સમાજ જીવનને મો૮ી ખોટ પડી છે : સીએમ રૂપાણીએ પાઠવી શ્રધ્ધાંજલી : રાજ્યમંત્રી દિલીપ ઠાકોરે કર્યા અંતિમ દર્શન

થરાદઃ કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ કેટલાક દિવસોથી બિમાર હોવાથી પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે તેમની તબિયત વધુ નાજુક થતા તેમને ટોટાણા આશ્રમ ખાતે રાત્રે લઇ જવાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કાંકરેજના ટોટાણા ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુના ભજન-કિર્તન થકી સમાજમા વ્યાપેલા ખોટા

વ્યસનના દુષણો દુર કરી સમાજ સુધારણાનુ કામ કરતા અને ૧૧૧ વર્ષની શતાયુ જીવન વટાવી ચુકેલા પરમ પૂજય સંતશ્રી સદારામબાપાની તબિયત બગડતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ લથડતાં તેમને પુનઃ ટોટાણા આશ્રમ ખાતે સોમવારની રાત્રે લાવવામાં આવ્યા હતાં. બાપુએ મંગળવારે સાંજના ૬ઃ૪૪ એ પાર્થિવદેહ છોડયો હતો. બાપુના દેવલોક પામ્યાના સમાચારથી સમગ્ર કાંકરેજ પંથક સહીત ગુજરાત ભરના ભકતજનોમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતું. સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, થરા એ.પી.એમ.સી ચેરમેન અણદાભાઇ પટેલ, પાલિકા ઉપપ્રમુખ વસંતજી ધાંધોસ, દાસબાપુ ટોટાણા, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મંત્રી દિલીપજી ઠાકોર, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, ભાજપ મહામંત્રી કે.સી.પટેલ સહીતના શ્રધ્ધાળુઓએ બાપુના અંતિમ દર્શન કર્યા હતા.બાપુના અનુયાયીઓએ અને ભકતોએ બાપુની અંતિમ ઇચ્છા અનુસાર પાલખીયાત્રાની તૈયારીઓ કરી હતી.અને બુધવારે તેમના પાર્થિવદેહને દર્શન માટે મુકવામાં આવશે અને આશ્રમ ખાતે અંતિમસંસ્કાર આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here