જાે કોરોનાની ત્રીજી લહેર આવે તો શું તકેદારી રાખવી ? જાણો નિષ્ણાત તબીબોના મંતવ્યો

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતા વૈજ્ઞાનિકોએ કરી છે વ્યક્ત : બીજી લહેરમાંથી બહાર નીકળીને આપણાને બેદરકારી નહીં પાલવે : બાળકોને ચેપમુક્ત રાખવા રાખવી પડશે સંપૂર્ણ તકેદારીઓ

ભુજ : છેલ્લા દોઢ વર્ષમાં કચ્છ – ગુજરાત અને દેશમાં કોરોનાની બે લહેરો આવી ચૂકી છે. પ્રથમ લહેરમાં કાળજી લીધા બાદ બીજી લહેરમાં દાખવાયેલી બેદરકારી આપણા માટે ઘાતક સાબિત થઈ હતી. હવે આપણે બીજી લહેરમાંથી બહાર આવી છીએ ત્યારે ત્રીજી લહેરની શક્યતાને ધ્યાને લઈને બેદરકારી ન દાખવીએ તે આપણા માટે જ હિતાવહ છે ત્યારે કચ્છ ઉદય દ્વારા જનજાગૃતિ ફેલાવવા જાણીતા બાળરોગ નિષ્ણાતના મંતવ્યો મેળવી લોકોને ત્રીજી વેવ પૂર્વે શું કાળજી રાખવી તે અંગે જાગૃત કરવા પ્રયાસ કરાયો છે. કોરોનાની પ્રથમ લહેરમાં ખાસ તો વડીલો અને અન્ય બીમારીથી પીડીતો સંક્રમિત બન્યા. બીજી લહેરમાં અનેક યુવાનો પણ કોરોનાની હડફેટમાં આવી ગયા. પ્રથમ લહેરમાંથી બહાર આવ્યા બાદ આપણી બેદરકારીને કારણે બીજી લહેર આપણા માટે ઘાતક નિવડી ત્યારે હવે આપણી બીજી લહેરમાંથી બહાર આવી રહ્યા છીએ ત્યારે જાે ત્રીજી લહેર આવે તો શું કરવું તેની તૈયારીઓ આપણને રાખવી પડશે. ત્રીજી લહેરનો આપણને સામનો જ ન કરવો પડે તેવી જાગૃતિ દાખવીશું તો જ આપણે આપણા બાળકોને ચેપમુક્ત રાખી શકીશું. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના મતે ત્રીજી વેવમાં ખાસ તો  બાળકો સંક્રમિત થવાની શક્યતાઓ વધુ જાેવાઈ રહી છે. તેની પાછળના કારણોની વાત કરીએ તો પ્રથમ લહેરમાં સિનિયર સિટીજનો વધુ સંક્રમિત થયા કેમ કે તેઓમાં રોગપ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે. સિનિયર સિટીઝનોનું રસીકરણ પણ ચાલુ થયું, તેથી બીજી લહેરમાં યુવાનો સંક્રમિત બન્યા અને હવે ૧૮  તમામને રસી અપાઈ રહી છે ત્યારે કોરોનાનો ચેપ હવે ત્રીજી લહેરમાં બાળકોને વધુ લાગવાની શક્યતા છે. બાળકોનું ચડતું લોહી હોય તેથી ઈમ્યુનિટી થોડી સ્ટ્રોંગ હોય માટે અત્યાર સુધી બાળકોને વધુ ચેપ લાગ્યો નથી, પરંતુ હવે ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત બને તેવું નિષ્ણાતો માની રહ્યા છે. માટે બીજી લહેર બાદના સમયમાં લોકોને તકેદારી રાખવી અનિવાર્ય છે. હવેની બેદરકારી આપણને મોંઘી પડી શકે છે. માટે બીજી લહેર પુરી થયા બાદ બેફિકરાઈ આપણને નહીં પાલવે. માટે લોકોની જાગૃતિ અર્થે કચ્છ ઉદય વધુ એક પહેલ કરીને બાળરોગ નિષ્ણાતોના મંતવ્યો આપની સમક્ષ મૂક્યા છે. કચ્છ ઉદય દ્વારા અગાઉ પણ કોરોના મહાારીમાં માસ્ક, સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, રસીકરણ માટેની જાગૃતિઓ ફેેલાવાઈ હતી ત્યારે વધુ એક પ્રયાસના ભાગરૂપે ત્રીજી લહેર પૂર્વે ખાસ શું તકેદારી રાખવી તે અંગે લોકોને સમજ આપવા કચ્છ ઉદય બાળરોગ નિષ્ણાત તબીબો અને લોકો વચ્ચેનું માધ્યમ બન્યું છે.

બહારથી ઘરે જઈ સીધા બાળકોના સંપર્કમાં ન આવો : ડૉ. દેવેન્દ્ર ડાંગર

ભુજ : ત્રીજી વેવને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા ડૉ. દેવેન્દ્ર ડાંગરે જણાવ્યું હતું કે, ત્રીજી વેવ આવવાની શક્યતાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આવશે કે નહીં તે આપણે નથી જાણતા, પરંંતુ તકેદારી રાખવી અનિવાર્ય છે. ત્રીજી વેવમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતાઓ છે, તેથી બાળકો સાથે બહાર ફરવાનું, જમવાનું કે જવાનું ટાળવું હિતાવહ છે. નોકરી ધંધાર્થે બહાર નીકળતા વાલીઓ સાંજે ઘરે પહોંચે ત્યારે સીધા જ બાળકોના સંપર્કમાં ન આવે. નાહી-ધોઈ સેનિટાઈઝ થઈને બાળકોના સંપર્કમાં આવવું જરૂરી છે. બાળકોને પોષણક્ષમ આહર આપવો, બને ત્યાં સુધી બાળકો ઘરમાં જ રહે તે જરૂરી છે. આટલી તકેદારી રાખવી સૌ માટે અનિવાર્ય છે તેવું ડૉ. દેવેન્દ્ર ડાંગરે ઉમેર્યું હતું.

ત્રીજી વેવ આવે તો ગભરાવવાની જરૂર નથી : ડૉ. રૂપેશ શેઠ

ભુજ : ગાંધીધામના જાણીતા તબીબ ડૉ. રૂપેશ શેઠે ત્રીજી વેવને લઈને કહ્યું હતું કે, ધારો કે ત્રીજી લહેર આવે તો ગભરાવાની જરૂર નથી. અગાઉ જે રીતે આપણે અહીં ચિકિત્સા થઈ છે, તે મુજબ જ ટ્રીટમેન્ટ કરાશે, પરંતુ ખાસ તો બાળકો ચેપગ્રસ્ત ન બને તે માટે સાવધાની રાખવી અનિવાર્ય છે. ત્રીજી વેવમાં બાળકો વધુ સંક્રમિત થવાના નિર્દેશો સરકાર અને નિષ્ણાતો આપી રહ્યા છે, પરંતુ બાળકોને ચેપ ન લાગે તે માટે વાલીઓ સજાગ બને તે જરૂરી છે. ખાસ કુપોષિત બાળકોની તકેદારી રાખવી જરૂરી છે. તેઓ જલ્દીથી સંક્રમિત બની શકે છે. આ ઉપરાંત સરકારની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરીને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનુું ચાલુ રાખવું હિતાવહ હોવાનું ડૉ. રૂપેશ ઠક્કરે જણાવ્યું હતું.

બાળકો સંક્રમિત બનીને સ્વસ્થ જલ્દી થાય છે : ડૉ. નીતિન ઠક્કર

ભુજ : ત્રીજી લહેરમાં બાળકોને ચેપ લાગવાની શક્યતાઓ વધુ છે ત્યારે ગાંધીધામના ડૉ. નીતિન ઠક્કરે કહ્યું હતું કે, બીજી લહેરમાં પણ અનેક બાળકો સંક્રમિત બન્યા હતા, જેમાંથી સાત-આઠ બાળકોને દાખલ કરવા પડ્યા હતા, પરંતુ બાળકોમાં રિકવરીમાં ઝડપ જાેવા મળી હતી, તેથી જાે ત્રીજી લહેર આવે તો પણ ગભરાવવાની જરૂર નથી, પરંતુ તકેદારી રાખવી એટલી જ જરૂરી છે. બાળકોને ચેપમુક્ત રાખવા માટે વડીલો અને યુવાનો વેક્સિન લે તે જરૂરી છે. કેમકે બાળકોને આપણા થકી જ ચેપ લાગી શકે છે. માટે આપણે અત્યાર સુધીની જેે તકેદારી રાખીને માસ્ક પહેરાની, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની તકેદારી રાખીએ તો બાળકોમાં આપોઆપ સંક્રમણનું પ્રમાણ ઘટાડી શકીએ તેમ છીએ તેવું ડૉ. નીતિન ઠક્કરે ઉમેર્યું હતું.

ત્રીજી વેવ આવશે તો નુકસાનકારક રહેશે : ડૉ. કમલેશ ભોજવાણી

ગાંધીધામ : અહીંના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. કમલેશ ભોજવાણીએ કહ્યું હતું કે, જાે કોરોનાની ત્રીજી લહેર આવશે તો નુકસાન કારક બની શકે છે. પ્રથમ વેવમાં સિનિયર સિટીઝનો ચેપગ્રસ્ત ન્યા, બીજી લહેરમાં યુવાનો અને કેટલાક બાળકો પણ સંક્રમિત થયા. હવે જાે ત્રીજી લહેર આવશે તો બાળકો વધુ પ્રમાણમાં ચેપગ્રસ્ત બની શકે છે. કેમકે ઓલ્ડ એજ અને યુવાનો માટેની રસી આવી ગઈ છે, તેથી તેઓ પ્રોટેક્ટ થઈ રહ્યા છે. બાળકો માટેની રસી ટૂંક સમયમાં આવશે. બાળકોમાં રસીકરણ ન થયું હોવાથી તેમને ચેપ લાગવાની શક્યતાઓ છે. માટે બાળકોને પૌષ્ટિક આહાર આપવો, જંકફુડથી દૂર રાખવા, બાળકોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવવાની આદક પાડવી જરૂરી છે. બાળકોને આપણામાંથી ચેપ લાગવાની શક્યતા વધુ છે, તેથી આપણે સત્વરે રસીકરણ કરાવું અને બાળકોને આપણામાંથી ચેપ ન લાગે તેની તકેદારી રાખવાનું ડૉ. કમલેશ ભોજવાણીએ જણાવ્યું હતું.

સરકાર બાળકો માટે સત્વરે રસીકરણ શરૂ કરે : ડૉ. રાજેશ માહેશ્વરી

ગાંધીધામ : અહીંના બાળરોગ નિષ્ણાત ડૉ. રાજેશ માહેશ્વરીએ સરકાર અને વાલીઓને મહત્ત્વની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, યુરોપિયન કન્ટ્રીઓમાં ૩ વર્ષથી ઉપરના બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે ત્યારે ભારતમાં પણ સત્વરે ૩ વર્ષથી ઉપરના બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે ત્યારે ભારતમાં પણ સત્વરે ૩ વર્ષથી ઉપરના બાળકોનું રસીકરણ શરૂ કરાય તેવો અભિપ્રાય આપ્યો હતો, તો વાલીઓને અપીલ કરતા કહ્યુું હતું કે, ત્રીજી વેવ આવવાની શક્યતા વચ્ચે બાળકોને સામાન્ય કાંઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ત્રીજી વેવથી ગભરાવાની જરૂર નથી, પરંતુ તકેદારી રાખવી હિતાવહ છે. બને ત્યાં સુધી બાળકોને ઘરમાં જ રાખવા, બહાર નીકળવાનું ટાળવું જાેઈએ. આ ઉપરાંત બાળકોને રૂટીનમાં અપાતી રસીઓ સરકારીમાં કે પ્રાઈવેટમાં અચૂક અપાવવી જરૂરી છે. હાલ શાળાઓ બંધ છે એટલે બહુ ચિંતાનો વિષય નથી, પરંતુ બાળકોને બજારમાં અન્ય પ્રસંગોમાં સાથે લઈ જવાનું ટાળવું જાેઈએ. આપણી સતકર્તાથી જ આપણે બાળકોને સુરક્ષિત કરી શકીશું તેવું તેમણે ઉમેર્યું હતું.

કોરોના સામે સુરક્ષાત્મક ઉપાયો દાખવવા જરૂરી : ડૉ. દેવજ્યોતિ શર્મા

ભુજ : અહીંના જાણીતા મનોચિકિત્સક ડૉ. દેવજ્યોતિ શર્માએ કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી વેવ આવવાનું અનુમાન છે ત્યારે તેની સામેના સુરક્ષાત્મક ઉપાયો દાખવવા અનિવાર્ય છે. વાલીઓ ખાસ તકેદારી રાખે. બાળકોમાં યોગ – મેડીટેશન સહિતની જાગૃતતા ફેલાવે, જેથી બાળકોને આપણે માનસિક રીતે સુસજ્જ બનાવી શકીએ. વડીલો અને વાલીઓ ઘરમાં વાવતરણ સકારાત્મક રાખે, જેથી બાળકોને સારી ફિલીંગ મળી શકે. બાળકોને પૌષ્ટીક આહારથી સાથે તનાવમુક્ત રાખવા પણ અનિવાર્ય છે. ત્રીજી વેવના હાઉમાં તનાવ સર્જક વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવાનું ડૉ. દેવજ્યોતિ શર્માએ ઉમેર્યું હતું.

ત્રીજી વેવનો ભય કાલ્પનિક, હાલ મીસ-સીની ચિંતા કરવી જરૂરી :  ડૉ. નેહલ વૈદ્ય

ભુજ : કોરોનાની ત્રીજી વેવની ચર્ચા વચ્ચે ભુજના જાણીતા ડૉ. નહેલ વૈદ્યે રસપ્રદ માહિતી આપી હતી અને ત્રીજી વેવની ચિંતા કરવા કરતા હાલ બાળકોમાં જાેવા મળતી નવી બીમારી મીસ-સીની ચિંતા કરવા પર ભાર મૂક્યો હતો. ડૉ. નેહલ વૈદ્ય કચ્છ ઉદયની આ જાગૃતિ પહેલમાં નવિન વાત લાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હાલ ત્રીજી લહેર અને બાળકોની ચર્ચા વધુ થઈ રહી છે, પરંતુ ત્રીજી લહેરનો ભય કાલ્પનિક છે. હાલ ત્રીજી વેવની ચિંતા કરવા કરતા બાળકોમાં થતી નવી એક બીમારીની ચિંતા કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, બાળકોમાં હાલ મલ્ટી સિસ્ટમ ઈન્ફ્રામેટરી સિન્ડ્રોમ ઈન ચાઇલ્ડ એટલે કે મીસ-સીની બીમારી વધુ ફેલાય છે. કોરોના કાળમાં હવે બાળકોમાં આ મીસ-સી સિન્ડ્રોમની બીમારી વધુ જાેવા મળે છે, તેથી તેની ચિંતા કરવી જરૂરી છે. જે ઘરમાં કોઈને કોરોના થયો હોય તે ઘરના બાળકોમાં આ બીમારી થવાના ચાન્સીસ વધુ હોવાનું તેમણે ઉમેર્યું હતું. કોરોના થયા પછી ૧પ-ર૦ દિવસ બાદ બાળકોમાં આ બીમારી જાેવા મળે છે. તેના લક્ષણોની વાત કરતા ડૉ. નહેલ વૈદ્યે ઉમેર્યું હતું કે, બાળકોને તાવ આવે, ઝાડા થાય, શરીરમાં સોજાે જણાય, શરીર તૂટે, પેશાબમાં તકલીફ થાય, ચામડી પર રેસીસ થાય આવા વિવિધ લક્ષણો બાળકોમાં જાેવા મળે છે. હવે જે પરિવારમાં કોઈને કોવિડ પોઝિટીવ આવી ગયો હોય અને એ પરિવારના બાળકોમાં આવી કોઈ તકલીફ જાેવા મળે તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરોની સલાહ લેવાનું ડૉ. નેહલ વૈદ્યૈ જણાવ્યું હતું. આ બીમારીને વેળાસર પકડીને તેની યોગ્ય સારવાર કરાવવી અનિવાર્ય છે. માટે હાલ ત્રીજી લહેરની ચિંતા છોડીને મીસ-સી પ્રત્યે આપણે જાગૃતિ કેળવીએ તે હિતાવહ હોવાનું ડૉ. નેહલ વૈદ્યે ઉમેર્યું હતુું.

ત્રીજી લહેર માટે પણ આપણે સતર્ક થઈ તકેદારી રાખીએ : ડો. અભિનવ કોટક

ભુજ : કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ હોય તેમ કેસોમાં મહદઅંશે ઘટાડો આવ્યો છે, ત્યારે એપેડેમિક ચેન્જી અને જાેતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં ડો. અભિનવ કોટકે લોકોને સતર્કતા દાખવવા પર ભાર મુકયો હતો. તેમણે કહ્યું હતું કે, બીજી વેવમાંથી પસાર થઈ ગયા છે, પરંતુ ત્રીજી વેવને ધ્યાને રાખીને આપણે અને આપણા બાળકોની ખાસ કાળજી લેવી પડશે. માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ અને સોશ્યિલ ડિસ્ટન્સ અનિવાર્ય છે. આ ઉપરાંત બાળકોને બને ત્યાં સુધી ઘરમાં જ રાખવા કામ વગર બહાર નિકળવાનું ટાળવું જાેઈએ. બંને તેટલી તમામ તકેદારીઓ રાખી સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.