જાહેર આરોગ્ય માનસિક સ્વાસ્થ્ય આયોજન માટે કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમ ના પ્રયત્નો ફળીભૂત

0
30

રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજનાનો  અમલ કરી ભારત ૩૯મો દેશ બનશે

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારારાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજના વિચારાધીન

આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજનાના અમલ સંદર્ભે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજના અમલીકરણ માટે વિચારાધીન છે. જાહેર આરોગ્યમાં આત્મહત્યાને માનસિક સ્વાસ્થ્ય આયોજન માટે વિશ્વ આરોગ્ય સંગઠન અને કેન્દ્ર સરકારમાં વિચારાધીન કરાવવા બદલ સતત આઠ વર્ષથી લોક ઝુંબેશ ચલાવનાર કચ્છના ઓમ ફાઉન્ડેશનના પ્રયત્નો ફળીભૂત થયા છે.

ઓમ ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર પંડિત દેવજ્યોતિ શર્માની અપીલની નોંધ લઇને વિશ્વ આરોગ્ય સંગઠન , ભારત સરકાર ,રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સકારાત્મક જવાબ આપી નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજીના નિર્માણ માટે વિચારેલ છે. આ એક ઐતિહાસિક પહેલ માટે પત્રકાર પરિષદમાં શ્રી દેવ જ્યોતિ એ જણાવ્યું હતું કે, આત્મહત્યા અટકાવવા માટે ટીબી, પોલિયો, મેલેરિયા જેવા રોગોની જેમ જાહેર આરોગ્ય માનસિક સ્વાસ્થ્યને આવરી લે તો આત્મહત્યા અટકાવવા એક સામાજિક ક્રાંતિનું પગલું ભરી શકાશે. વિવિધ કારણોસર અનેક સ્થાનો પર થતી આત્મહત્યાની રાષ્ટ્રીય સમસ્યા અંગે અમે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે રાષ્ટ્રીય આત્મહત્યા યોજના બનાવવી. જેની નોંધ લઇ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ડાયરેક્ટર શ્રી ઓમાનંદે તેના સકારાત્મક અભિગમ નો જવાબ આપી હાલે આ યોજના વિચારાધીન છે એમ તાજેતરમાં જણાવેલ છે. વિશ્વ આત્મહત્યા અટકાવવા ડોક્ટર શર્મા એ કરેલી વિવિધ અપીલો ની નોંધ લઈને ભારત સરકાર દ્વારા ડેપ્યુટી સેક્રેટરી નવીન બક્ષીએ માર્ચ ૨૧ માં જણાવ્યું હતું કે નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજી વર્તમાન સમયમાં સરકારશ્રી પાસે વિચારાધીન છે. આ માટે ઓમ ફાઉન્ડેશન ,કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમ, અને નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા નો આભાર પ્રગટ કરે છે. સ્યુસાઇડ ક્વોડ નેશનલ પશ્ચિમ ઝોનના પ્રભારી મનોચિકિત્સક ડોક્ટર ધૈવત મહેતાએ જણાવ્યું હતું કે ડિપ્રેશન કેન્સર જેવું જ ભંયકર છે તેને જાગૃત થઇને દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ. આત્મહત્યાનો જાહેર આરોગ્ય માં સમાવેશ કરી વિવિધ ખાતાઓ સાથે સાંકળીને તેના સંશોધન નિરાકરણ અને ઉપચાર ના પગલાં ભરાય તે ખુબ જરૂરી છે.  યોગ સાયકોથેરાપી અને શિવ તાંડવ આધારિત માનવ ભાવ વિરેચન ક્રિયાથી હકારાત્મકતા ઊભી કરવાના પ્રયાસો પણ આગામી દિવસોમાં કરાશે એમ કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમ ના પ્રમુખ હેમંતભાઈ ઠક્કરે પણ જણાવ્યું હતું. આ તકે  ડોક્ટર દિપેશ ઠક્કરે પણ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ૩૦ ગામોમાં સરકારના માન્ય પ્રાપ્ત સાયકોથેરાપીની વિના મૂલ્યે તાલીમ આપવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં ડોક્ટર સુરેશ પટેલ, શાંતિલાલ પટેલ, અશોક માંડલીયા, શૈલેષભાઈ રાવલ,  સુનિતાબેન ભાનુશાલી, જયંતીભાઈ વાઘેલા, વિરજીભાઇ મહેશ્વરી અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.