જાતી હોય છે. ત્યારે બળવંતભાઈએ જણાવ્યું હતું કે, કચ્છ – ગાંધીધામને આ પુરવઠો યોગ્ય રીતે પુરૂ પાઠવામાં આવે તે માટે તેઓએ વહીવટીતંત્ર ઉપર સુધી અને રાજકીય લેવલ ઉપર રજુઆત કરી હતી. આ કોવિડ કેરને અન્યાય હું સહન નહીં કરું એટલે જરૂરીયાત મુજબનો પુરવઠો પુરો પાડવા તેઓએ ઉપર સુધીને રજુઆત કરી હતી તેઓના દ્વારા આ કોવિડ કેર સેન્ટરમાં સાફ સફાઈ પર પણ ભાર મુકયો હતો. અને તેને દેખરેખ પોતે રાખીને આ વ્યવસ્થામાં જોતરાયા છે. અને રાત દિવસ મહેનત કરી રહ્યા છે.

કચ્છથી લગાવ એવા સની પટેલની આ કોવિડ સેન્ટરમાં રાત્રી દરમ્યાન સેવા

આદિપુર : રામબાગ અર્બન સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા તેઓની લોકડાઉન દરમ્યાન પોસ્ટીંગ ભાવનગર થઈ હતી તેઓ શનિ-રવિ અહીં આવે એટલે રાત્રી દરમ્યાન સેવા આપવા દોડી આવે છે. તેઓની છેલ્લા સાત વર્ષથી કચ્છ પ્રત્યે પ્રેમ હોવાથી તેઓ નિઃસ્વાર્થ સેવા આપે છે. રાત્રી દરમ્યાન તેઓ ડોક્ટરની ટીમ સાથે રહી તેઓનો પુરો સહીયોગ લીલાશા કોવિડ કેર સેન્ટરમાં આવી રહ્યા છે.

રાત્રી દરમ્યાન ડોકટરની ટીમની સેવા આપતા ડો.ધવલ બકુત્રા, ડો.સ્મીત પટેલ, વિરાટભાઈ, ઈશ્વરભાઈ અને બાબુભાઈ વગેરે તસ્વીરમાં નજરે પડે છે.

બીજી લહેર કોરોનાના દર્દીઓના કેસ હાલમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. જો સાવચેતી નહીં હોય તો જે પરિણામ હશે તે ભયજનક આવી શકે છે. તેનું સર્વે પરિવારોએ ધ્યાન રાખવાની જરૂર છે. વધુમાં આશીષભાઈ જોષી, સંજયભાઈ ગર્ગ અને ડો.નિતીનભાઈ ઠક્કરએ સંયુકત રીતે જણાવ્યું હતું કે, ડે ટું ડે ના દર્દી તથા પ્રસાંસનના પ્રશ્નો હોય તો પણ નિવારણ લાવી દઈએ છીએ. ઉપરાંત ડોક્ટર ટીમ તરફથી પણ સુચન હોય તો પણ તેનું યોગ્ય નિરાકરણ લાવી દેવામાં આવે છે. આ સુચારું માર્ગદર્શન દ્વારા સારી કામગીરી થઈ રહી છે.

ભગવાન પરશુરામ જયંતિની લીલાશા મધ્યે ઉજવણી : અનોખા આધ્યાત્મિક માહોલના દર્શન

આદિપુર : પરશુરામ જયંતિ નિમિતે લીલાશા કોવિડ કેર સેન્ટર મધ્યે જય પરશુરામ સેવા બ્રહ્મસમાજ આદિપુર-ગાંધીધામ તરફથી દર્દીઓ નર્સીંગ સ્ટાફ, સ્વયં સેવકો, બન્ને ટાઈમ નાસ્તો, ઉકાળાની વ્યવસ્થા કરાઈ હતી. આ જયંતિના દિવસથી સાંજે ગ્રીન ટી ઉકાળો આ કોવિડ સેન્ટર ચાલે ત્યાં સુધી સેવા આ સમાજ તરફથી રહેશે જેના દાતા હિતેશભાઈ દવેના લાભાર્થી આ પ્રસંગે પ્રમુખ રાજેશ ધારક, ઉ.પ્ર.હિતેશ દવે, હેમંત જોષી, અશ્વીન ત્રિવેદી,આશિષ જોષી, સંજય ગર્ગ, મોહિત વ્યાસ, સુરેશ વ્યાસ, સંદીપ વ્યાસ,પુનિત દુધેરેજિયા, ક્રિષ્ના મિશ્રા, હસમુખ રાજગોર, યશ ધારક, ધવલ પંડિત, દિપક રાજગોર, કાઉન્સીલ, લીલાબેન ધારક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.