ગાંધીધામ નગર સેવા સદનના ચીફ ઓફિસરને ઘટતું રજુઆત

 

ગાંધીધામ :  શહેરમાં ડીબીઝેડ સાઉથના પ્રથમ બ્લોક વિસ્તારના રહેણાંકના મકાનોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી સાથે ગટરનું પાણી આવતુ હોવાથી અહીંના રહેવાસીઓને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. ગટર મિશ્રીત પાણી આવતા આ વિસ્તારમાં માંદગીએ પણ માઝા મુકેલ છે. આ વિસ્તારમાં ઝાડા ઉલ્ટી તાવ જેવા રોગો એ ઘરો ઘર ધામા નાખેલ છે. ઉપરોક્ત અંગે પાલિકામાં રહેવાસીઓ દ્વારા અનેક ફરીયાદ કરવામાં આવેલ છે. પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

આ વિસ્તારમાં પાલિકા દ્વરા અનિયમિત તથા ચાર પાંચ દિવસે અને જુજ સમય માટે જ પાણી વિતરણ કરાય છે અને એ ગટર મિશ્રીત જેથી ભર ઉનાળે હાલ આ વિસ્તારના લોકો પીવાના પાણીની ગંભીર હાલાકી ભોગવી હોય છે. આ બાબતે તાત્કાલીક પગલા લઈ કાર્યવાહી કરવા રહેવાસીઓની માંગ છે તેવું દેવેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here