ટેકઓફ કરતા જ વિમાનનું પૈડું થયું અલગ, મુંબઈમાં એર એમ્બ્યુલન્સનું લેન્ડિંગ

(જી.એન.એસ)મુંબઇ,અનેક વખત દર્દીઓની મદદ કરવા માટે હવાઈ સેવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં દર્દીને લઈને નાગપુરથી હૈદરાબાદ જઈ રહેલી એક એર એમ્બ્યુલન્સે વચ્ચેથી મુંબઈ ડાયવર્ટ થવું પડ્યું હતું. જાણવા મળ્યા મુજબ ફ્લાઈટ જ્યારે નાગપુરથી ટેકઓફ કરી રહી હતી ત્યારે તેનું એક ટાયર અલગ થઈને જમીન પર પડી ગયું હતું. આ કારણે તે ફ્લાઈટનું મુંબઈ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.ઝ્ર-૯૦ એરક્રાફ્ટને નાગપુરથી હૈદરાબાદ જવાનું હતું. એર એમ્બ્યુલન્સમાં કુલ ૫ લોકો ઉપસ્થિત હતા જેમાં ૨ ક્રૂ મેમ્બર, એક ડોક્ટર અને એક દર્દીનો સમાવેશ થતો હતો. એર એમ્બ્યુલન્સ જેવી નાગપુરથી ટેકઓફ થઈ કે તરત કોઈ મુશ્કેલી જણાઈ હતી. ત્યાર બાદ ટેકઓફ સમયે નાગપુર એરપોર્ટ પર એક વ્હીલ પડી ગયું હોવાની જાણ થઈ હતી.પરિસ્થિતિની ગંભીરતા સમજીને ફ્લાઈટના પાયલોટે બૈલી લેન્ડિંગનો નિર્ણય લીધો હતો અને મુંબઈ ખાતે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. ત્યાર બાદ દર્દીને મુંબઈ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ ફ્લાઈટમાં રહેલા તમામ મુસાફરો સુરક્ષિત છે. જો સમયસર લેન્ડિંગ ન કરવામાં આવેત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી.
મુંબઈ એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સના ઈમરજન્સી લેન્ડિંગ માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી રાખવામાં આવી હતી. મુસાફરોની સુરક્ષા માટે CISF, રેસ્ક્યુ અને મેડિકલ ટીમને એરપોર્ટ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.