જી.કે. જનરલ હોસ્પિટલમાં માનસિક દર્દીઓ માટે વિશેષ સારવાર સેવા શરૂ કરાઇ

અઠવાડિયામાં સોમ, મંગળ, ગુરુ અને શુક્રવારે ચેતાતંતુ : બાળમાનસ,વ્યસનમુક્તિ અને ફેમિલી કાઉન્સેલિંગ કરાશે

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા ધીરેધીરે અન્ય વિભાગમાં સારવાર લેવા ઇચ્છતા દર્દીઓ આવવા લાગ્યા છે. બાબતને ધ્યાનમાં લઈ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગે માનસિક તકલીફ ધરાવતા વ્યક્તિઓ માટે અઠવાડિયામાં ચાર દિવસ દરમિયાન વિશેષ સારવાર સેવાનો પ્રારંભ કર્યો છે. હોસ્પિટલના અધિક મેડિકલ સુપ્રિ. અને મનોચિકિત્સા વિભાગના વડા ડો. મહેશ તિલવાણીએ કહ્યું કે, અઠવાડિયામાં સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે સાંજે ખાસ સેવા આપવાનું નક્કી કર્યું છે.
સોમવારે સાંજે ૩થી ચેતાતંતુ અને મગજને લગતા, મંગળવારે બાળકોને જરૂરી માનસિક તકલીફ માટે, ગુરુવારે વ્યસનમુક્તિ અંગે ખાસ સલાહ આપવામાં આવશે. જ્યારે શુક્રવારે સાંજે ફેમિલી કાઉન્સેલિંગ કરવામાં આવશે. જી.કે. જનરલમાં રૂમ . ૫૪ અને ૫૫માં નિયમિતપણે ડો. મહેશ તિલવાણી, મનોચિકિત્સક અને આસી. પ્રો.ડો. ચિરાગ કુંડલિયા, તથા સીની.રેસિ. મનોચિકિત્સક ડો. રિદ્ધિ ઠક્કર સેવા આપે છે. અહી સતત કાઉન્સેલિંગ કરવામાં આવે છે. વધુમાં હોસ્પિટલ ખાતે કાર્યરત ફાર્મસીમાં માનસિક રોગ સબંધિત તમામ પ્રકારની દવા પૂરતા જથ્થામાં ઉપલબ્ધ હોવાથી તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોરોના પછી બદલાયેલી માનસિક અસ્વસ્થતા વચ્ચે દર્દીને દવા,દુઆ અને સાંત્વના મળે તો જીવન જીવવા માટે વિશ્વાસ સંપાદન થાય માટે વિભાગે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે.