જી.કે.જનરલ હોસ્પિટલના બાળરોગ તબીબો શિશુ માટે દેવદુત બન્યા

0
40

નવજાત શિશુને મગજમાં કમળો થતાં ગણતરીપૂર્વકનું જાેખમ લઈ આખા શરીરનું લોહી બદલી નાખ્યું

ભુજ :અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં બાળરોગ વિભાગના તબીબોએ નવજાત શિશુના શરીરમાંથી મગજ સુધી પહોંચી ગયેલા કમળાથી ત્રસ્ત બાળકને બચાવવા ગણતરીપૂર્વકનું જાેખમ ઉઠાવી આખા શરીરનું લોહી બદલાવી નાખ્યું અને તમામ તબીબો શિશુ તથા તેના માતા-પિતા માટે દેવદૂત સમાન બની ગયા.
જી.કે. જનરલ હોસ્પિટલના બાળ વિભાગના હેડ ડો. રેખાબેન થડાની અને રેસિ. ડો. કરણ પટેલે કહ્યું કે, રાપરની હનિફા સલીમ કુંભાર નામની એક દિવસની બાળકીને એક ખાનગી હોસ્પિટલમાંથી અત્રે રિફર કરવામાં આવી ત્યારે તેનું આખું શરીર પીળું હતું. શિશુના શરીરમાથી સંપૂર્ણ કમળાગ્રસ્ત લોહી કાઢી બીજું લોહી ચઢાવવાની પ્રક્રિયા તુરંત જ હાથ ઉપર લેવી પડી જેમાં બે એમ્બેલિકલ કેથેટર મૂક્યા. નોર્મલ રિપોર્ટ આવતા બાળકને ૧૦ દિવસ બાદ રજા આપવામાં આવી. બાળક બચી જતાં ભાવવિભોર બનેલા માતાપિતાએ એક ખાસ પત્ર આપી તબીબોને દુત ગણાવ્યા હતા. આ પ્રક્રિયામાં તબીબો અદાણી કોલેજના બાળરોગ વિભાગના આસી. પ્રો. ડો. એકતા આચાર્ય, રેસિ.ડો. ગાર્ગી રાવલ, ડો. હીરક પટેલ અને ડો. કિંજલ પટેલે સહયોગ આપ્યો હતો.