જિ.પંચાયત ગળપાદર બેઠકની ટિકિટ માટે ૪ એકર વાડીની સોદાબાજી કરનાર કોણ?

  • તટસ્થ જીલ્લા ભાજપ અધ્યક્ષ કરાવે તપાસ

ખુદની ટિકિટ માટે તથા ચુંટણી લડવા પોતાની જમીનો વેંચી નાખનાર બની બેઠેલ ગાંધીધામના કયા રાજકારણીએ ગળપાદરની જિલ્લા પંચાયતની બેઠકમાં વાડી ખરીદીને ખોટ કરી સરભર?ં

પાટીલ રાજમાં પ્યોર મેરીટના આધારે જ ટિકિટ મળશેની નીતિ-નિયમોના સત્તાપક્ષના ગાંધીધામના કયા રાજકારણીએ ઉડયા ધજાગરા અને પક્ષના ભોગે ખુદના ગજવા કરી લીધા ગરમ?

અંજારમાં બેઠા બેઠા ભેગું કરવા લાગેલા “બાપા“ કોણ છે ? આ બધા ઓપરેશન અંજારમાંથી જ ગોઠવાતા હોવાની ચર્ચા

ગાંધીધામ : ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદે સી આર પાટીલ આવ્યા બાદ ભાજપમાં આયાતીઓની બાદબાકી, જુથવાદ અને પૈસાના જોરે પદ અને હોદાઓ તથા ટિકિટ મળવાની વાત ભુતકાળ બની જવા પામશે તેવો સ્પષ્ટ આશાવાદ ઉભો થયો હતો અને કચ્છમાં પણ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલની સીધી નજર હેઠળ આ નીતીની સજજડ અમલવારી થવા પણ પામી હતી તેમ છતા પણ કચ્છમાંને કચ્છમાં જ જિલ્લા પંચાયતની ચુંટણી માટેની ટિકિટોમાં કેટલાક ભ્રષ્ટ અને બની બેઠેલા ગાંધીધામના રાજકારણીઓએ પક્ષના ભોગે ખુદના ગજવા ગરમ કર્યા જ હોવાની વાત સપાટી પર આવવા પામી રહી છે.કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ પક્ષના સિદ્વાંતોને વરેલા મોભી છે. તેઓ પક્ષની નીતી અને વિચારધારાથી પર જઈને કોઈને પણ સાડાબારી રાખી લાભ અપાવે તે વાતમાં કોઈ માનવા તેયાર ન થાય તે એકને એક બે જેવી વાત છે. ત્યારે આવા કડક અને તટસ્થ જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ તરફ જાણકારો દ્વારા ઈશારો કરીને તપાસ કરવાના આશાવાદ સાથે ગણગણાટ ઉભો થવા પામ્યો છે કે, જિલ્લા પંચાયતની ગળપાદરની બેઠકની ટિકિટ અપાવવા માટે ગાંધીધામના કયા બની બેઠેલા રાજકારણીએ ચાર એકર જમીન-વાડીની સોદાબાજી કરી? આ ટીકિટ અપાવવા માટે કોણે ચાર એકર જમીનનો સોદા કરાવ્યો? ખરીદનાર એટલે કે આ વાડી લેનાર કોણ અને આપનાર કોણ? આ તમામ બાબતે તપાસ થવી જોઈએ.જાણકારો દ્વારા કહેવાય છે કે, ગાંધીધામના બની બેઠેલા રાજકારણી ખુદની ટિકિટ અને ચુંટણી લડવા માટે પોતાની જમીન વેચવાનો વારો આવ્યો હતો, હવે તે ખોટને બીજાની ટિકિટ અને ચુંટણીઓમાં સરભર કરી લેવાઈ હોવાનુ કહેવાય છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરાવે અને બીજું કઈ નહી જો આ વાતમાં સત્ય બહાર આવે તો ગાંધીધામના આવા બની બેઠેલા નેતા પાસેથી તે ચાર એકર જમીન-વાડીની રકમ પક્ષ-પાર્ટી ફંડમાં જમા લેવડાવી ધાક બેસાડતો આદેશ અને દાખલો પુરવાર કરાવે તેવી માંગ પણ ઉઠવા પામી રહી છે.