જિ.પં.ની જળ સિંચન પેટા યોજનાઓ દ્વારા અધધ અડધા કરોડની વસૂલાત

જળસિંચન પેટા વિભાગ માંડવીએ સર્વાધિક ૧૮.૪૯ લાખની કરી વસૂલાત : ખરીફ અને રવિ પાકમાં પિયત માટે યોજનાના લાભાર્થીઓને અપાયું પાણી : જિલ્લામાં ૬૯૧ર.પર હેક્ટર વિસ્તારમાં કરાઈ પિયત

ભુજ : જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા નાની સિંચાઈ યોજનાઓ વિવિધ નાના ડેમો પર ચાલી રહી છે, જેમાં જળ સિંચન પેટા વિભાગ દ્વારા ખરીફ અને ખાસ તો રવિ પાકના વાવેતર માટે પાણી અપાયું હતું, જે પૈકી સિંચાઈ વિભાગને અધધ અડધા કરોડ જેટલી આવક થવા પામી છે. ગત વર્ષે પડેલા સારા વરસાદથી નાની સિંચાઈના મોટા ભાગના ડેમો ઓવરફલો થયા હતા, જેના કારણે ખેડૂતોને પિયત માટે પાણી અપાતા સારૂં એવું વાવેતર થયું છે.

આ અંગેની વિગતે વાત કરીએ તો જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા નાની સિંચાઈ યોજનાઓ હેઠળ જિલ્લાના જુદા-જુદા ડેમ વિસ્તારમાં આવતા લાભાર્થી ખેડૂતોને પાણી પૂરૂં પાડવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષે સિંચાઈ વિભાગ જિ.પં. દ્વારા રવિ પાકની પિયત માટે ૬૯૧ર.પર હેક્ટર વિસ્તારમાં પિયતનું પાણી પૂરૂં પડાયું હતું, જે પેટે લાભાર્થીઓ પાસેથી રૂા.પ૧,૦૮,૬૧૮ની વસૂલાત કરવામાં આવી છે, જેમાં સર્વાધિક માંડવી પેટા વિભાગે ૧૮,૪૯,૧૪૭ની વસૂલાત કરી છે. માંડવીમાં રર૦૯ હેક્ટરમાં પિયત કરાવાઈ હતી.

વિભાગવાર વાત કરીએ તો નખત્રાણા પેટા વિભાગે અનુક્રમે નખત્રાણા તાલુકામાં ૪,૪૪,પ૬૪ અને લખપતમાંથી ૧,૪૮,૯પ૩ની વસૂલાત કરી છે. ભુજ વિભાગે ૧૩,૬૦,૩૬૩, રાપર-ભચાઉ પેટા વિભાગે અનુક્રમે ૯,રપ,૧૦પ અને ૬,૪૮,૦૧રની વસૂલાત કરી છે. અંજાર પેટા વિભાગે ૮,રર,૭૮૦ રૂપિયાની વસૂલાત કરી છે. તબક્કાવાર પિયત વિસ્તારની વાત કરીએ તો અબડાસામાં ૩૮૬.૦૯ હેક્ટરમાં પિયત થઈ હતી. નખત્રાણા તાલુકામાં ૪૯૦.૭૪ હેક્ટર, લખપતમાં ૧૧૧.પ૩ હેક્ટર, ભુજમાં ૧૦૧૪.૭૩ હેક્ટર, રાપર – ભચાઉમાં અનુક્રમે ૧૦૯ર.ર૯ અને ૭૧૬ હેક્ટર, અંજાર પેટા  વિભાગમાં ૮૯૦.પ હેક્ટર વિસ્તારમાં પિયત થઈ હતી.