જિ.પં. પ્રમુખ દ્વારા કોવિડ- ૧૯ અંતર્ગત ઓક્સિજન કોન્સનટ્રેટર માટે ૧૮ લાખ ફાળવાયા

ભુજ : જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન રમેશ કારા દ્વારા વર્ષ ર૦ર૧-રરમાં જિલ્લાના વિકાસ કામો માટે રૂા.૧૮ લાખના કામો સૂચવવાના હોય છે. જિલ્લા કક્ષાની માર્ગદર્શિકા મુજબ આરોગ્ય સેવા માટે, કચ્છના લોકોના આરોગ્યની સતત ચિંતા સેવતા જિ.પં. પ્રમુખ દ્વારા તકેદારીના ભાગરૂપે તેમજ આરોગ્ય તંત્ર સુદ્રઢ કરવાના હેતુથી હાલની કોવિડ-૧૯ની સ્થિતિ અંગે વધતા સંક્રમણના કેસોને ધ્યાને લેતા કચ્છ જિલ્લાના કોવિ૯-૧૯થી સંક્રમિત થયેલા દર્દીઓને સારવાર મળી રહે તેવા હેતુથી હાલમાં ઓક્સિજનની ખૂબજ જરૂરિયાત જણાય છે તે માટે ઓક્સિજન કોન્સનટ્રેટર ૧૦ લીટરની અંદાજીત કિંમત રૂા.૧ લાખ લેખે ૧૮ નંગની ખરીદી માટે રૂા.૧૯ લાખની ફાળવણી જિલ્લા કક્ષાના કામોના આયોજન હેઠળ કરાઈ છે. આ મશિનો ઉપલબ્ધ થયે કોવિડ હોસ્પિટલ, કેર સેન્ટરની જરૂરિયાતને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ફાળવણી કરવાનું પ્લાનિંગ કરવામાં આવશે. આ મશીનો ઉપલબ્ધ થયેથી કચ્છના દર્દીઓને ઘણી રાહત થશે.