જી.કે.જનરલ અને સમરસ હોસ્પિટલ ખાતે ઓકિસજન અને પાવર બેકઅપ વ્યવસ્થા કરાઇ

જી.કે.જનરલ હોસ્પિટલમાં અલાયદો ઈમરજન્સી ટ્રોમા વોર્ડ કાર્યરત કરાયો

ભુજ : વાવાઝોડાની સ્થિતિ પૂર્વે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કામગીરી કરાઈ હતી, જેમાં ભુજ શહેરી વિસ્તારમાં હાલમાં કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પ્રતિકુળ અસર ન થાય તે માટે નાયબ મામલતદારો તથા સીટી સર્વે સુપ્રિ.ના સ્ટાફની વિવિધ ટીમોની રચના કરી કોવીડ-૧૯ હોસ્પિટલમાં ઓકસીજન, પાવર બેકઅપ – ડીજી સેટ તથા જાહેર સલામતી જેવા વિવિધ મુદાઓની ચકાસણી કરવામાં આવી છે તથા વાવાઝોડા સબંધે તમામ કોવીડ હોસ્પિટલને એલર્ટ કરવામાં આવી હતી.ભુજ મદદનીશ કલેકટર મનીષ ગુરવાની દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ તથા સમરસ હોસ્પિટલ, ભુજ ખાતે ઓકિસજન તથા પાવર બેકઅપ અંગેની વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે કોવીડ હોસ્પિટલોને વાવાઝોડા સબંધે એલર્ટ રહેવા સૂચના આપી હતી. જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે વાવાઝોડા અંગેની ગંભીરતા ધ્યાને લઇ ઈમરજન્સી ટ્રોમા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈમરજન્સી ટ્રોમા વોર્ડમાં કુલ ૬૦ થી ૭૦ બેડની તથા આ વોર્ડ ખાતે વેન્ટીલેટર, ઓકિસજન સપ્લાયની વ્યવસ્થા, બેકઅપ સહિતની વ્યવસ્થા કરાઇ હતી.