જાપાનના વડાપ્રધાન આપશે રાજીનામુ

0
34

(જી.એન.એસ.) જાપાન, લિબરલ ડેમોક્રેટિક પાર્ટી ૧૭ સપ્ટેમ્બરથી પોતાના અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ શરૂ કરશે અને ૨૯ સપ્ટેમ્બરે વોટ નાખવામાં આવશે. નવો નેતા ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર નીચલા સદનની ચૂંટણીનો મુકાબલો કરશે. જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આ મહિનાના અંત સુધી રાજીનામુ આપી દેશે. સુગા સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ નહી લે. યોશિહિદે સુગાએ પાર્ટી લીડર ના બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. વડાપ્રધાન સુગાની અપ્રૂવલ રેટિંગ રેકોર્ડ સ્તરે ઘટી ગઇ છે. દ્ગૈાાીૈના તાજેતરના પોલ અનુસાર, સુગા કેબિનેટની અપ્રૂવલ રેટિંગ સૌથી ઓછી ૩૪ ટકા પર છે. પાર્ટીમાં ચિંતા છે કે જો નીચલા સદનની આગામી ચૂંટણી પહેલા વડાપ્રધાન ના બદલવામાં આવ્યો તો ચૂંટણી જીતવી મુશ્કેલ બની શકે છે. યોશિહિદે સુગા લગભગ એક વર્ષ પહેલા શિંજો આબેના રાજીનામા બાદ વડાપ્રધાન બન્યા હતા. યોશિહિદે સુગા ઘણા સમયથી પોતાની કેબિનેટમાં ફેરબદલ કરવાની યોજના બનાવી રહ્યા હતા જેથી પાર્ટી અને ચૂંટણીમાં નવા ચહેરાને ઉતારી શકાય પરંતુ ૩ સપ્ટેમ્બરે પાર્ટી એક્ઝીક્યૂટીવની મીટિંગમાં સુગાએ પોતાની યોજના બદલી નાખી અને જાહેરાત કરી કે તે પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં નહી ઉતરે. સુગાનું કહેવુ છે કે તે કોવિડ-૧૯ વિરૂદ્ધ લડાઇમાં ધ્યાન આપવા માંગે છે. સુગાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ, કોવિડ મેનેજમેન્ટ અને ચૂંટણી કેમ્પેઇનમાં ઘણી ઉર્જા લાગે છે. બન્નેને સાથે સંભાળવુ મુશ્કેલ છે.