જો.જો..કચ્છ યુનિ.માં પણ કોરોના મુદ્દે ન થાય IIM-IIT વાળી’.!

image description
  • ૪ મેચ જોવા ગયેલા વિદ્યાર્થીઓએ ૧ર૦ને કર્યા સંક્રમિત

કચ્છ યુનિવસીર્ટીમાં અધિકારી – કર્મચારી તેમના પરિવારજનો સહિતનાઓ આવી ચુકયા ઝપટમાં : યુનિ.ભવનને સતત ચાલુ રાખવાનો બિનધાસ્ત વલણ જોખમી..!ઃ અટકાયતી પગલાઓ, સૌની મેડીકલ તપાસણી, પ૦વર્ષથી વધુનાઓને ફરજ પર બોલાવવામાં વૈકલ્પિક આયોજન સહિતનું વિચારવું જરૂરી : ગુજરાત સરકારે ખુદ તમામ શાળા-કોલેજો ૧૦મી એપ્રીલ સુધી બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડયુ છે તો પછી કચ્છ યુનિ.ને એવી તો કઈ ઈમરજન્સી કાર્યવાહી કરવી જ પડી રહી છે કે, રાબેતામુજબ તેને ચાલુ રાખવામાં આવી હતી? : સબંધિત વર્ગ-વર્તુળોમાં ફેલાયો છે મોટો ગભરાટ

ગાંધીધામ : કોરોનાની બીજીલહેર ગુજરાતમાં પણ ભારે અસરકારકતા સાથે ફુંફાડો ફેલાવે છે. સરકાર દ્વારા અટકાયાતી પગલાઓ લેવાઈ જ રહ્યા છે અને શાળા-કોલજોને પણ ફરજીયાત બંધ કરાવી દેવાઈ છે તેવામાં અમદાવાદમાં આઈઆઈએમ અને અન્ય આઈઆઈટી સંસ્થાઓમાં કોરોના બ્લાસ્ટ થવા પામી ગયો છે. અહી અમદાવાદમાં મેચ જોવા ગયેલા ચાર વિદ્યાર્થીઓએ પ્રથમ ૪૦ તે બાદ આજના આંકડાઓ અનુસાર કુલ્લ ૧ર૦ જેટલાઓને સંક્રમિત કરી દીધા છે. અહી છાત્રોએ કોરોનાની તપાસમાં ઓળખ છુપાવી અને સૌના સંપર્કમા જ રહ્યા હોવાથી આવુ થવા પામી ગયુ છે. પરીક્ષામાં પણ આ છાત્રો બેઠા અને તેની માહીતી પણ અહી સંસ્થા દ્વારા છુપાવવામાં આવી હતી. કોરોનાને લઈને આવી બેદરકારીઓ ચલાવી લેવાય નહી ત્યારે કચ્છ યુનિ.માં પણ હાલમા કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે પ્રબુદ્ધવર્ગ દ્વારા લાલબત્તી ધરવામા આવી રહી છે કે જો જો..કચ્છ યુનિ.મા પણ કોરોના મુદે આઈઆઈએમ અને આઈઆઈટીવાળી ન થઈ જાય.!ક્રાંતીગુરૂ પંડીત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવસિર્ટીના અનેકવિધ કર્મચારીઓ કોરોના વાયરસના બીજા સ્ટ્રેઈનથી સંક્રમિત થયા હોવાની વાત બહાર આવી ચુકી છે તથા તેમના પરીવારજનોમાં પણ સંક્રમણની અસર દેખાવવા પામી રહી હોવાના કિસ્સાઓ સપાટી પર આવવા પામી રહ્યા છે. યુનિ.ના રજીસ્ટાર અને કર્મચારીઓથી માંડી અને સુરક્ષાકર્મીઓ પણ કોરોનાની બીજીઝપેટમાં આવવા પામી ગયા છે. અહી ચિંતાની વાત એ છે કે, કચ્છ યુનિ.માં આટઆટલા કેસો આવ્યા છતા પણ હજુય પરીક્ષા શુદ્ધીકરણ સમીતી જેવી બેઠકો બોલાવાય છે, યુનિ. રાબેતામુજબ જ ચાલુ રાખવામા આવી રહી છે. રાજય સરકાર દ્વારા ખુદ આગામી ૧૦મી એપ્રીલ સુધી શાળા-કોલેજો કોરાનાને જોતા બંધ રાખવાની સુચનાઓ અપાઈ છે તો શુ કચ્છ યુનિ.ને આવા નિયમો લાગુ નથી પડતા?હકીકતમાં હાલના સમયે કોરોનાનું સક્રમણ વધે છે, યુનિ.મા પણ મજબુત પગપેસારો થવા પામતો જોવાઈ રહ્યો છે તેવા સમયે કોરોનાને અટકાયતી પગલા લેવા જ ઘટે. જયાં સ્ટાફની જરૂરીયાત ઘટાડી શકાય તેવાઓના વિકલ્પ સાથે બોલાવવા જોઈએ. ઓડ ઈવન સિસ્ટમ અહી અમલી બનાવી ઘટે. આ ઉપરાંત આવનારા કર્મચારી-અધિકારીઓના મેડીકલ ટેસ્ટ કરવામા આવે તેની પણ તકેદારીઓ રાખવી જોઈએ. અદાણી મેડીકલ કોલેજ દ્વારા મેડીકલ ચેકઅપ કરવામ આવે દર અઠવાડીયો તથા દરેક વહીવટી શાખાઓ સાથે દરેક ભવનના અધ્યક્ષો સહિત વર્ગખંડો અને તમામ શૈક્ષણિક કર્મચારીગણોના રૂમો સેનેટાઈઝર વર્તમાન સંજોગામાં ફરજીયાત પણે કરાવવા જોઈએ. હાલમાં તો યુનિ.ને પાંચમી એપ્રિલ સુધી બંધ કરાઈ છે પરંતુ સરકારે ૧૦ એપ્રિલ સુધી બંધના આદેશ કરેલા છે છતાં પાંચમી સુધી જ બંધ રખાતા આ યુની. ખાનગી યુનિ.ભવન હોય તેમ ચાલતી હોવાનો કચવાટ દેખાય છે. આવી રીતે યુનિ.ભવન ખુલ્લેઆમ ધમધમતું જ રહેશે તો વિદ્યાર્થીઓ સહિતનાઓની સલામતી અને સુરક્ષાની સામે પણ મોટા સવાલો ઉભા થવા પામી શકે તેમ છે.

  • દેર સે આયે દુરસ્ત આયે… પણ…!
    કચ્છ યુનિ.માં હવે સોમવારથી વહિવટી કાર્ય શરૂ થશે
    ભુજ : કચ્છ યુનિવર્સિટીમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા આવતીકાલે ૩ એપ્રિલના યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને વહિવટી કામકાજ બંધ રહેશે. આજે ગુડફ્રાઈડેની રજા છે. બાદમાં રવિવારની રજા હોવાથી હવે સોમવારે યુનિવર્સિટીમાં વહિવટી કાર્ય શરૂ થશે. દરમ્યાન અનુસ્તાનક ભવનોમાં પ્રોફેસરોએ ઓનલાઈન અધ્યાયન કાર્ય કરાવવાનું રહેશે તેવું કુલસચિવની યાદીમાં જણાવાયું છે.