જેલમાં આગ લાગતા ૪૧ કેદીઓ જીવતા ભડથું થયા

0
36

બેન્ટરન પ્રાંતની તંગરેંગ જેલના બ્લોક સીમાં આગ લાગી જેલમાં ક્ષમતા કરતા વધુ કેદી રાખવામાં આવ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)જકાર્તા,ઈન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતની એક જેલમાં મધરાતે એક ભીડભાડવાળા બ્લોકમાં ભીષણ આગ લાગી, જેમાં ૪૧ જેટલા કેદીઓના મોત થયા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે. કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગની પ્રવક્તા રિકા અપરિન્તીએ કહ્યું કે તંગરેંગ જેલ બ્લોકમાં રાતે લગભગ ૧થી ૨ની વચ્ચે આગ લાગી. તેમણે જણાવ્યું કે આગ લાગવાના કારણોની તપાસ થઈ રહી છે. બેન્ટરન પ્રાંતની તંગરેંગ જેલના બ્લોક સીમાં આગ લાગી. જ્યાં જેલમાં ક્ષમતા કરતા વધુ કેદી રાખવામાં આવ્યા હતા. આ બ્લોકમાં ૧૨૨ કેદીઓ રાખવાની ક્ષમતા છે. પરંતુ હાલ કેટલા કેદીઓ હતા તેની પુષ્ટિ થવાની હજુ બાકી છે. રિકા અપરિન્તીએ જણાવ્યું કે જેલના આ બ્લોકમાં નશીલી દવાઓ સંબંધિત અપરાધો સંલગ્ન કેદીઓને રાખવામાં આવ્યા હતા. આગ બુધવારે રાતે ૧ કે ૨ વાગ્યાની આસપાસ લાગી અને આ સમયે મોટાભાગના કેદીઓ સૂતા હતા. અકસ્માતમાં અનેક કેદીઓ ગંભીર રીતે દાઝી ગયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને તંગરંગ જેલના બ્લોક સીને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવી રહ્યો છે.