જાગો..ગાંધીધામવાસીઓ જાગો : મુંદરા પોર્ટ બંધ કરાયો : હવે ડીપીટી-કંડલા-ઈફકો ગેટ બંધ કરાવો

કોરોનાની મહામારીમાં પણ ડીપીટી-કંડલા તથા ઈફકો જેવી માતબર સંસ્થા ગાંધીધામ-કંડલા કોમ્પલેક્ષ કે જયાથી તગડી કમાણી કરે છે તેની વહારે-મદદ આવે કર્યુ જ છે શુ? સામાજિક આગેવાનો, જાહેરજીવનના આગેવાનો આ સંસ્થાઓના અમાનવતાવાદી વલણને વખેાડવા કેમ ન ઉતરે રસ્તા પર?

ગાંધીધામઃ કોરોનાની મહામારી આભ ફાટયુ હોય અને થીગડું લગાડવાની સ્થિતીએ સરકાર અને તંત્રો આવી ગયા છે ત્યારે હવે સૌની સહિયારી જવાદબારીઓ બની રહી છે કે, આ લડાઈમાં મદદરૂપ બને. આજ રોજ મુંદરા બંદર ખાતે સામાજિક સંસ્થાઓ અને આગેવાનો સહિતનાઓએ બંદર પ્રસાસન દ્વારા કોવિદ સહિતની હોસ્પિટલ માટે મદદરૂપ થવાની દીશામાં અવાઝ ઉઠાવી અને ગેટને બંધ કરવામાં આવ્યો છે ત્યારે હવે ગાંધીધામ સંકુલની પ્રજાએ પણ જાગવાનો સમય આવી ગયો છે. આ પ્રજા પણ હવે જાગે અને કંડલા ડીપીટી પોર્ટ તથા ઈફકો જેવાઓના કાન આમળવા આ જ રીતે તેમના પણ ગેટ બંધ કરાવે, વિરોધ પ્રદર્શન કરે તો જ આવા તઘલખી અને બ્રીટીશ રાજમાં જ રાચતા પ્રસાસનકારોની આંખ ઉધડી શકે તેમ છે.ડીપીટી-કંડલા અને ઈફકોએ અત્યાર સુધીમા ંકોરોનામાં સંકુલની એવી તો કઈ મોટી અને આર્શીવાદરૂપ મદદ કરી દેખાડી છે ખરી? જયા સુધી ડીપીટી અને ઈફકો જેવાઓની સામે આક્રમણ વિરોધી નહી થાય ત્યા સુધી તેઓ ની કુંભકર્ણી નિદ્રા ઉડશે જ નહી..! ભુતકાળમાં પણ એવા કેટલાય બનાવો બનેલા છે કે, સંકુલે પોતાના હકક માટે આવી સંસ્થાઓની સામે વિરોધ-બંધના હથીયારો ઉગામવા જ પડયા છે. હકકની વસ્તુ પણ સંકુલને આ સંસ્થાઓએ કયારે સરળતાથી આપી જ નથી તે ન ભુલવુ જોઈએ.