જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ પૂંચમાંથી ૧૯ હાથ બોમ્બ ઝડપાયા

(જી.એન.એસ)જમ્મુ,જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ પૂંચ જિલ્લામાં ત્રાસવાદીઓના છૂપા અડ્ડામાંથી ૧૯ હાથ બોમ્બનો જથ્થો ઝડપી પાડીને ત્રાસવાદીઓ દ્વારા ઘડવામાં આવેલા હુમલાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. જોકે પોલીસ અને સુરક્ષાદળો દ્વારા હાથ ધરવામાં આવેલી આ સંયુક્ત કામગીરી દરમિયાન કોઇની ધરપકડ નથી થઇ.સુરક્ષાદળોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રવિવારે ત્રાસવાદીઓ જમ્મુ-પૂંચ ધોરી માર્ગ પર સુરક્ષાદળોને નિશાન બનાવવા યોજના ઘડી રહ્યા હોવાની મળેલી ચોક્કસ બાતમીને પગલે જમ્મુના પૂંચ વિસ્તારમાં ફાગલા ખાતેથી બોમ્બ ઝડપી પાડવામાં આવ્યા હતા.