જી.કે.માં એડી. સુપ્રિ. અને મનોચિકિત્સા વિભાગના વડા તરીકે ડો. મહેશ તિલવાણી નિમાયા

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં સાઇકિયાટ્રી યાને કે મનોચિકિત્સા વિભાગના વડા તથા હોસ્પિટલના એડીશનલ મેડી. સુપ્રિ. તરીકે ડો. મહેશ તિલવાણીની નિમણૂક કરવામાં આવતા તેમણે કાર્યભાર સંભાળી લીધો છે. મૂળ કચ્છના અને ગાંધીધામના વતની ડો. તિલવાણીએ વડોદરા ખાતે મનોચિકિત્સા વિભાગમાં એમ.ડી. કરી રાજ્ય સરકારમાં વર્ષો સુધી સેવા બજાવી છે. અને હવે તેમના અનુભવનો લાભ જી.કે. મારફતે સમગ્ર કચ્છની જનતાને મળશે. તેઓ મૅડિકલ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે પણ ફરજ બજાવશે. ડો. તિલવાણી સવાર-સાંજ ઓપીડીમાં ચાલતા રૂમ ન. ૫૪ મનોચિકિત્સા વિભાગમાં મળી શકશે.