જૂની સુંદરપુરીમાં મહિલાએ ફિનાઈલ પી લીધું

0
53

ગાંધીધામ : જુની સુંદરપુરી ધોબી ઘાટમાં રહેતા સોનું પ્રિયંકકુમાર પરમારે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસમાં જાણવા જોગ ફરિયાદમાં જણાવાયું કે, સોનુએ એક વર્ષ પહેલા પ્રિયંક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અને ભોગ બનનાર તેમના ભાઈના ઘરે રહેતા હતા. ત્યારે સામાન્ય બોલાચાલી બાદ બે ઢાંકણા ફિનાઈલના પી લેતાં તેના પતિ પ્રિયંક સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હોવાનું જણાવાયું છે.