જોકર રેકડી તેમજ ઓટો રીક્ષાથી કોવીડ રસીકરણ જાગૃતિની નવતર પહેલ કરતું કચ્છ જિલ્લા પંચાયત

લોક આકર્ષણ બનેલા આ અવેરનેસ માધ્યમ – ભુજ મધ્યે ૧૦ દિવસ પ્રચાર કરશે

શેરીએ શેરીએ એક જ નારો આવ્યો કોરોના રસીનો વારો……… આ સાઉન્ડ સ્પીકરના અવાજ સાથે ભુજ મધ્યે  ઓટોરીક્ષા કોવીડ વેકસીનેશન કરાવવા પ્રચાર પ્રસાર કરતી જોવા મળી રહી છે તો.

        બીજા અન્ય વિસ્તારમાં રંગબેરંગી વેશભુષા સાથે એક જોકર કોવીડ વેકસીનેશન સાઈટ અને કોવીડ-૧૯ માં રાખવાની તકેદારીની જનજાગૃતિની માહિતસભર રેકડી લઇને લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

        મનોરંજન સાથે અપાયેલ માહિતી માણસો ઝડપી ગ્રહણ કરીને તેને આનંદભેર અનુસરે છે જેનું જીવતું સ્વરૂપ ભુજ મધ્યે ફરતી જોકર રેકડી છે. “એકબીજાને ખ્યાલ રાખો તો જ કોરોના ભાગશે” એમ જોકર સાહેબ એટલે કે સુરેશ રામાનંદી સાધુ જણાવે છે.

        વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના કોવીડ-૧૯ના બીજા તબકકાની લહેર શરૂ થઇ છે. જેમાં કોરોનાને માત આપવા સરકાર પણ કટિબધ્ધ બની છે. સૌના સાથ થી કોરોનાને માત આપીએ એ જીવનમાં ઉતારવા વિવિધ ક્ષેત્રના કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. કોવીડ રસીકરણના બીજા તબકકાની માહિતી પ્રજા સુધી પહોંચે અને લોકોનો તેમાં અસરકારક બને એ માટે ભુજ મધ્યે જોકરના માધ્યમથી અસરકારક પ્રચાર પ્રસાર કરાવવાનો વિચાર ડો.અમીન અરોરાએ આપ્યો અને એને અપીલમાં મુકી આજથી જ જોકર રેકડી ફરતી કરી છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકભાઇ માઢક જણાવે છે.

આજ રોજ તા.૧૯/૩/૨૦૨૧ ના જીલ્‍લા પંચાયત ભુજ-કચ્‍છ ના પ્રાંગણ મધ્‍યે  કોવીડ રસીકરણ ની લોકોમાં જાગૃતતા આવે તે માટે પ્રચાર પ્રસાર કાર્યક્રમ અંતર્ગત ભુજ શહેર મધ્‍યે જોકર રેકડી મારફતે તેમજ ઓટો રીક્ષા મારફતે માઈક પ્રચાર તેમજ જનજાગૃતિ હિતાર્થે

આઈ.ઈ.સી. કોવીડ રસીકરણ અંગેનું સાહિત્‍ય મટીરીયલ વિતરણ ની કામગીરી ની નવીનતમ પ્રચારની પહેલની શરુઆત કરવામાં આવી છે. આ કામગીરી અવિરત દસ દિવસ સુધી ચાલુ રહેશે.

ડો. જે.ઓ. માઢકે એ લીલી ઝંડી આપી સ્‍ટાર્ટ આપેલ. ડો.માઢકે આ તકે જણાવેલ કે “કોવીડ રસીકરણની પ્રક્રિયા સમગ્ર કચ્‍છમાં ચાલી રહી છે. આ પ્રોગ્રામ અંતગર્ત ૬૦ વર્ષથી મોટી ઉંમરના તમામ નાગરિક તેમજ ૪૫ થી ૫૯ વર્ષના નકકી કરેલ ગંભીર બિમારી ધરાવતા લોકો સરકારી જી.કે. જનરલ હોસ્‍પીટલ, તમામ સબ ડીસ્‍ટ્રીકટ હોસ્‍પીટલ, તમામ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, તેમજ શહેરી આરોગ્‍ય કેન્‍દ્ર, ગ્રામ્‍ય વિસ્‍તારના તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર,  તેમજ નકકી કરેલ પેટા કેન્‍દ્ર અને સમાજવાડી મધ્‍યે આ રસીકરણ વિના મુલ્‍યે કરવામાં આવે છે. આ રસીની કોઈ આડસર નથી તેમજ રસીકરણ અને કોવીડ અનુરુપ અનુકરણ એજ માત્ર આ મહામારીને નાથવાનો ઉપાય છે માટે ખોટી અફવામાં ના આવી આ રસીકરણ અભિયાનમાં લાભ લેવો.”

આ નવીતમ પ્રચાર પ્રસારની કામગીરીમાં કુ.કલ્‍પનાબેન મહેતા, શ્રી પ્રવિણ કેરાસીયાનો ઓડીયો રેકોર્ડીંગ માટે સાથ સહકાર મળેલ અને સમગ્ર ૧૦ દિવસ દરમિયાન ભુજ શહેરના વિવિધ શહેરી આરોગ્‍ય કેન્‍દ્રનો સ્‍ટાફ આ કાર્યમાં સહભાગી રહી લોકોમાં જાગૃતતા લાવવા તેમજ ૧૦૦ ટકા રસીકરણની સિધ્‍ધી હાંસલ કરવાના પ્રયત્‍ન કરશે. આ નવીનતમ પ્રચાર પ્રસારની પધ્‍ધતિ ધ્‍વારા આજ રોજ જુનુ બસ સ્‍ટેશન, હોસ્‍પીટલ રોડ વગેરે પર જોકર રેકડી ફરતી જોઈ તે નિહાળવા લોકોમાં પણ ખુબ ઉત્‍સાહ જોવા મળેલ. આ કામગીરીને સફળ બનાવવા ડો. ભવર પ્રજાપતિ, જીલ્‍લા આઈઈસી વિભાગના શ્રી કિશોરસિંહ જાડેજા, શ્રી રાજેશ યાદવ તેમજ ડો. અમીન એ. અરોરાએ જહેમત ઉઠાવેલ છે તેવું મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી માઢક દ્વારા જણાવાયું છે.