જામનગરમાં ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતા ઈસમની પોલીસે કરી ધરપકડ

(જી.એન.એસ)જામનગર,જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ સર્વિસ સ્ટેશન પાસેથી સીટી સી ડીવીજન પોલીસે ક્રિકેટનો સટ્ટો લેતા પકડી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ સખ્સ મોડપરના સખ્સ પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સખ્સના કબ્જામાંથી ૧૩ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં દીગ્જામ સર્કલ પાસે ભરતભાઇ ના સર્વીસ સ્ટેશનની બાજુમાં એક સખ્સ આઇ.પી.એલ. ની સનરાઇઝ હૈદરાબાદ અને ચૈનઇ સુપર કીંગ્સ વચ્ચે રમાતા ૨૦-૨૦ મેચના હારજીત વિગેરે પર સોદાઓ પાડી સટ્ટો લેતો હોવાની સીટી સી ડીવીજન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી રાત્રે સાડા આઠેક વાગ્યે ગોપાલભાઇ હરીભાઇ જામ રહે. ખોડીયાર કોલોની, નીલકમ સોસાયટીપાછળ, આશાપુરા સોસાયટી, વાછરા ડાડાના મંદીર પાસે વાળા સખ્સને પકડી પાડ્યો હતો. આ સખ્સ મોબાઈલમાં વેબ સાઈટની આઈડી પરથી સટ્ટો લેતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ સખ્સની અટકાયત કરી તેના કબજામાંથી રૂપિયા ત્રણ હજારની રોકડ અને દસ હજારનો એક ફોન સહીત તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને સામે જુગાર ધારાઓ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.