ડેમ તોડીને માટીનું કામ અદ્વર લટકવાની ભીતી?ઠેકેદાર-રાજકારણીની મેલી મુરાદ નડશે

શિણાય ડેમ મુદ્દે જાગો : નહીં તો ચોમાસું પાણી પણ વેડફાશે રાજકારણીના હઠાગ્રહ અને ઠેકેદારની ભીલીમગતથી જાે.જાે.આ કામ મુદ્દે બાવાના બે બગડવાવાળી ન થાય : કચ્છ બ્રાન્ચ કેનાલને માટી પણ ન આપી શકાય અને ડેમનુ પાણી પણ અ..ધ..ધ વેડફાઈ જવાની વર્તાર્તી ભીતી

ડેમની માટી ઉપાડવાની સાઈટ છે વિશાળ-લાંબી : જગ્યાછે તદન સાંકળી : માટી ઉપાડવા ગાડીઓની સંખ્યા વધારી શકાય તેમ જ નથી : એટલે વધુ વાહનોથી માટી ઉપાડવી બની શકે છે અહી અસંભવ

હવે વેસ્ટવિયર આરસીસીનું બનાવવાની કેમ નથી કરવામાં આવતી શરૂઆત? સત્તાપક્ષના રાજકારણીઓ તો નહી બોલે, વિપક્ષી આગેવાનો આવે આગળ? ભોગગ્રસ્ત ખેડુતો, ગ્રામ આગેવાનો કામ કરતા સરકારીતંત્રને વચનો નિભાવવા પાડે ફરજ : નહી તો ચોમાસાનું પાણી પણ વેડફાઈ જશે

કાર્યપાલક ઈજનેર ચૌધરી સમક્ષ ગ્રામજનો-જાગૃત ખેડુતો કરે લેખિત ધારદાર રજુઆત : નહી તો મળશે ઠેંગો જ ઠેંગો..!

ખાટલે મોટી ખોટ :  શિણાય ડેમમાંથી માટી ઉપાડવાને માટે લીડ ઘટાડી ઠેકેદાર અને રાજકારણી સિન્ડીકેટના ભ્રષ્ટાચાર થકી આખાય વિસ્તારને ભોગવવાનો આવશે વારો..? : હાલમાં કામ ધીમી ગતિએ ચાલે છે, ગાડીઓ વધારી શકાય તેવી સ્થિતી નથી, વેસ્ટવેયર તોડી પડાયુ છે, હવે ન કરે નારાયણ અને ચોમાસુ બેસી ગયુ અને કામો અધુરા જ રહી ગયા તો ડેમમાથી માટી તો નહી જ મળે, પણ ચોમાસાથી કુદરતી રીતે ડમમાં જે પાણી ભરાશે તે પણ વેસ્ટવેયર આરસીસીનું ન હોવાથી હજારો ગેલન પાણીનો ફરીથી થશે વેડફાટ : તંત્રએ વેસ્ટવેયર આરસીસીનુ બનાવવાનુ આપેલ વચન અને ડેમને નર્મદાજળથી ભરવાની ખાત્રીના વંટાણા જ વેરાઈ જશે..! : વિપક્ષી આગેવાનો, ભેાગગ્રસ્તો, શિણાય ડેમના જાગૃત અને કડક સરપંચશ્રી, શિણાય ગામના જ અન્ય જાગૃત મોભીઓ હાલમાં જ સરકારીતંત્ર-ડેમના માટીનુ કામ સંભાળી રહેલા અધિકારીઓ સમક્ષ મુકે આક્રમક ધા…!

ગાંધીધામ : પાણી તરસ્ય મુલકમાં જાણે કે ઉલ્ટીગંગા જ વહેવડાવાનો તાલ થવા પામ્યો હોય તેવી રીતે અહીના શિણાય ડેમ કે જે એતિહાસીક રાજાશાહી સમયનો ડેમ છે અને જેમા અંદાજે ૧પ વરસથી પણ વધુ સમય બાદ કુદરતી રીતે ૧૮ ફુંટ જેટલુ પાણી ભરાયેલુ હતુ તેને વેડફી નાખી, ડેમને ખાલી કરી અને કચ્છ બ્રાન્ચ કેનાલના કામમાં જરૂરી માટી ઉપાડવાનુ કામ અહંમ અને કટકી તથા ભાગીદારીઓ અને ભાગબટાઈ કરવાની લાલચમાં બની બેઠલા રાજકારણી અને ઠેકેદારની મીલીભગતથી હાથ ધરવામ આવ્યુ હતુ.

શિણાય ડેમને ખાલી કરવાની તેના ઘણા વિપરીત પરીણામો ભોગવવા પડશે તેવી રજુઆત સાથે ગ્રામજનો, ભોગગ્રસ્તોએ એકચોટ વિરેાધી કરી અને આ કામને પાછુ ઠેલી દીધુ હતુ પરંતુ દસ જ દીવસમાં એવા તો કોઈ ચમત્કાર થવા પામી ગયો કે, વિરોધ કરનારાઅનો આક્રોશ દુધના પરપોટાની જેમ સમી ગયો અને એજન્સીઓએ પણ પોલીસના ધોક્કાના દંડાથી આ કામ રાતોરાત યુદ્ધના ધોરણે ચાલુ કરાવી દીધુ હતુ. તો વળી બીજીતરફ ગ્રામજનો અને ભોગ્રસ્તોને કેટલી હૈયાધારણાઓ પણ આપવામાવી આવી હતી જે અનુસાર વેસ્ટવેયર આરસીસીથી બનાવી દેવુ, પાણી નર્મદાજળથી ડેમમાં ફરીથી ભરી દેવુ..પરંતુ હાલમાં જે રીતે કામ ચલાવાઈ રહયુ છે તે જાેતા ચોમાસા પહેલા પૂર્ણ થાય તેમ દેખાતુ નથી. અને જરૂરીયાત અનુસારની માટી જાે અહીથી ઉપડશે નહી તો બાવાના બેય બગડયાનો તાલ થવા પામી જશે. કારણ કે, માટી નહી ઉપડે એટલે કચ્છ બ્રાન્ચ કેનાલનુ કામ અટકશે અને બીજીતરફ શિણાય ડેમને પણ ન તો નર્મદાજળથી ભરી શકાશે કે ન તો પછી તેના વેસ્ટવેયરને આરસીસીથી ફરીથી બનાવી દેવામા આવશે. માટે હાલના સમયે શિણાય વાસીઓ, જાગૃત આગેવાનો, ભોગગ્રસ્ત ખેડુતો સહિતનાઓએ આ સમયે જાગવાની જરૂરી છે અને હવે જયારે ડેમનુ પાણી તો તબક્કાવાર ખાલી કરાઈ જ રહ્યુ છે, તો પછી વેસ્ટવેયર આરસીસીથી બનાવવાનુ કેમ શરૂ કરવામા આવતુ નથી? હાલમાં જાે તંત્રને આ કામ કરવા નહી મનાવી શકાય તો ભવિષ્યમાં તો ગરજ સરી એટલે વૈધ વેરી વાારો જ તાલ થવા પામશે તેમ પણ જાણકારો કહી રહ્યા છે.

વેસ્ટવેયર હવે કેમ ન બને આરસીસીનુ.?

ગાંધીધામ :  શિણાય ડેમમાંથી નર્મદા બ્રાન્ચ કેનાલના કામ માટે માટી ઉપાડવાનો હઠાગ્રહ બની બેઠેલા રાજકારણી અને ઠેકેદારોની ભાગબટાઈથી આદરી દેવાયો છે. આ નિર્ણય પ્રથમ વિરોધનો ભોગ બન્યો તે બાદ ગ્રામજનોએ તેમની શરતો માન્ય રહેતા હામી ભરી હોવાનુ બહાર આવવા પામ્યુ છે. જે શરતો માન્ય રખાઈ હતી તેમાં હાલમાં ડેમમાથી જે પાણી ખાલી કરાય છે તે નર્મદાજળથી ભરી અપાશેની ખાત્રી અપાઈ છે તો બીજીતરફ ડેમના વેસ્ટવેયરને તોડી પાડવામા આવ્યો છે તેને આરસીસી સાથે જ બનાવી દેવામા આવશે તેમ કહેવાયુ છે. આ કામ ચાલુ થયુ તેને ર૦ દીવસનો સમય વીતી ગયો હશે ત્યારે હવે માટી સતત ઉપાડવામા આવી જ રહી છે તો વેસ્ટવેયર જે તોડી પડાયો છે તેને બીજીતરફથી હવે આરસીસી બનાવવાનુ કામ કેમ ચાલુ નથી થતુ? કોક તો ભોગગ્રસ્ત એજન્સીન ેપુછો? તો પણ તેમની નિયતનો અંદાજ આવી જશે.

રાજકારણીઓ પર ભરોસો છોડો

ગાંધીધામ : શિણાય ડેમના છલોછલ પાણીનો વેડાફટ કરી તેને તોડીને માટી ઉપાડવાનો હઠાગ્રહ કરનાર રાજકારણીઓનો ભરોસો છોડો. આ ડેમમાં રહેલુ પાણી તો વેડફી જ દેવાયુ છે ત્યારે હવે તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી અદ્વર લટકશે તે દેખાઈ રહ્યુ છે ત્યારે અત્યારથી જ ગ્રામજનો-ખેડુતો આગળ આવે તે જરૂરી છે.

તંત્ર-રાજકારણીના વચનો વટાણા જ વેરશે

ગાંધીધામ : શિણાય ડેમમાં પાણી ભરેલુ હોવા છતા તેને તોડી પાડીને તેમાથી માટી ઉપાડવાના નિર્ણયને હામી ત્યારે જ ભરવામા આવી છે જયારે ભોગગ્રસ્તો સમક્ષ તંત્રએ આરસીસી ઓગન બનાવવાનુ તથા પાણી નર્મદાથી ભરી દેવાનુ વચન અપાયુ છે પણ આ બાબતે તંત્ર અને રાજકારણો વચનો આપી વંટાળા જ વેરશે તે યાદ રાખી અને લોકોએ જાગૃત થવુ પડશે