જી-નીટની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત

જેઈઈ-નીટની પરીક્ષાના વિદ્યાર્થીઓને સરકાર આપશે કોચીગ : ૪ ઝોનમા ૪ કોચીંગ સેન્ટર બનાવાશે : વિજયભાઈ રૂપાણીએ ગૃહમાં કરી ઘોષણા

(પ્રતિનિધિ દ્વારા)ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા આજ રોજ ગૃહમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ ગૃહમા વિજયભાઈ રૂપાણીએ કહ્યુ છે કે, જેઈઈ અને નીટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને માટે કોચીગ સેન્ટરની શરૂઆત કરવામા આવશે. રાજયના ચાર ઝોનમા આવા ચાર સેન્ટરોની સ્થાપના કરવામા આવશે. આ ઉપરાંત જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને તેમાં રાહત આપવામા આવશે.