જી.એમ.ઇ.આર.એસ.માં નિયમિત નિમણુંક પામેલા નસિંગ સંવર્ગના કર્મચારીઓને તા. ૧ જાન્યુઆરી-૨૦૧૬થી સાતમા પગાર પંચ મુજબ પગાર ધોરણનો લાભ મળશે

નર્સિંગ સંવર્ગના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા સૈધ્ધાંતિક મંજુરી અપાઇ : ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
જી.એમ.ઇ.આર.એસ નર્સિસ એસોસિએશન સાથે બેઠક કરી તેમના પ્રશ્નોનું ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સંતોષકારક રીતે સુખદ સમાધાન

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે નર્સિંગ સંવર્ગના કર્મચારીઓના હિતમાં મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. જી.એમ.ઇ.આર.એસ.માં નિયમિત નિમણુંક પામેલા નર્સિંગ સંવર્ગના કર્મચારીઓને તા.૦૧ એપ્રિલ ૧૯ના બદલે હવે તા. ૧ જાન્યુઆરી-૨૦૧૬થી સાતમા પગાર પંચ મુજબ પગાર ધોરણનો લાભ આપવામાં આવશે. એટલુ જ નહી નર્સિંગ સંવર્ગના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો પણ લાભ આપવા સૈધ્ધાંતિક મંજુરી આપી દેવા આવી હોવાનું ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા જણાવ્યું છે. જી.એમ.ઇ.આર.એસ નર્સેસ એસોસિએશન સાથે બેઠક કરી તેમના પ્રશ્નોનું ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સંતોષકારક રીતે સુખદ સમાધાન કરવામાં આવ્યું છે. હોદ્દેદારો સાથે આજે યોજાયેલી બેઠકમાં નર્સિંગ સંવર્ગના કર્મચારીઓના હિતમાં વિવિધ નિર્ણયો લઇ તેમની શક્ય બને તેટલી માંગણીઓનો સ્વિકાર કરવામાં આવ્યો હોવાનું જણાવી મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, તેમની અન્ય કેટલીક માંગણીઓ માટે પણ રાજ્ય સરકાર હકારાત્મક છે અને તે માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેની ભલામણના આધારે આગામી સમયમાં નિર્ણય લેવાશે. શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે, જી.એમ.ઇ.આર.એસ. હેઠળ ભરતી થયેલા નર્સિંગ સંવર્ગના કર્મચારીઓને નિયમોનુસાર બઢતી આપવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત નર્સિંગ સંવર્ગના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણની સૈધ્ધાંતિક મંજુરી પણ આપી દેવામાં આવી છે. જી.એમ.ઇ.આર.એસ. હેઠળ નિયમિત ધોરણે નિમણુંક પામેલા નર્સિંગ સંવર્ગના કર્મચારીઓને સીપીએફનો લાભ, મેડીકલ એલાઉન્સનો લાભ, ટ્રાનસપોર્ટ એલાઉન્સ, એલટીસી, જુથ વીમા યોજના, ગ્રેજયુઇટી માટે તા.૧૩-૫-૨૧ના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના હુકમથી કમીટીની રચના કરવામાં આવી છે. આ કમીટી યોગ્ય અભ્યાસ કરી એક માસમાં ભલામણો કરશે. તેનો સંબંધિત વિભાગના પરામર્શમાં નિયમોનુસાર હકારાત્મક નિર્ણય લેવામાં આવશે.