જોફ્રા આર્ચર કોણીની ઇજાને કારણે ભારત વિરૂદ્ધ વનડે સીરિઝમાંથી બહાર થયો

(જી.એન.એસ)પુણે,ભારત વિરૂદ્ધ રમાનારી આગામી વનડે સરિઝ માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ૧૪ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આ સીરીઝમાં નહીં રમે. આર્ચર કોણીની ઇજાને કારણેતે લંડન પરત ફરશે અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપશે.આર્ચર ભારત વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં કોણીની ઇજાને કારણે રમી શક્યો ન હતો. બાદમાં તેને થોડી રાહત થઈ તો તેણે ટી૨૦ સીરીઝમાં ભાગ લીધો હતો. જોકે ચોથી ટી૨૦ મેચ બાદ તેણે કહ્યું હતું કે તે ઇજાને લઈને વધારે જોખમ લેવા નથી માગતો.આર્ચર આઈપીએલમાં રાજસ્તાન રોયયલ્સની ટીમનો મહત્ત્વનો ભાગ છે. જોકે આર્ચર આ ઈજાને કારણે આઈપીએલની શરૂઆતની મેચમાં નહીં રમી શકે. આઈપીએલ ૨૦૨૦માં જોફ્રા આર્ચર્રને પોતાના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો.