જામનગરથી ’ઓક્સિજન સ્પેશિયલ ટ્રેન’ મારફતે ૪૪ ટન ઓક્સિજન મહારાષ્ટ્ર રવાના

(જી.એન.એસ)જામનગર,જામનગર સહિત દેશભરમાં કોરોનાની કપરી સ્થિતિમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બેડ અને ઓક્સિજન ખૂટવાથી અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. આ કપરી સ્થિતિમાં જામનગર નજીક આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરના હાપા રેલવે સ્ટેશનેથી રવિવારના રોજ સાંજે ૬ઃ૦૫ કલાકે ઓક્સિજના ત્રણ ટેન્કર ટ્રેન મારફતે મહારાષ્ટ્રના કાલંબબોલી ખાતે રવાના કરવામાં આવ્યા છે.ઓક્સિજનના ત્રણ ટેન્કર હાપા કે. એલ. એમ.જી. ઓક્સિજન સ્પેશિયલ ટ્રેન મારફતે મોકલવામાં આવ્યા છે. આ ખાસ ટ્રેન રવિવારના રોજ હાપા સ્ટેશનથી સાંજે ૬ઃ૦૫ કલાકે ઉપડી સંભવતઃ ૨૪ કલાકમાં મહારાષ્ટ્ર પહોંચશે. – પૂજા ડાંગર, ડીવીઝનલ કોર્મશીયલ ઇન્સપેકટર, હાપા રેલવે સ્ટેશન હાપા કે. એલ. એમ.જી. ઓક્સિજન સ્પેશિયલ ટ્રેન ગ્રીન કોરિડોર માં દોડાવવામાં આવશે. એટલે કે, આ ટ્રેન એકપણ સ્થળે રોકાશે નહીં. આ ટ્રેનને અન્ય પેસેન્જર ટ્રેન કરતા પ્રાથમિકતા આપવામાં આવશે. – ધર્મેન્દ્ર લાડવા, ગુડસ સુપરવાઇઝર, હાપા રેલવે સ્ટેશન