જિલ્લા મથક ભુજ સહિત કચ્છભરમાં મૌસમનો પહેલો વરસાદ

ભુજ સહિત મોટા ભાગના ગામડાઓ, પચ્છમ વિસ્તારમાં મેઘો મન મૂકીને વરસ્યો : કેરાકુંદનપર વચ્ચેની નાગમતિ નદી બે કાંઠે વહેતા લોકો નદીના પૂર જોવા ઉમટ્યા : નખત્રાણા, માંડવી અબડાસા તાલુકામાં પણ જોરદાર વરસાદ : અંજાર ગાધીધામમાં પણ મેઘરાજા થયા મહેરબાન : રાપરમાં એક કલાકમાં એકાદ ઈંચ પાણી વરસ્યુ : ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થતા ધરતીપુત્રો વાવણીની તૈયારીમાં જોતરાયા