જિલ્લામાં કોરોનાના 162 પોઝિટીવ કેસ નોંધાયા : 75 દર્દીઓ થયા સ્વસ્થ

ભુજ : બેકાબૂ કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કચ્છમાં પોઝિટીવ કેસોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. પ્રતિદિન 200ની પાર પહોચેલા પોઝિટીવ કેસના આંક કેસના આંકમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. સોમવારે 187 પોઝિટીવ કેસ નોંધાયા બાદ કચ્છમાં આજે પુનઃ સંક્રમિતોની સંખ્યા વધીને 162 પર પહોચી છે. તો રાજ્યમાં પોઝિટીવ કેસનો આંક આંશિક ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 13 હજાર 50 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે આ કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 131 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. કોરોના મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે કોરોનાના 187 કેસો નોંધાયા બાદ આજે નવા 162 દર્દીઓ સંક્રમિત બન્યા હતા. તો આજે કચ્છમાં કોરોના પોઝિટીવ 75 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ.